વાયુ, કફ અને પિત્ત ના કારણે થતા માથાના દુખાવા અને આધાશીશીનો બેસ્ટ ઘરેલુ ઉપાય, હવે પેઇનકીલર લેવાની નહીં પડે જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના જીવનકાળ દરમ્યાન બને છે. માથાનો દુખાવો સ્વતંત્ર રોગ ભાગ્યે જ હોય છે. મોટાભાગનાં કિસ્સામાં અન્ય રોગ, શારીરિક અનિયમિતતા અથવા સ્ટ્રેસને કારણે માથાનો દુખાવો થતો હોય છે.

સૌ પ્રથમ તો માથાનો દુખાવો દરેકની પ્રકૃતિ મુજબ જુદા-જુદા કારણોથી થતો હોય છે. કફ, પિત્ત અને વાયુ આ ત્રણ દોષમાંથી જે દોષના કારણે માથાનો દુખાવો થયો હોય તેના મુજબ ઉપચાર કરવાથી તરત જ અને કાયમી રાહત મળે છે. જો તમને પિત્ત પ્રકૃતિને કારણે માથું દુખતું હોય અને કફ પ્રકૃતિને કારણે થતા માથાના દુખાવાના ઉપચાર કરીએ તો કફ પ્રકૃતિને માફક આવતાં ગરમ ઔષધો પિત્ત વધારે છે. અને તેને લીધે માથાનો નો દુખાવો મટવા ને બદલે વધે છે. માટે માથાનો દુખાવો શરીરમાં કયા દોષને કારણે થયો છે. તે જાણી અને તેના મુજબ ઉપચાર કરવાથી ઝડપથી ફાયદો થાય છે.

તલ કે લવિંગને પાણી સાથે બારીક લસોટી સહેજ ગરમ કરી તેનો લેપ કપાળ પર કરવાથી કફને કારણે થતો માથાનો દુખાવો મટે છે.
સૂંઠ કે મરીનો એકદમ બારીક પાઉડર છીંકણીની જેમ સૂંઘવાથી છીંકો આવે છે, ને બધો કફ બહાર નીકળી જાય છે અને માથું એકદમ હળવું થઈ જાય છે.

જો તમને શરદી, ઉધરસ થઈ હોય ત્યારે જો માથાનો દુખાવો થાય તો તે કફને કારણે થાય છે. અને જે માથાનો દુખાવો કપાળની વચ્ચેના ભાગમાં અને આંખની ઉપરના ભાગે થાય છે. નીચું જોવાથી કે કમરના ભાગેથી વાંકા વળવાથી દુખાવો વધે છે. આ કફને કારણે થતો માથાનો દુખાવો સવાર અને રાત્રે વધારે થાય છે. કફને કારણે થતા માથાના દુખાવામાં પાણીમાં નિલગિરીના તેલના બે થી ત્રણ ટીપાં કે કપૂર નાખીને નાશ લેવાથી તરત જ આરામ મળે છે.

રાત્રે સૂતી વખતે સરસિયા તેલનું એક એક ટીપું નાકમાં નાંખવાથી કફ ધીરે ધીરે દૂર થઇ જાય છે. અને શરદી ના કારણે થતો માથાનો દુખાવો કાયમી માટે મટી જાય છે. પિત્તને કારણે થતો માથાનો દુખાવો કપાળની બંને બાજુએ સાઈડ પરથી શરૂ થઇ વચ્ચે તરફ વધે છે. જેમાં સણકા આવતા હોય તે પ્રકારનો દુખાવો અને આંખોમાં બળતરા થાય છે. વધારે પડતાં તડકા માં કે ગરમીમાં જવાથી કે વધુ પડતાં પ્રકાશથી દુખાવો વધે છે.

કાળી દ્રાક્ષ, ધાણા, વરિયાળી અને સાકરને એક ગ્લાસ પાણીમાં પલાળી, મસળીને પીવાથી પિત્તના કારણે થતો માથાનો દુખાવો મટે છે. માથામાં કોપરેલ તેલથી માલિશ કરવાથી પિત્ત શાંત થઈ માથાનો દુખાવો મટે છે. સાકર નાખીને બનાવેલી દૂધ ભાત ની ખીર ખાવાથી પિત્તને કારણે જો માથું દુખતું હોય તો મટે છે.

પીત્તને કારણે થતા માથાના દુખાવામાં આમળાનું એક ચમચી ચૂર્ણમાં અડધી ચમચી ઘી અને અડધી ચમચી સાકર સાથે મિશ્ર કરી સવારે ખાવાથી રાહત મળે છે. જો માથાના દુખાવાનું કારણ વાયુ દોષ હોય તો માથાના પાછળના ભાગમાં ડોકથી ઉપરની બાજુએ દુખાવો થાય છે. અને થોડી-થોડી વારે જુદી જુદી જગ્યાએ દુખાવા નો અનુભવ થયા કરે છે. સાથે પેટમાં અપચાની ફરિયાદ પણ રહે છે.

હાથની પહેલી આંગળીને હાથના અંગુઠાના મૂળ પાસે રાખી ટચલી આંગળી સિવાયની બંને આંગળીઓને અંગુઠાની ટોચ સાથે મેળવવાથી અપાનવાયુ મુદ્રા બને છે. 45 મિનિટ સુધી દરરોજ આ મુદ્રા કરવાથી વાયુથી થતો માથાનો દુખાવો અને પેટનો દુખાવો ચોક્કસ મટે છે. વાયુ દોષના કારણે થતા માથાના દુખાવામાં હૂંફાળા પાણી સાથે હરડે ચૂર્ણ લેવાથી પેટ સારી રીતે સાફ થાય છે. અને વાયુ દૂર થવાથી દુખાવો મટે છે. પાણીમાં થોડુંક સૂંઠ નાખી ને ઉકાળીને તે પાણી થોડા થોડા સમયે હૂંફાળું પીવાથી ગેસના કારણે થતો માથાનો દુખાવો મટે છે.

અડધી ચમચી અજમાને અધકચરો ખાંડી તેમાં બે ચપટી સંચળ મિક્સ કરી કરી હૂંફાળા પાણી સાથે લેવાથી વાયુના કારણે થતો માથાનો દુખાવો મટે છે. લસણની બે થી ત્રણ કરીઓને ચપટી મીઠું નાખીને જમતી વખતે લેવાથી વાયુમાં થતો માથાનો દુખાવો મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top