આખા આયુર્વેદમાં પથરીના દુખાવા માથી છુટકારો મેળવવાનો આનાથી સારો બીજો ઉપચાર નથી, દુખાવો થઈ જશે તરત જ ગાયબ

સેન્દ્રિય પદાર્થો, ખનિજ પદાર્થો, યુરિયા, યુરિક ઍસિડ, ફૉસ્ફરિક ઍસિડ, ઍસિડ, મીઠું, ચૂનો વગેરે માંથી મુખ્યત્વે કરીને ફૉસ્ફરિક ઑકઝેલિક ઍસિડની અને લિથિક ઍસિડની જ પથરીઓ બંધાય છે. ટૂંકમાં કહીએ તો મૂ-ત્રમાં રહેલા કેટલાક તત્વો જામી જવાને લીધે પથરી બંધાય છે.

કચ્છ જેવા પ્રદેશમાં પથરીના રોગીઓ વધુ જોવામાં આવે છે. મોટા માણસ કરતાં નાનાં બચ્ચાંને પથરીનો રોગ વિશેષ થાય છે, કારણ કે તેમનો સાંકડો મૂ-ત્રમાર્ગ હોય છે. સ્ત્રીઓ માં પથરીના કેસો બહુ જ ઓછા મળે છે, કારણ કે મૂ-ત્રમાર્ગ લાંબો અને પહોળો હોય છે. પેશાબની પથરી ત્રણ જગ્યાએ મળી આવે છે, કોઈક વખતે મૂ-ત્રપિંડ, કોઈક વખતે મૂત્ર-નળ માં અને કોઈક વખતે મૂ-ત્રા-શય માં, મોટે ભાગે મૂ-ત્રા-શય અથવા બસ્તિ-માં જ પથરી બંધાય છે.

મૂ-ત્ર-પિંડની પથરી પેશાબ સાથે મૂ-ત્રા-શયમાં ઊતરી જાય છે તો કંઈ જ જણાતું નથી, પણ જો તે પથરી મોટી હોય છે તો મૂ-ત્ર-નળમાં અટકે છે, અને એ વખતે અસહ્ય વેદના થાય છે. એનાં  લક્ષણો સાધારણ રીતે વાયુની ચૂંકને મળતાં આવે છે. પેટમાં અતિશય દુખે છે, ઊલટી થાય છે, દર્દી તરફડિયાં મારે છે, દર્દી પરસેવાથી  રેબઝેબ થાય છે, આવી પીડા થોડો વખત રહે છે. પથરી મૂ-ત્રા-શયમાં ઊતરી જાય એટલે આ બધાં ચિહ્નો જણાતાં બંધ થાય છે.

તલનાં ડુંડાની ભસ્મ કરી તેમાંથી ક્ષાર કાઢી લેવો. આ ક્ષાર ત્રણ દિવસ સુધી મધ અને દૂધ સાથે પીવાથી સાધારણ પથરી ગળી જાય છે. તલનો, અધેડાનો, કેળનો, એખરાનો, ખાખરાનો અને જવનો આ બધાના શુદ્ધ ક્ષારો ઘેટીના મૂ-ત્ર સાથે પીવાથી પથરી મટે છે.

શરપંખ નામની વનસ્પતિ દરેક સ્થળે થાય છે. એના પાનનો રસ એક તોલા જેટલો કાઢવો. તેમાં અડધો તોલો સાકર મેળવવી. રોજ એક વખત પીવાથી પથરી માં લાભ થાય છે. વાયવરણાની છાલ, સુંઠ અને ગોખરું સરખે ભાગે લઈ જાડો ભૂકો કરવો. પછી તેનો ઉકાળો બનાવવો એ ઉકાળમાં 2 તોલો જવખાર અને પા તોલો ગોળ મેળવીને બે વખત પીવો.

શિલાજીત, અરડુશીનાં પાન, જવખાર, નગોડનાં પાન, એરંડીનાં મૂળ, પાષણભેદ. આ વસ્તુઓ પાંચ પાંચ તોલા લઈ ભૂકો કરી 14 પડીકાં કરવાં. ઉકાળાની રીત રોજ 1 ભાગ ઉકાળી તેમાં બે રૂપિયાભાર એરંડીયું મેળવી પીવું, મુળાના પાનના રસમાં પોટેશ્યમ નાઈટ્રેટ નાખી પીવાથી પથરી મટે છે.

1 ચમચી અશ્વગંધાનું ચુર્ણ તાજી મોળી છાસ સાથે નીયમીત સવાર, બપોર, સાંજ લેવું. અશ્વગંધાનાં સુકવેલાં મુળીયાં એ જ નામે બજારમાં આખાં તેમજ ચુર્ણરુપે મળે છે. ડુંડા ની રાખ કરી એમાંથી ક્ષાર કાઢવો. આ ક્ષાર, બબ્બે વાલ જેટલો રોજ બે વખત મધ અને દૂધ સાથે લેવો. નાળીયેરના પાણીમા લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી દૂર થઈ જાય છે.

નાનાં અને મોટાં બંને જાતનાં ગોખરું, પાષાણભેદ, સાગનાં બીજ, કાકડીના બીજ, સાટોડીનાં મુળ, ભોંયરીંગણીનાં મુળ અને ગળો દરેક સો-સો ગ્રામ અધકચરાં ખાંડી, તેમાંથી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળીને ઠંડુ કરી આ ઉકાળેલું પાણી પીવાથી મુ-ત્રમાર્ગની પથરી તેમ જ મુ-ત્રમાર્ગ અને કીડનીના રોગો મટે છે

લીંબુના રસમાં સીંધવ મેળવી કેટલાક દીવસ સુધી નીયમીત પીવાથી પથરી ઓગળી જાય છે. સાકરટેટી કે ચીભડાનાં બીને પાણીમાં પીસી, ગાળીને પીવાથી પથરી મટે છે. ગોખરુ, પાષાણભેદ, સાકર એલચી અને શંખજીરું સરખે ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવું. સવારસાંજ પા તોલો ચૂર્ણ પાણી સાથે લેવું. દરરોજ સવારે નરણા કોઠે 10-12 કાજુ ચાવીને ખાવાથી પથરી મટે છે

પથરી અને સોજામાં  જવ ફાયદો કરે છે. આશરે 100 ગ્રામ જવને અધકચરા ખાાંડી, બે ગ્લાસ જેટલા પાણીમાં ચાર પાંચ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે એને ગાળીને પીવું. એને બાલ વૉટર પણ કહે છે. આ બાલ વૉટર સવાર-સાંજ તાજું બનાવીને પીવાથી થોડા દીવસમાં મુ-ત્ર માર્ગની પથરીમાં રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!