એક માં ની આ વાત સાંભળીને તમારા રૂંવાટા પણ ઊભા થઈ જશે.. દરેકે ખાસ વાંચવા જેવુ સત્ય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

રમીલાબેન એમની પાંચ વર્ષની પૌત્રી ટ્વિંકલ સાથે બંગલાની લોનમાં રમી રહ્યાં હતા. એમના પતિને સ્વર્ગે સિધાવ્યાને સવા મહિનો થયો હતો, છતાં દુઃખની કે આઘાતની કોઈ લકીર એમના મુખ પર દેખાતી નહોતી. સ્થિતપ્રજ્ઞતાનો ભાવ પહેરી લીધો હતો.

રમીલાબેન તેમના પતિ મુકુંદભાઈ સાથે વૈભવશાળી બંગલામાં રહેતા હતા, એમના સંસારમાં એક દીકરો વિનય હતો. જેને ઉમરલાયક થતાં પરણાવી દીધો હતો. વિનયના દામ્પત્ય જીવનની ફળશ્રુતિ રૂપે એક દીકરી હતી. ટ્વિંકલ એમના કુટુંબમાં લક્ષ્મી સ્વરૂપે સાચા અર્થમાં આવી હતી.

પૌત્રી ટ્વિંકલ આગમન પછી કુટુંબમાં સુખ સાહ્યબીમાં વધારો થયો હતો.પરંતુ કાળને આ સુખ ખૂંચ્યું અને એક માર્ગ અકસ્માતમાં વિનય અને પુત્રવધુ મૃત્યુ પામ્યા. હવે દાદા દાદી દીકરાની ધરોહરને, પોતાની એકમાત્ર વારસદારને વહાલથી ઉછેરી રહ્યા હતા.

મુકુંદભાઈ નો ધીકતો ધંધો હતો. પૈસાની રેલમછેલ હતી. માનવતાવાદી હોવા છતાં પણ એમનામાં એક એબ હતી. તેઓ રંગીન મિજાજના હતા. શરાબ શબાબના શોખીન હતા. ક્લબમાં જતા જુગાર રમતા ગરીબ ઘરની રમીલા સાથે પ્રેમ લગ્ન કર્યા. અને એકજ વર્ષમાં વિનયનો જન્મ થયો. રમીલાબેન ઘર વર અને કુટુંબની પળોજણમાં અટવાઈ ગયા.

પ્રેમલગ્ન કર્યા હોવાથી રૂઢી ચુસ્ત મા બાપે એમની સાથેનો વ્યવહાર પણ કાપી નાખ્યો. શરાબ શબાબના શોખીન એવા મુકુંદભાઈ ને પણ હવે રમીલાબેન ના શરીરમાં કોઈ રસ રહ્યો નહી. સવારે ૯ વાગે નીકળી ૬ વાગે ઘરે આવી ૭ વાગે ક્લબમાં જતાં રહેતાં. એશો આરામ અને ઐયાશીમાં રાત વિતાવતા.

પુષ્કળ દારૂ પીતાં મોડી રાત્રે ઘરે નશાની હાલતમાં લથડીયા ખાતા મિત્રો એમને ઘરે મૂકી જતા. આ એમનો રોજનો ક્રમ થઇ ગયો હતો. આ દરમિયાન રમીલાબેન સાથેનો કોઇપણ વાતચીતનો વ્યવહાર રહ્યો નહી. રમીલાબેન આ બધું જાણતા હોવા છતાં. તેમને કદી રોક્યા કે ટોક્યા નહી.પરસ્ત્રી સાથેના વેશ્યાગમનના સંબંધો પણ સ્વીકારી લીધા.

૧૯ વર્ષની ઉમરે ૨૯ વર્ષના પુરુષ સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી માબાપના દ્વાર બંધ હતા. એટલે પીયર પક્ષની કોઈ આશા નહોતી. ભીડમાં રહીને પણ એકાકી જીવન જીવવાની ટેવ રમીલાબેને પાડી દીધી હતી. દીકરો પણ સાથ છોડી અનંતયાત્રાએ ઉપડી ગયો તો એ પણ સ્વીકારી લઇ નાનકડી ટ્વિંકલને ઉછેરવામાં મનને વ્યસ્ત રાખ્યું.

એકવાર એમને પિયરમાં બાજુમાં રહેતા તુષાર કાકાનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે “તમારી માને હ્રદય રોગનો હળવો હુમલો આવ્યો છે અને તમને બધા પૂર્વગ્રહ મુકીને મળવા માંગે છે. સાંભળીને તરત જ રમીલાબેન માબાપને મળવા દોડી ગયા. એકલા પહેલી વાર નીકળ્યા હતા. ઘરની ગાડી હોવા છતાં તેઓ રિક્ષામાં જવા નીકળ્યા.
તે વખતેજ મુકુંદભાઈ ની ગાડી બંગલાની થોડે દૂર હતી.

મુકુંદભાઈએ રમીલાબેન ને રિક્ષામાં બેસતા જોઈ ગયા. અને એમના મનમાં શંકાનો કીડો સળવળી ઉઠ્યો. અને એમણે તેમનો પીછો કર્યો.રમીલાબેન લગ્ન પછી પહેલી વાર પિયર આવ્યા. એમની આંખ ભરાઈ આવી. માને જોઈને દોડીને ભેટી પડ્યા.

પિતા અપરાધ ભાવે આ દ્રશ્ય નિહાળી રહ્યા. રમીલાબેને ઘરની ગરીબી અને બાપની લાચારી જાણી. જતી વખતે માબાપને પગે લાગ્યા અને ૫૦૦૦ રૂપિયા એમના ચરણે ધરી દીધા. એ જ વખતે મુકુંદભાઈ ત્યાં આવીને ઉભા રહી ગયા. રમીલાબેન અને માબાપ ગભરાય ગયા. મુકુંદભાઈએ વડીલોને પગે લાગીને એક પણ શબ્દ બોલ્યા વિના રમીલાબેન નો હાથ પકડી કારમાં બેસી ઘરે લઇ આવ્યા.

૭ વાગે જમવાના સમયે ટેબલ પર એક ચેકબુક આપી. જેમાં દરેક કોરા ચેક પર એમણે સહી કરી હતી. રમીલાબેનને એટલુજ કહ્યું “તું દર મહીને તારા માબાપને એમની જરૂરિયાત મુજબ રકમ આપજે. અને હા તારી માની સારવારનો તમામ ખર્ચ પણ આપી દેજે. અને આજીવન એમની આ રીતે સેવા કરજે.”આટલું કહી ફરી પાછા ક્લબમાં જુગાર શરાબ અને શબાબની મહફિલ માણવા ઉપડી ગયા.

આ વાતને ત્રણ જ દિવસ થયા ને એક રાત્રે કલબમાંથી પાછા ફરતી વખતે દારૂના નશામાં ગોઝારો અકસ્માત થયો. ને એમનું સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું. રમીલાબેન આ આઘાતથી દિગ્મૂઢ થઈ ગયા. ધીમે ધીમે એમણે ટ્વિંકલ માં મન પરોવ્યું. ટ્વિંકલ ને સાચવે એની સાથે રમે. જયારે એકલા પડે ત્યારે રહી રહી ને એક જ સવાલ ઉઠતો કે “ મુકુંદભાઈ ને “ સારો માણસ “ કહી શકાય ?

જો મિત્રો તમને આ સ્ટોરી ગમી હોય તો અમારા પેજ ને લાઇક અને શેર કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top