ઘઉંના લોટની નહિ પણ આ લોટની રોટલી ખાવાથી નહી જવું પડે જીમ, આ ઉપરાંત કબજીયાત, શરદી અને પુરુષત્વ માં કરે છે ખુબ જ ફાયદા

ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે.ચણાના લોટની રોટલી એક નહિ, પણ અનેક ગુણોથી ભરપૂર છે. આ રોટલી અનેક બીમારીઓને શરીર પર હાવી થતા અટકાવે છે. ચણાના લોટની રોટલી એટલે બેસનની રોટલી. ચણાના લોટની રોટલી શરીરમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કરે છે. ચણા લોહીને સાફ કરવાનું કામ કરે છે, ત્યારે આ હેતુથી ચણાની રોટલી બહુ જ ગુણકારી છે.

જો અવાજમાં કોઇ તકલીફ લાગે તો રોજ શેકેલા ચણા તમારા અવાજને સાફ કરી દે છે. એને રાતે પાણીમાં પલાળીને ખાવાથી બોડીમાં પણ તાકાત આવે છે. ચણા ખાસ કરીને કિશોર, યુવાનીઓ અને મહેનત કરનાર દરેક લોકો માટે એક ખૂબ જ પૌષ્ટિક નાશ્તો હોય છે.આ રોટી સ્કીન સંબંધી રોગ જેમ કે દાદર, ખણ, એક્ઝિમામાં ખૂબ ફાયદાકારક હોય છે.

ચણાના લોટની રોટલી ખૂબ જ ટેસ્ટી હોય છે. એના ફોતરાં સહિત ચણાને પીસી ને રોટલી બનાવવી. આ લોટની રોટલી બનાવીને ખાવાથી ઘણા ગુણકારી ફાયદા થાય છે. જો આ લોટમાં થોડોક ઘઉંનો લોટ મિક્સ કરી દો તો એને મિસ્સી કહેવામાં આવે છે. આ રોટલી ચામડીને લગતી બીમારીઓ જેવા કે ખંજવાળ, ધાધર, ખરજવું, એક્જીમાં માં ખુબ જ ફાયદાકારક છે, તેમાં શકભાજી નો રસ ભેળવી દેવાથી તે આનાથી વધુ ગુણકારી થઇ જાય છે.

બાળકોને મોંઘી બદામ ને બદલે કાળા ચણા ખવરાવવા જોઈએ તેનાથી તે વધુ સ્વસ્થ રહેશે. જ્યાં એક ઈંડામાં ૧ ગ્રામ પ્રોટીન અને ૩૦ ગ્રામ કેલેરી ઉષ્મા ની પ્રાપ્તિ થાય છે, ત્યાં આ ભાવના કાળા ચણા માં ૪૧ ગ્રામ પ્રોટીન અને ૮૬૪ કેલેરી ઉષ્મા પ્રાપ્ત થાય છે. જો ડાયાબીટિસ છે તો ખાણી-પીણીને લઈને વિશેષ સતર્કતા રાખવી પડે છે.

ડાયાબીટિસમાં ભૂખ પણ વધારે લાગે છે એવામાં તમારૂં ડાયટ એવું હોવું જોઈએ જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે. જેના માટે ચણાના લોટની રોટલીથી વધારે સારો ઓપ્શનકોઈહોઈશકેનહીં. એટલું જ નહીં જે બ્લડ પ્રેશર, શારીરિક નબળાઈ અને શરીર પરની વધારાની ચરબી દૂર કરવા માગે છે. માટે બેસનની રોટલી સારો ઓપ્શન છે.

શેકેલા ચણા ખાવાથી ડાયાબિટીઝના રોગમાં પણ લાભ મળે છે. શેકેલા ચણા ગ્લૂકોઝના પ્રમાણને ઓછુ કરે છે જેનાથી ડાયબિટીઝનો રોજ કંટ્રોલમાં રહે છે. ડાયબિટીઝ રોગીઓને પ્રતિદિવસ શેકેલા ચણા ખાવવાથી બ્લડ સુગરનું લેવલ ઓછું થયા છે. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા શેકેલા ચણા સાથે દૂધનું સેવન કરવાથી શ્વાસ નળીના અનેક રોગો દૂર કરે છે. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોવાના કારણે બેસનની રોટલી ખાધા બાદ તે મોડેથી બ્લડમાં પહોંચે છે અને તેથી શુગર લેવલ વધી શકતું નથી. એટલા માટે તે વજન ઓછું કરવા માગતા લોકો માટે દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

સેલેનિયમ, પોટેશિયમ, વિટામિન એથી ભરેલો બેસન માંસપેશિઓને મજબૂત બનાવવામાં કારગત નીવડશે.પ્રોટીનયુક્ત બેસન માંસપેશિઓની નબળાઈને દૂર કરે છે. હાડકાઓ માટે પણ બેસન ફાયદાકારક છે. જેને આસ્ટિયોપોરેસિસ હોય અથવા હાડકા નબળા હોય તેમણે બેસનની રોટલી રોજ ખાવી જોઈએ કારણ કે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસફરસ હોય છે જે હાડકાં માટે જરૂરી છે.

