કોઈ પણ પ્રકાર ના માથાના દુખાવા માટે અમૃત સમાન છે આ ઔષધિ, ફાયદા જાણી ને ચોંકી જશો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નગોડ ના પાન બાફ-વરાળ લેવાનાં કામમાં બહુ વપરાય છે. માથું, હાથ, પગ, પીઠ, સાંધાનાં દુઃખાવામાં તેનાં પાન બાંધવામાં આવે છે વાયુનાં રોગોમાં નગોડ ઘણી ઉપયોગી છે. આયુર્વેદ પ્રમાણે નગોડ સ્વાદમાં તીખી અને કડવી, ગરમ, પચવામાં હળવી, કફ અને વાયુનું શમન કરનાર છે.

નગોડ ના પાન માસિક લાવનાર, બળપ્રદ, રસાયન, કેશ અને નેત્રો માટે હિતકારી, આંખોનું તેજ વધારનાર, સ્મૃતિશક્તિ વધારનાર, વેદનાશામક તથા યકૃત ઉત્તેજક છે.તે શિરઃશૂળ, રાંઝણ-સાયટીકા, આમવાત, કમરનો દુઃખાવો, સાંધાનો સોજો તથા દુખાવો, માસિકનો અટકાવ, અરુચિ, તાવ, કંઠરોગ, શરદી, ઉધરસ, મેદોરોગ તથા સર્વ પ્રકારનાં સોજા અને દુખાવાને મટાડનાર છે.

નગોડ વાયુનાશક, વેદનાશામક અને સોજાને ઉતારનાર છે. કમર, ગરદન, સાંધા વગેરેના દુઃખાવામાં નગોડ, સૂંઠ અને લસણની કળીઓ સરખા વજને (૧૦-૧૦ ગ્રામ) લઈ તેનો ઉકાળો કરી લેવો.

સવાર-સાંજ આ ઉકાળો સંધિવાતહર રસની એક એક ગોળી અથવા એકલો પીવાથી પણ દુખાવામાં સારો ફાયદો થાય છે. તમામ વાયુના વિકારોમાં આ ઉકાળો ઉપયોગી છે. નગોડના પાન સહેજ બાફીને સાંધાના દુખાવા ઉપર બાંધવાથી દુખાવામાં ઘણો ફરક પડે છે. પીવામાં અને બહાર લગાવવામાં એમ બંને રીતે નગોડનો ઉપયોગ હિતકારી છે.

પ્રસૂતિ પછીનો તાવ-સુવાવડીનો તાવ મોટા ભાગે ગર્ભાશયમાં સોજો ચઢવાથી આવે છે. નગોડનો રસ કે ઉકાળો ગર્ભાશયનાં સોજામાં ઘણું સારું કામ કરે છે. નગોડના સેવનથી ગર્ભાશયનો સોજો ઉતરી, ગર્ભાશય સંકોચાઈને દૂષિત રક્તને બહાર કાઢી દે છે. નગોડ કફ અને તાવનાશક હોવાથી તેનાં પાનનો ઉકાળો કરી તેમાં સહેજ મરીનું ચૂર્ણ નાંખી સવાર-સાંજ પીવાથી કફજ જવર એટલે કે શરદીનો તાવ મટે છે.

શરીરમાં કળતર, સાથળનું ફાટવું, કાનમાં બહેરાશ સાથે તાવ હોય તો તેમાં નગોડનો ઉપયોગ અવશ્ય કરવા જેવો છે.ખરતા વાળ, ખોડો અને અકાળે સફેદ થતા વાળની સમસ્યા માટે પણ નગોડ ઉપયોગી છે. કાયમ સારા વાળ કરવા હોય તો નગોડના તેલનું નસ્ય અને નગોડના રસ અથવા ઉકાળાથી માથું ધોવાથી વાળ સારા રહે છે.

