જડમૂળ થી ગાયબ થશે ધાધર, ખરજવું કે ખંજવાળ ની સમસ્યા, અપનાવો આ દેશી ઘરેલુ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ત્વચા સંબંઘી રોગની વાત આવે એટલે દાદર, ખરજવું, ખંજવાળ જેવી બીમારી ના નામ તો આવે જ એક વખત આ બીમારી થઇ જવા પર તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ હોય છે. બેદરકારી રાખવાથી પણ આ બીમારી થાય છે. જેમા પહેલા ધાધર થાય છે અને બાદમાં તેમા કાળા ડાઘ પડી જાય છે. તે સિવાય તેને ખરજવું પણ કહેવાય છે. આવા નિશાન ખાસ કરીને ગુપ્તાંગો પર થાય છે.

જે લોકો ને ખરજવું થયું હોય એ લોકો પરેશાન થઈ જાય છે, કારણ કે એક તો મોટેભાગે એનું કારણ મળતું નથી, બીજું થયા પછી ક્યારે અને કયા પ્રકાર ની દવાથી મટશે એનો પણ ઓછો આઈડિયા આવતો હોય છે, ને ક્યારેક મટી જાય તો થોડા સમય પછી પાછો ઉથલો મારી દેતું હોય છે. ચામડી પર ચીરા કે ચાંદા પડે તો ખંજવાળ આવવા લાગે છે. ખંજવાળ વધતી જાય છે. આજુબાજુ રાતી ફોડકીઓ થતી જે છે.

આયુર્વેદ આને ‘વિચર્ચિકા’ કહે છે. સામાન્ય ભાષામાં તે ‘ખરજવું’ તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં તેને એક્ઝિમા કહે છે. તેની ચળ બહુ ખતરનાક હોય છે. તે ચામડી પર વિસ્તરતું જાય છે. જેમ ખંજવાળો, તેમ તેની પીડા વધતી જાય છે. આ સમસ્યા ખાસ કરીને કેમિકલ યુક્ત વસ્તુઓના ઉપયોગથી થાય છે. તેમા સાબૂ, ચૂનો, ડિટર્જન્ટનો વધારે ઉપયોગ, પીરિયડ્સની સમસ્યા, કબજિયાત પણ સામેલ છે. તે સિવાય  જે લોકોને પહેલાથી જ દાદર, ખરજવું હોય તે લોકોના કપડા પહેરવાથી પણ ચેપ લાગી શકે છે.ખરજવું બે પ્રકારનું હોય છે. સૂકું ખરજવું અને લીલું ખરજવું.

સૂકું ખરજવું ચામડીને એ લૂખી બનાવી દે છે. જરા પણ ચીકાશ હોતી નથી.ખૂબ જ ખંજવાળ સાથે ચામડી કાળાશ પડતી અને ખરબચડી બની જાય છે. અંગ્રેજીમાં તેને ડ્રાય એક્ઝિમા કહે છે. લીલા ખરજવામાં ચામડી માં ખંજવાળ ફોડલી થઈ ચામડીના સ્તર પરથી ચીકણું પ્રવાહી જેવું ઝર્યા કરે છે. જ્યાંથી એ નીકળે છે, તે જરા ઉપસી જાય છે. અંગ્રેજીમાં તેને વેટ એક્ઝિમા કહે છે.ઘણીવાર ખરજવું વારસાગત પણ હોય છે. માતા કે પિતાના પક્ષે કોઇને ખરજવું થયું હોય તો દમ કે શ્વાસના રોગની જેમ સંતાનોમાં તે વારસામાં મળે છે.

ખરજવું ખાસ કરી ને માથે, ગળે , કોણી ની અંદર ના ભાગે, ઘૂંટણ ની અંદર ના ભાગે, ગુપ્તાંગ વગેરે જેવી જગ્યાઓ એ સામાન્યતઃ વધુ જોવા મળે છે.  ઘણા લોકો ને શિયાળામાં ચામડી ખુબ સુક્કી થઇ જાય છે, અને વારંવાર આવું થવા ને કારણે એ ખરજવામાં તબદીલ થઇ જાય છે. ખરજવાના લક્ષણો માં ત્વચા પર લાલ દાણા થવા, ખંજવાળ આવવી, જ્વલન થવી, લોહી નીકળવું વગેરે જોવા મળે છે.

ખરજવાને મટાડી તેનાથી બચવાના ઉપાય:

ઓછામાં ઓછો સાબુ, શેમ્પુ અને ડિટર્જન્ટનો ઉપયોગ કરવો. વધારે કેમિકલ યુક્ત વસ્તુનો ઉપયોગ બંધ કરી સ્નાન કર્યા પછી આખા શરીરમ પર નારિયેળ તેલ લગાવવું જેનાથી ચામડી સૂકી થાય નહીં. દરિયાના પાણીથી સ્નાન કરવાથી ખરજવાના દર્દી માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખરજવાથી બચવા માટે લીમડાના થોડાક પાન ઉકાળીને તે પાણીથી સ્નાન કરવું.  દાડમના પાનની પેસ્ટ લગાવીને પણ દાદર કે ખરજવા પર લગાવવાથી રાહત મળે છે. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર ‍અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.

લીંબુનો રસ અને કેળાનો પલ્પ મિક્સ કરીને ધાધર વાળી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. સિંધાલૂણમાં ગાજરને પીસીને પેસ્ટ બનાવી, તેને નવશેકુ ગરમ કરીને ખરજવા પર લગાવવાથી રાહત મળે છે. કાચા બટેટાના રસને ધાધર, ખરજવું કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી પણ આ સમસ્યાથી છૂટકારો મળે છે. ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.તુલસીના પાન અને સીસમના પાનને સારી રીતે વાટીને રોજ રાત્રે ખરજવા પર લગાવવાથી તે ઝડપથી મટવા લાગે છે.

કળીચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવામાં રાહત થાય છે.  તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી પણ ખરજવાની ખંજવાળ માં રાહત થાય છે.  કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ધીમે ધીમે રાહત થાય છે. તુલસીના પાનનો રસ ખંજવાળ આવતી હોય તે ભાગ પર લગાવવાથી ખંજવાળ મટે છે. આખા શરીરે ખંજવાળ આવતી હોય તો સરસિયાના તેલથી માલિશ કરવાથી તેમાં રાહત થાય છે.

ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી તેનાથી કાયમ માટે છુટકારો મળે છે. આ પ્રયોગ ઓછા માં ઓછો ૧૦ દિવસ ખરજવું મટ્યા પછી પણ ચાલુ રાખવો જેથી ફરી થવાનો ભય રહેતો નથી. કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર ઉપર માલિશ કરવાથી ખૂજલી, ધાધર મટે છે. ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી, લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી પણ  ખરજવું મટે છે. રાયને દહીંમાં વાટીને ચોપડવાથી ખરજવું મટવા લાગે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top