બેસનમાં એક એવું તત્વ હોય છે જે મગજમાં ઉપસ્થિત ફોલેટ બ્રેન સેલ્સને એક્ટિવેટ કરે છે. જેનાથી મગજ પણ તેજ ચાલે છે. જો અનિદ્રાની તકલીફ હોય અથવા તો મગજ અશાંત રહેતું હોય અથવા તો તણાવ હોય તો રોજ બેસનની રોટલી ખાવી જોઈએ. કારણ કે તેમાં રહેલું એમીનો એસિડ, ટ્રિપ્ટોફૈન અને સેરોટોનિન જેવી તમામ સમસ્યાઓને ઠીક કરવાનું કામ કરે છે.

પ્રેગ્નેન્સીમાં પણ બેસનમાંથી બનેલી રોટલી ખાવાથી માતા અને બાળક એમ બંનેને ફાયદો થાય છે. કારણ કે તેમાં ફોલેટ અને આર્યન વધારે હોય છે જે બાળકને જન્મજાત બીમારીથી બચાવવામાં મદદ કરે છે. પીરિયડ્સમાં થનારી તકલીફો પણ બેસન લાભદાયી છે. આયર્ન હોવાના કારણે વધારે બ્લીડિંગ પણ થતું નથી.

ચણા ના લોટ ની રોટલી સાથે  દૂધનું સેવન કરવાથી સ્પર્મની પાતળાપણું દૂર થાય છે અને વીર્ય જાડુ થયા છે. જો કોઇ પુરૂષનું વીર્ય પાતળું હોય તો ચણાની રોટલી  ખાવાથી રાહત મળશે. ચણાના લોટ ની રોટલી  મધ સાથે ખાવાથી નપુંસકતા દૂર થઇ જાય છે અને પુરૂષત્વમાં વૃદ્ધિ થયા છે. ચણા ના લોટ રોટલી  ખાવાથી રક્તપિત્તનો રોગ પણ દૂર થયા છે.

ચણા પાચન શક્તિને સંતુલિત અને બ્રેઇન પાવરને પણ વધારે છે. ચણાથી લોહી સાફ થયા છે જેનાથી સ્કીનમાં ચમક આવે છે. ચણામાં ફોસ્ફરસ હોય છે જે હીમોગ્લોબિનનું લેવલ વધારે છે અને કિડનીમાંથી એકસ્ટ્રા સોલ્ટને દૂર કરે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે, તેમને દરરોજ ચણા ખાવવાથી ઘણી રાહત મળે છે. કબજિયાત શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બને છે. કબજિયાત થવા પર દિવસભર આળસ અનુભવ કરો છો અને પરેશાન રહો છો.

જો કોઇ સ્થુળતાની બીમારીથી પીડાતા હોય તો તેમના માટે શેકેલા ચણા ખુબજ ફાયદાકારક રહશે. દરરોજ શેકેલા ચણા ખાવાથી સ્થુળતાની સમસ્યાથી રાહત મળે છે. તેનું સેવન શરીરથી વધારે ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. ચણાના લોટથી ચહેરાને સુંદર બનાવવો એ કોઈ નવી વાત નથી. કારણકે પ્રાચીન કાળથી લોકો આનો ઉપયોગ કરતા આવ્યા છે અને ખરેખર આનાથી ફાયદો પણ થાય છે. આને ફેસ પર લગાવવાથી ચહેરાની માટી અને ઓઈલી સ્કીન દુર કરી શકાય છે.

બેસનને પિમ્પલ પર લગાવવાથી તે દુર થાય છે. આના માટે બેસન, ચંદનનો પાવડર, હળદર અને દૂધ મેળવીને ચહેરા પર ૨૦ મીનીટ સુધી રાખો. આને અઠવાડિયામાં ૩ વાર ચોક્કસ લગાવવું. આમ કરવાથી એકને પિમ્પલ દુર થશે. ઉપરાંત ખીલને કારણે થયેલ કાળા દાગ-ધબ્બા દુર થઈ સ્કીન ગોરી બને છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયા છે. રોગ પ્રતિકારક શક્તિ વધવાથી  ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે, સાથે જ તેનાથી હમેશાં ઋતુ બદલાવવા પર થતી શારીરિક મુશ્કેલીઓ પણ નથી થતી.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!