રાંઝણના દરદીને નિતંબથી શરૃ કરી છેક પગની આંગળીઓ સુધી (સાયેટિકા નર્વમાં) સળંગ અને એકધારો દુખાવો થતો હોય છે. ઘણા દરદી આખા પગમાં ઝણઝણાટીની પણ ફરિયાદ કરતા હોય છે. આવી સ્થિતિમાં નગોડના પાંદડા અને પાતળી દાંડલી લાવી તેને કુટી પાણી ભરેલી એક તપેલીમાં નાખી ધીમા તાપે ઉકળવા દેવું.

એકાદ કપ જેટલું પ્રવાહી બચે ત્યારે ઉતારી હૂંફાળું હોય ત્યારે જ એમાં એક ચમચી દેશી દિવેલ મેળવી હલાવીને પીવાથી સતત દુખાવો કરતી રાંઝણ પણ મટી શકે છે.એ જ રીતે સાંધા દુખતા હોય, ખટખટ અવાજ આવતો હોય અને ચાલવામાં તકલીફ થતી હોય તો નગોડના મૂળનો અથવા તો પાંદડાનો ઉકાળો કરી એકાદ બે ગ્રામ જેટલો શુદ્ધ ગૂગળ (અથવા તો રાસ્ના ગૂગળ) મેળવી પીવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળી શકે છે.

સાંધાનો દુખાવો થતો હોય ત્યારે તેલની માલિશ કરી નગોડના પાનની પોટલી બનાવી તેનો વરાળિયો શેક કરવો. કમરના દુખાવામાં પણ આ રીતે માલિશ તથા શેક કરી ઉપચાર કરવો.

સખત માથું દુખતું હોય તેવી સ્થિતિમાં નગોડના તેલનું ‘નસ્ય’ આપવું અને નગોડના પાન ગરમ કરી માથા પર તેનું બંધાણ બાંધવું. નગોડનો રસ ગરમ કરી કપાળ તથા લમણા પર લગાવવો.

કાનમાં પરું થયું હોય, દુર્ગંધ મારતી હોય કે કાન બહેર મારી ગયા હોય તો સો ગ્રામ તલતેલ કે સરસિયા તેલમાં ચારસો મિ.લી. નગોડના પાનનો રસ, સિંધવ, લીમડાના પાનનો રસ અને જૂનો ગોળ મેળવી પકાવેલું તેલ કાનમાં નાખવાથી જેતે તકલીફ દૂર થાય છે.માથામાં જૂ-લીખ પડી હોય કે ખૂબ ખજવાળ આવતી હોય તો એના ઉકાળાથી માથું ધોઈ શકાય.

નાના બાળકને કૃમિ હોય તો એને નગોડના રસમાં મધ મેળવીને એકાદ બે ચમચી પાઈ શકાય. નગોડ વાયુ તથા કફનું શમન કરે છે. આયુર્વેદમાં ઉપરોક્ત રોગો ઉપરાંત તેને સોજામાં, નાસૂર કે ગૂમડા થયા હોય તેમાં પ્લીહાવૃદ્ધિમાં, ભગંદરમાં, પ્રદર, શૂલ, ખાંસી, અપચો, આફરો, અપચી, વાઈ, કાકડા, ચામડીના રોગો અને કફવાત તાવ (ફ્લ્યુ)માં તથા મલેરિયામાં પણ વાપરી છે.

ખરતા વાળ, ખોડો અને અકાળે સફેદ થતા વાળની સમસ્યા માટે પણ નગોડનો ઉપયોગ કરવાનું કહ્યું છે. કાયમ સારા વાળ કરવા હોય તો નગોડના તેલનું નસ્ય અને નગોડના રસ અથવા ઉકાળાથી માથું ધોઈ શકાય અને નગોડનો તાજો રસ મધ મેળવીને પી શકાય.

નગોડનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આંખોનું તેજ પણ વધે છે. નગોડના મૂળ, ફળ અનેપાનનો રસ કાઢી તેનાથી ઘી પકાવી લેવું. આ રીતે  થયેલું ઘી પીવાથી ક્ષયથી પીડાતો દરદી વ્યાધિમુક્ત  બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top