ક્ષય(ટીબી) જેવા ગંભીર રોગમાં મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ક્ષયનું નામ સાંભળતાં જ માનવી માત્ર ધુજી ઊઠે છે. રોગના નામ પાછળ જ રોગની ભયંકરતાનો ભાસ થાય છે. આ રોગ જુદા જુદા નામે સંસારમાં પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં આને યમાં, ક્ષય, રાજયોગ, શોષ અને રાજ્યશ્મા કહે છે.. યુનાની વૈદકમાં આને સિલ, તપેદિક કહે છે.

અંગ્રેજી માં થાઈસિસ, કંઝમ્પશન અને ટ્યુબરકયુલોસિસ (ટી.બી.). કહે છે. આપણે ત્યાં ક્ષય, ધાસણી, ખેન તરીકે ઓળખાય છે. ક્ષય ઘણું પ્રાચીન રોગ છે. ક્ષય ઘણી જાતના થાય છે : ફેફસાંનો, આંતરડાંનો, ગાંઠનો, કંઠમાળ, સાંધાનો, હાડકાંનો અને શરીરના કોઈ પણ અવયવનો. ક્ષય એ છાતીનો જ રોગ છે એમ ઘણા માને છે, પણ તે ખોટું છે.

ક્ષય માં માણસ સુકાતો જાય છે, શરીરમાં તાવ રહે છે, રાત્રે ખાસ કરીને તાવ વધે છે. સાધારણ શ્રમથી હાંફ ચડે છે, શરીરના સાંધાઓ ઢીલા થઈ જાય છે, કફ પડે છે,  હાથપગનાં તળિયાંમાં બળતરા થાય છે. સવારમાં મળસકે તાવ ઊતરી જઈ પુષ્કળ પરસેવો થાય છે, શરીરનું વજન ઘટતું જાય છે, ભૂખ મરી જાય, ગળામાં, બગલમાં, નળામાં ગાંઠો થઈ જાય છે, ઝાડા થઈ જાયછે, ખોરાક પર અરુચિ થાય છે. આંખોનું તેજ જતું રહે,વગેરે આ રોગ ના લક્ષણો છે.

જૂનું ગાયનું ઘી ૪ શેર, જીવંતી, જેઠીમધ, કાળી દ્રાક્ષ , ઈન્દ્રજવ, સૂંઠ, કઠ, ભોંયરીંગણી, ગોખરુ, બલદાણા, નીલકમળ, ભૈયઆમળાં, જવાસો, અને પીપર સરખે ભાગે લઈ ૧ શેર પાણીમાં ઘી નાખીને પકવવું. ૧ તોલા ધી રહે ત્યારે ગાળીને દિવસ માં બે વખત લેવું. આ ઘી ત્રણેય અવસ્થાના ક્ષયમાં ઉત્તમ છે. અરડુશીનાં પાનનો રસ કાઢી તેમાં મધ મેળવીને બે વખત પીવું.

ક્ષયની કોઈ પણ દવા કરાવી શકે તેમ ન હોય તેઓએ બકરીના 200 ગ્રામ દૂધમાં થોડું મીઠું નાખી, સવારસાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહેશે, કફ સહેલાઈથી નીકળી જશે અને શરીર વધુ સુકાઈ જતું અટકશે. સાકરમાં એનાથી અડધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી, તેમાંથી એકએક ચમચી ચૂર્ણ મધમાં દિવસમાં ત્રણ વખત લેવાથી ક્ષયનો તાવ, ઉધરસ અને ક્ષયની શરદી મટે છે.

સિતોપલાદી ચૂર્ણ ૧૦ તોલા અને તાલિસપત્રનું ચૂર્ણ ૫ તોલા બંનેને મેળવીને ભરી રાખવું. દિવસમાં ત્રણવાર પા તોલો મધ સાથે ચાટવું. તાલિસપત્ર ૧ તોલો, કાળામરી ૨ તોલા, સુંઠ  ૩ તોલા, પીપર ૪ તોલા, ગળોસત્વ પા તોલો, વાંસકપુર ૪ તોલા. બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરીને એમાં ૩૨ તોલા સાકર મેળવવી. આ ચૂર્ણ દિવસમાં ત્રણવાર મધ સાથે  લેવું. અથવા લાડુ બનાવવા અને સવારસાંજ એક એક લાડુ ખાવો.

ચિત્રક, હળદર, પીપર , સોપારી, આંબળાં, તજ, તમાલપત્ર, ચંદન, અગર, જટામાંસી, નાગકેસર, દરેક એક એક તોલો લેવું, અને ધાવડીનાં કૂલ ૧ શેર, કાળી દ્રાક્ષ ૬ શેર અને પાણી પર શેર બધાંને બરાબર મેળવી એક બરણીમાં ભરી રાખવું. પંદર દિવસ સુધી ત્રણચાર વખત અઢી અઢી તોલા પાણી પીવાથી લાભ થાય છે.

બકરીનું ઘી ૪ શેર, બકરીનું દૂધ ૪ શેર, બકરીનું દહીં ૪ શેર, બકરીની લીંડી ને વાટીને કાઢેલો રસ ૪ શેર અને બકરીનું મૂત્ર, ૪ શેર, આ પાંચેય વસ્તુ એકત્ર કરી ધીમા તાપે પકવવું. બધી વસ્તુ બળી જાય અને એકલું ધી રહે ત્યારે તેમાં ૧ શેર જવખાર નાખવો. પછી બધું ગાળી લઈ કાચના વાસણ ભરી લેવું. સવારસાંજ એકએક તોલો આ ધી ક્ષયના દરદીને પાવું જોઈએ.

દર્દીને પીવાના પાણીમાં પણ ખાસ કાળજી રાખવી જોઈએ. કૂવાનું પાણી સારી રીતે ઉકાળી ને પછી ઠારીને ત્રાંબાના વાસણમાં ભરી રાખવું અને તે પીવું. નદી, તળાવ કે નળનું પાણી ઉપયોગમાં ન લેવું. બંધિયાર ટાંકાનું પાણી પણ આ દર્દમાં ઘણું ખરાબ સાબિત થાય છે.

દર્દીને એક સાથે ભરપેટ જમવા ન આપવું. પણ દિવસમાં ચાર, પાંચ વાર થોડું થોડું આપ્યા કરવું, સારી રીતે વધારેલા મગના ઓસામણ અને ગાય અથવા બકરીના દૂધનું છૂટથી સેવન કરવું. ગાયનું દૂધ, બકરીનું દૂધ, માખણ, સાકર, મધ પણ આપી શકાય .

સાકરના બદલે બને ત્યાં સુધી મધ  જ ઉપયોગ માં લેવું. ફળોમાં અંગુર, દાડમ, અનાનસ, કેરી, મીઠી નારંગી, કીસમીસ, કાળી દ્રાક્ષ, કેળાં, ફાલસા, ખારેક, મોસંબી, દાડમ વગેરે ફળો આપી શકાય. બાદી રહેતી હોય તો બદામ ન આપવી. આ ફળો બળ અને પ્રસન્નતા આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top