તંદુરસ્ત આરોગ્ય અને સૌંદર્ય માટે જરૂર કરો આ દાળ નું સેવન અને ઉપયોગ, વજન ઘટાડવાથી લઈને પેટની દરેક સમસ્યા પણ થશે દૂર 

મસૂરદાળ ની ગણના દ્વિદળ ધાન્ય તરીકે કઠોળમાં થાય છે. યહૂદી અને બીજા પ્રાચીન લોકો આ દ્વિદળ બીવાળા છોડને પ્રાચીન સમય થી વાવતા હતા. અત્યારે પણ મસૂરની દાળ ને યુરોપના દક્ષિણ ભાગમાં વધુ પ્રમાણમાં વાવવામાં આવે છે. ગુજરાતમાં પણ મસૂરદાળ નો પાક પુષ્કળ પ્રમાણમાં થાય છે. મસૂરના છોડ હાથ-દોઢ હાથ ઊંચા વધે છે.

મસૂરદાળ માં ધોળી અને લાલ એવી બે જાતો થાય છે. બંને જાતો ગુણમાં સરખી જ છે. મસૂર ના દાણાનો રંગ બહારથી કાળો હોય છે, પણ અંદરથી તેની દાળનો રંગ લાલચોળ હોય છે. મસૂરની દાળને ‘કેસરીદાળ” પણ કહે હિંદુઓ કરતાં પારસી અને મુસલમાનો મસૂરની દાળ વધુ પ્રમાણમાં વાપરે છે.

મસૂરથી વાયુ થવાનો ભય લાગે તો તેની સાથે તેલનું સેવન કરવું હિતાવહ છે. જેમને ઝાડા બહુ થતા હોય તેવા અતિસારના રોગીઓ માટે મસૂરદાળ ઉત્તમ છે. મસૂરદાળ માં લોહનું પ્રમાણ સારું હોય છે, મરડાવાળાને માટે પણ તે હિતકારી છે. અર્શ (હરસ) હોય તેમને માટે પણ મસૂરની દાળ ગુણકારી છે.

જે લોકોને વજન વધવાનુ ટેન્શન હોય આ ઉપરાંત જે વ્યક્તિ વજન ઘટાડવા ઇચ્છતી હોય તેણે આ દાળનુ સેવન અચૂક કરવુ જોઇએ. વજન ઘટાડવાના મોટાભાગના આહારમાં મસૂર દાળને એક શ્રેષ્ઠ ભાગ માનવામાં આવે છે. તેમાં સંતોષની લાગણી આપવા માટે કાર્બોહાઈડ્રેટસ ની સાચી માત્રા તો હોય જ છે, તેમજ ચરબી ખૂબ ઓછી હોય છે.

મસૂરદાળ માં રહેલ હાઈ ફાઇબરની માત્રા પાચન પ્રક્રિયાને ધીમી કરી દે છે, જે વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે. દરરોજ ભોજનમાં એક કપ મસુર દાળ નું સેવન, વિટામિન, પ્રોટીન અને અન્ય પોષક તત્વ પ્રાપ્ત કરવા માટે પૂરતું છે.

મસૂરદાળ માં રહેલ વધારે માત્રામાં ડાયેટરી ફાઇબરને કારણે શરીરમાં કોલેસ્ટરોલની માત્રાને અસરકારક રીતે ઘટાડી શકે છે. તે શરીરમાં વધારે કોલેસ્ટરોલથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે. તેથી, તે રક્ત પુરવઠામાં વધારો કરે છે અને હૃદયની નિષ્ફળતામાં કોઈપણ પ્રકારનું જોખમ ઘટાડે છે.

મસૂર ની દાળ વિટામીન અને અન્ય પોષક તત્વો જેમ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ નો એક સમૃદ્ધ સ્ત્રોત છે, જે સ્વસ્થ દાંતો અને હાડકાને બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ છે. મસૂર દાળના ફાયદા લેવા માટે તેને  દરરોજના ભોજનમાં જરૂર શામેલ કરો.

