ઉનાળાની ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યાથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ

ઉનાળાની ઋતુમાં નાકમાંથી લોહી નીકળવું પ્રમાણ વધુ જોવા મળે છે. વધારે પડતી ગરમી, તાપના કારણે નાકની નાજુક નસોમાંથી લોહી નીકળવા માંડે છે. આ સમસ્યા બાળકો તથા ઉંમરલાયક વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. ખૂબ જ લોહી નીકળી ગયું હોય તો ક્યારેક લોહી ચડાવવું પણ પડે છે. આજે અમે તમને નસકોરી ફૂટવા પર કરવાના આયુર્વેદિક ઉપચારો વિશે જણાવીશું.

દરરોજ સવારે અડઘી વાટકી જેટલું કોપરું ચાવી ચાવીને ખાતા રહેવું. નિયમિત આ રીતે કોપરું ખાતા રહેવાથી લાંબા ગાળે નસકોરી ફૂટવાની ફરિયાદ દૂર થાય છે.  નસકોરી ફૂટી હોય તો દાડમાના રસનાં નાકમાં ટીપાં મૂકવાં. નસકોરી ફૂટે ત્યારે ગોટલીનો રસ નાકમાં મૂકવાથી રાહત મળે છે. દાડમના ફૂલ અને લીલી ધરોને પથ્થર પર છૂંદી, લસોટી થોડું પાણી મૂકી વસ્ત્રથી દબાવી ત્રણ-ચાર ટીપાં નાકમાં મૂકવાથી થોડી વારમાં જ નસકોરી બંધ થાય છે.

તાજી ડુંગળી કાપીને તેના ટુકડા સુંઘવાથી કે નાક પાસે થોડી વાર રાખવાથી તમારા નાક માંથી લોહી આવવાનું બંધ થઇ જશે. થોડા પ્રમાણમાં સુહાગા લેઈને થોડા પાણીમાં ઘોળીને મિશ્રણ બનાવી લો. તેને નાક ઉપર લગાવવાથી નસકોરી ફૂટવા ઉપર આરામ મળે છે. બિલી ઝાડના તાજા પાંદડા તોડી તેનો રસ કાઢી લો. પછી તે પાણીમાં ભેળવીને પીવો તમારા નાકમાંથી લોહી આવવાની તકલીફ નહી થાય.

આમળાના ચૂર્ણને દૂધમાં કાલવી જાડી થેપલી કરી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર માથા પર બાંધી રાખવામાં આવે તો વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે. આંબાની ગોટલીના રસનું નસ્ય લેવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. ખટમીઠા દાડમના 100 ગ્રામ રસમાં 20 ગ્રામ સાકર મેળવી રોજ બપોરે પીવાથી ગરમીના દિવસોમાં નસકોરી ફૂટતી હોય તો તે બંધ થાય છે. ગાયના ઘીનાં ટીંપા નાકમાં પાડવાથી નસકોરી મટે છે.

ડધા લીટર પાણીમાં લગભગ એક ચમચી મુલતાની માટી નાખીને રાત આખી રહેવા દો. પછી સવારે તે પાણીને ગાળીને પી લો. તે તમારા નાક માંથી લોહી વહેવાને અટકાવી દેશે. ઘણી જૂની નસકોરી ફૂટવાનો રોગ છે, તો પછી તમે દૂધ સાથે એક નાની ચમચી ગુલકંદ સવારે અને સાંજે ખાવાથી લાભ થશે.

તાળવા ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી નસકોરી મટે છે. દહીંમાં મરી અને જૂનો ગોળ નાખી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. વડની છાલ, કૂણાં પાન કે કૂણી કુંપળોનો ઉકાળો પીવાથી નસકોરીમાં ફાયદો થાય છે. ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળું લોહી બંધ થાય છે. કાયમ નસકોરી ફૂટતી હોય તો દરરોજ સવાર-સાંજ એક કપ દૂધમાં એક ચમચો ઘી નાખી નિયમિત પીવાથી લાભ થાય છે.

દરરોજ એક કપ દૂધમાં એક ચમચો દહીં મેળવી નિયમિત પાવાથી નસકોરી ફુટવાની ફરિયાદ દૂર થાય છે. દાડમના દાણાનો રસ દિવસમાં ચાર-પાંચ વાર સાકર નાખી પીવાથી નસકોરી ફૂટવાનું મટે છે. અરડૂસીનાં પાનનાં ટીપાં નાકમાં મૂકવાથી નસકોરીનું લોહી અટકે છે. આંબાની ગોટલીના રસનો નાસ લેવાથી નાકમાંથી લોહી પડતું બંધ થાય છે.

નસકોરી ફૂટે ત્યારે માથુ આગળની તરફ નમાવીને રાખવું. એ પછી નાકથી શ્વાસ લેવાને બદલે મોંથી શ્વાસ લેવો જોઈએ. નાકમાંથી લોહી નીકળે ત્યારે દર્દીને પથારીમાં સુવડાવી દો. સરસિયાના તેલને સહેજ ગરમ કરીને રૂથી નાકમાં નાખો. લોહી બહુ જ આવતું હોય તો લોહીને નાકના છીદ્રમાં મુકી દો.

દ્રાક્ષના રસના પાંચ ટીપાં નાકમાં ટપકાવવાથી નસકોરીના રોગમાં ફાયદો થાય છે. ગરમીમાં નસકોરી ફૂટે તો માથાને મૂંડાવી તેના પર ગાયના ઘીની માલિશ કરવી જોઈએ. માથા પર લાલ કે પીળુ ચંદન, મુલ્તાનની માટીનો લેપ લગાવવાથી ગરમીમાં ફૂટનારી નસકોરી મટી જાય છે. જૂની શરદી અથવા નજલાને કારણે જો નસકોરી ફૂટે તો સૌ પ્રથમ આનો ઉપચાર કરવો જોઈએ. ઘસેલા લાલ ચંદનમાં સાકર મેળવી પીવડાવવાથી પણ રોગમાં ફાયદો થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!