માત્ર 10 જ મિનિટમાં ગમેતેવા દરેક પ્રકારના અસહ્ય પેટના દુખાવાથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પેટમાં દુખાવો થવો એટલે અત્યારના સમયમાં સામાન્ય કહી છે. ઘણા બધા કારણો છે કે જેનાથી તમારા પેટમાં દુખાવો થઈ શકે, ઘણીવાર પેટના દુખવાના કારણ એટલા ગંભીર નથી હોતા, દુખાવા ના લક્ષણો ઘણીવાર ફટાફટ નીકળી જતાં હોય છે. કબજિયાત, પેટમાં ગેસ, અપચાને કારણે પણ પેટમાં દુખાવો થતો હોય છે. પણ કેટલીક વસ્તુઓ એવી છે જે પેટના દુખાવામાં રામબાણ દવાનું કામ કરે છે. તો ચાલો જાણી લો પેટના દુખાવા મટેના ઘરેલુ ઉપચારો.

પાંચ-પાંચ ગ્રામ આદુ અને ફુદીનાના રસમાં એક ગ્રામ સિંધવ નાખી પીવાથી પેટનું શૂળ મટે છે.  500 ગ્રામ પાકાં જાંબુ લઇ તેનો રસ કાઢવો. એને કપડાંથી ગાળી છઠ્ઠાભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશમાંભરી મજબૂત બૂચ મારી એક અઢવાડિયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ 50-60 ગ્રામ દિવસમાં ત્રણવાર પીવાથી પેટનો દુખાવો મટે છે

જાયફળ અને લીંબુનો રસ ભેગો કરી પીવાથી પેટનો દુખાવો દુર થાય છે. જાયફળને વાટીને તેમાં એક લીબુંનો રસ કાઢી મિક્ષ કરીને જ્યુસ બનાવો અને આ જ્યુસ પી જવાથી પેટનું દર્દ થોડા સમયમાં નાશ પામે છે. ફુદીનાના રસમાં મધ ભેળવી લેવાથી પેટની દુખાવામાં રાહત થાય છે. લાંબા સમયથી થતો દુખાવો પણ દુર થાય છે. સાકરના દુધમાં એકથી બે ચમસી દીવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટના અનેક જાતના દર્દો મટે છે.

ખાવાનો સોડા પાણી સાથે ફાકવાથી ખાડા ઓડકાર સાથે પેટનો દુ:ખાવો મટે છે. આંકડાના પાનને ગરમ કરી પેટ પર બાંધવાથી પેટનો દુ:ખાવો મટે છે. આદુ અને લીંબુના રસમાં 1 ગ્રામ મરીનું ચૂર્ણ નાખી પીવાથી ઉદર શૂળ મટે છે.

જો પિત્ત વગરનો પેટનો દુ:ખાવો હોય તો રાયનું ચૂર્ણ નાની પા ચમચી અને એક ચમચી સાકરનું ચૂર્ણ મિશ્ર કરી લેવાથી વાયુનું શમન થતાં પેટનો દુખાવો મટે છે. લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી પેટનો દુખાવો મટે છે. અજમો અને મીઠું વાટી તેની ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે. 3 ગ્રામ કોથમીર, જીરાહિંગ, કાળા મરી અને સિંધવ તમામને મીક્ષ કરી પેચ બનાવી સેવન કરવાથી પેટના દુખાવામાં તાત્કાલિક આરામ મળે છે.

ડીકામારી જેવી દવાનું ચૂર્ણ 1 થી 2 ગ્રામ નવશેકા પાણી સાથે લેવું.અથવા એક લીંબુના ચાર ચીરા થાય તેમ કાપી તેમાં ડીકામારીની ભૂકી ભભરાવી લીંબુ આગમાં શેકી લઇ, ઠર્યા બાદ લેવાથી પેટનું દર્દ દુર થાય છે. જીરું, સંચળ, સુંઠ, હરડે 15-15 ગ્રામ તથા હિંગ 5 ગ્રામ લઈ, ચૂર્ણ બનાવી, તેમાં લીંબુનો રસ નાખી ચણા જેવડી ગોળીઓ બનાવી, બેથી 4 ગોળી રોજ ગરમ પાણી સાથે આપવાથી દરેક જાતનો પેટનો દુખાવો મટે છે.

એલચીનું ચૂર્ણ 0.7 ગ્રામ થી 1 ગ્રામ અને શેકેલી હિંગ 0.16 ગ્રામ લીંબુના થોડા રસમાં મેળવી લેવાથી પેટનો દુખાવો મટે છે. બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુ ના રસમાં થોડી સાકર નાખી પીવાથી પેટનો દુ:ખાવો મટે છે. રાયને તેલવાળી કરી ગળવાથી પેટમાં આવતી ચૂંક મટે છે. લીંબુના રસમાં ½ થી 1 ગ્રામ પાપડખાર નાખી લેવાથી પેટની પીડા મટે છે. લવીંગના તેલમાં 2-3 ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો દુ:ખાવો મટે છે.

હિંગ, છીકણી કે સંચળ નાખી ગરમ કરેલું તેલ પેટ પર ચોપડવાથી અને શેક કરવાથી પેટમાં દુ:ખતું હોય તો મટે છે. લીંબુની બે ફાડ કરી મીઠું, મરી અને જીરું છાંટી ગરમ કરી ચૂસવાથી પેટનો દુ:ખાવો મટે છે. પીસેલી સૂંઠ, સિંધવ અને થોડી હિંગ પાણીમાં મેળવી લેવાથી કબજિયાત અને અપચાનું નિરાકરણ થવાથી પેટનો દુખાવો પણ નાશ પામે છે.

અપચો અને તેના કારણે થનારા દુખાવામાં વરીયાળી સહાયક થાય છે. આ સિવાય વરીયાળીથી ગેસ અને સોજા બાબતની સમસ્યા પણ દુર થાય છે. એક કપ પાણીમાં એક ચમસી વરીયાળી નાખીને તેને 10 મીનીટ સુધી ઉકાળો. આ પછી ઠંડી થયા બાદ તેને ગાળીને તેમાં મધ ભેળવીને પીવાથી પેટ દુખાવા સંબંધી સમસ્યા દુર થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top