જ્યારે ચહેરા ઉપર ડાઘ ધબ્બા અને ખીલ થઇ જાય તો ચહેરાની રંગત અને રૂપ બન્ને ખરાબ થઇ જાય છે. તેનો નાનો એવો ઉપાય છે, કે રાત્રે એક મુઠી મસૂરની દાળ થોડા પાણીમાં પલાળી દો, સવારે જયારે દાળ બધું પાણી શોષી લે પછી તેને વાટીને પેસ્ટ બનાવી લો.

અને તેમાં થોડું દૂધ ભેળવીને તે પેસ્ટને ચહેરા ઉપર લગાવો અને પછી દસ કે પંદર મિનીટ પછી મોઢું સાદા પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરાના બધા ડાઘ ધબ્બા ખીલ વગેરે થોડા જ દિવસોમાં દુર થઇ જશે અને ચહેરો ચમકી ઉઠશે. પાકેલા દાડમના દાણાનો રસ કાઢી તેમાં શેકેલા મસૂરદાળ નો લોટ કરી તેમા ભેળવી પીવાથી ત્રિદોષજન્ય ઊલટી મટે છે.

મસૂરની દાળના સેવનથી લોહીની વૃદ્ધી થાય છે અને દુબળાપણું દુર થાય છે. જેમને નબળાઈ હોય કે લોહીની ખામી રહેતી હોય તેમણે મસૂરની દાળ એક સમય રોજ ખાવી જોઈએ અને તેમાં એક ચમચી ગાયનું ઘી ભેળવી લો તો નબળાઈ જડપથી દુર થઇ જાય છે.

મસૂરની દાળ ખાવાથી પાચનક્રિયા સારી થઈને પેટના તમામ રોગ દુર થઇ જાય છે. બ્લડ શુગર નિયંત્રિત રહે છે,ડાયાબિટીસના દર્દીઓએ મસુર દાળ પોતાના ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઇએ. દરરોજ ભોજનમાં એક કપ મસુર દાળ નું સેવન, વિટામિન, પ્રોટીન અને અન્ય પોષક તત્વ પ્રાપ્ત કરવા માટે મદદરૂપ છે.

વજન ઘટાડવાના મોટાભાગના આહારમાં મસૂર દાળને એક શ્રેષ્ઠ ભાગ માનવામાં આવે છે. તેમાં સંતોષની લાગણી આપવા માટે કાર્બોહાઈડ્રેટસ ની સાચી માત્રા તો હોય જ છે, તેમજ ચરબી ખૂબ ઓછી હોય છે. તેમાં રહેલ હાઈ ફાઇબરની માત્રા પાચન ક્રિયાને ધીમી કરી દે છે, જે વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

મસુર દાળ વિટામિન A અને કેલ્શિયમ તેમજ મેગ્નેશિયમ જેવા અન્ય પોષક તત્વોનો સમૃદ્ધ સ્રોત છે જે તંદુરસ્ત દાંત અને હાડકાંને બનાવવા માટે મહત્વપૂર્ણ છે. મહત્તમ ફાયદાઓ મેળવવા માટે, દૈનિક આહારમાં દાળની પૂરતી માત્રામાં શામેલ થવું આવશ્યક છે.

મસુરમાં લોહનું પ્રમાણ વધારે હોવાથી તેની દાળનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. ગરીબ માણસો મસૂરની દાળનો વધુ ઉપયોગ કરે છે. મસૂરનાં છોતરાંમાં એક કડવા પદાર્થ સિવાયનો રેસા વાળો બીજો નકામો પદાર્થ ઘણો હોય છે. પરંતુ છોતરાં કાઢી નાખ્યા પછી તેનો જે લોટ થાય છે તે બહુ પોષકતત્વ વાળો હોય છે. ખાસ કરીને તેમાં વટાણા અને સોયાબીન કરતાં એલ્યુમિનૉઇસ વધારે હોય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!