ગમેતેવા વા ના કે સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા અપનાવવા જેવો આયુરવેદિક ઈલાજ, અહી ટચ કરી જાણો

શરીરના કોઈ પણ સાંધામાં દુ:ખાવો અને સોજો આવે તેને સાંધાનો વા કહેવામાં આવે છે. અમુક દર્દીમાં બિમારીની શરૂઆતમા સાંધામા ફક્ત દુ:ખાવો હોય છે, સોજા પાછળથી આવે છે. શરીરનું જનીન બંધા૨ણ અને વાતાવ૨ણ સાંધાના વાની શરૂઆતમાં ભાગ ભજવે છે. આ વાતાવ૨ણનું તત્વ બેકટેરીયા, વાય૨સ કે અન્ય જંતુઓ હોઈ શકે છે. અમુક ચેપી રોગ, દવાઓ, કેન્સ૨ જેવી બિમારીથી પણ સાંધાનો વા થઇ શકે છે.

મેથી નું ચૂરણ છે ઉત્તમ:

રોજ ગાજરનો રસ પીવાથી સાંધાના દુઃખાવામાંથી દુખાવાથી છુટકારો મળે છે. તેમા પણ જો આમળાનો રસ મિક્સ કરવામાં આવે તો તે વધુ ગુણકારી બની જાય છે.
મેથી ગેસ અને કફ બંન્ને ને મિટાવનારી ઔષધિની જેમ કાર્ય કરે છે. રોજ 5 ગ્રામ મેથીનુ ચૂરણ સવાર-સાંજ ખાવાથી વા રોગ દૂર થઈ જાય છે. મેથી અને સોંઠને સમાન માત્રામાં મિક્સ કરીને બારીક ચૂરણ બનાવીને રાખી મુકો. આ ચૂરણને 5-5 ગ્રામની માત્રામાં ગોળ મિક્સ કરીને સવાર-સાંજ ખાવાથી વા અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.

સાંધા ના દુખાવા માટે નું ઘરે બનાવેલ તેલ :

જાયફળ ને સરસિયાના તેલમાં મિક્સ કરીને ના જૂના સોજા પર માલિશ કરવાથી લાભ થાય છે. આ સંઘિવાતના કારણે અકડાયેલ સંધિ-સ્થળને ખોલે છે. જેનાથી વા ના દુખાવાથી રાહત મળે છે. જાયફળનુ ચૂરણ મધ સાથે સેવન કરવાથી વા ના દુખાવો દૂર થાય છે.

બટાકાનો રસ અને સૂંઠ :

દરરોજ 100 મિ.લી બટાકાનો રસ પીવાથી વા ના દુઃખાવામાંથી છૂટકારો મળે છે, પરંતુ તેને ભોજન કરતા પહેલાં પીવાથી ફાયદો થાય છે. સુંઠ એટલે કે સુકાયેલું આદુ જે ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેને વાની સમસ્યા હોય તેના માટે બહુ ફાયદાકારક છે. તેનું સેવન ગમે ત્યારે કરી શકો છો. તેમજ સૂંઠ વા ના રોગો માટે સૌથી ઉત્તમ દવા છે. જે શરીરના કોઈ પણ અંગમાં દુખાવો થાય ત્યારે થોડુક સૂંઠનું ચૂરણ ફાંકી લેવું. તેનાથી દુ:ખાવાથી તરત જ રાહત મળશે.

એલોવીરા જેલ છે ફાયદાકારક:

વા ના દુઃખાવામાંથી રાહત મેળવવા માટે એલોવેરા જેલ તેના પર લગાવવું. તેનાથી દુઃખાવામાં જલ્દી રાહત થઈ જાય છે. વા ના દર્દીઓ માટે લસણ બહુ ફાયદાકારક હોય છે. તો તેનું સેવન કરવાનું પસંદ ન કરતા હોવ તો તેમાં સંચળ, જીરું, હીંગ, કાળા મરી અને સૂંઠ જેની વસ્તુઓને 2-2 ગ્રામ જેટલી લઈને પેસ્ટ બનાવીને એરંડાના તેલમાં ફ્રાય કરો. તેને દુઃખાવો થતો હોય તે જગ્યા પર લગાવો. લસણથી પેટનો દુ:ખાવો, ગઠિયા, ગળાની બીમારી વગેરેમાં પણ એક દવા જેવું કામ કરે છે.

એરંડાના તેલની માલિશ:

વા ના કારણે સાંધામાં વધારે દુઃખાવો થતો હોય ત્યારે એરંડાના તેલની માલિશ કરવી. તેનાથી દુઃખાવામાં જલ્દીથી રાહત મળે છે. અને સાથે સોજા પણ ઓછા થઈ જાય છે. વા ના દુઃખાવામાંથી છૂટકારો મેળવવા માટે સ્ટીમ બાથ લેવું અને પછી જૈતૂનનાં તેલથી માલિશ કરવી તેના થી રાહત મળે છે,  વા ના દર્દીએ રાહત મેળવવા માટે પાલકના પાનનો રસ રામબાણ ઈલાજ છે.

પાલકના રસ થી મળશે કયાં માટે છૂટકારો :

દરરોજ 15 ગ્રામ પાલકનાં પાનનો રસ પીવો પરંતુ તેના સ્વાદ માટે કઈં મિક્સ કરી શકો છો. આ ઉપાય સતત ત્રણ મહિના સુધી કરવા થી હંમેશા માટે રાહત મળશે. 10 ગ્રામ અજમાનું તેલ 10 ગ્રામ પિપરમેન્ટ અને 20 ગ્રામ કપૂર ત્રણને બરાબર રીતે મિક્સ કરીને એક બોટલમાં રાખો.

અજમાના તેલ નો ઉપયોગ:

જ્યારે પણ કોઈ પણ પ્રકારનો દુઃખાવો કે, માથાનો, કે કમરનો દુખાવો થાય ત્યારે અજમાનાં તેલનો ઉપયોગ કરવાથી તરત લાભ થાય છે. તેમજ તેના થોડાક ટીપાં લઈ માલિશ કરવાથી દુખાવામાંથી રાહત મળે છે. અજમાના તેલની માલિસ કરવાથી સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા તથા શરીરના અન્યભાગોમાં થતાં દુખાવાને પણ દૂર કરે છે. વા ના દુ:ખાવામાં ગાજર બહુ ફાયદાકારક છે. ગાજરને ગરમ પાણીમા ઉકાળીને પણ તેનું સેવન કરી શકાય છે. પરંતુ કાચા ગાજરનો રસ પીવાથી વધારે લાભ થાય છે. ગાજર ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળે છે.

દૂધ અને પાણી બરાબર માત્રામાં મિક્સ કરીને લસણ અને વાયવ ડિંગને તેમા ઉકાળો. જ્યારે પાણી બળી જાય તો દૂધને ઉતારી લો. તેને ગાળીને ઠંડુ કરીને પીવો. આ મિશ્રણથી માંસપેશીયો મજબૂત થાય છે. લસણ ને અડદના વડા બનાવીને તલના તેલમાં તળીને ખાવાથી સંધિવાત અને અન્ય બીમાઅરીઓમાં રાહત મળે છે.

વા ના એકસો થી વધારે પ્રકાર છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ આમાંનો એક પ્રકાર છે. દુનિયામાં સૌથી વધારે લોકો આ વાથી પીડાય છે. સામાન્ય રીતે આ વા ના લક્ષણ ૫૦ વષઁની ઉમર પછી દેખાય છે, સ્ત્રીઓમાં અને વધારે શ્રમ કરતા પુરુષોમાં આ વા વધારે જોવા મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!