દરેક રોગનું મૂળ જૂનામાં જૂની કબજિયાતને જડમૂળ માથી દૂર કરવા જરૂર અપનાવવા જેવો ઈલાજ,જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કબજિયાત હવે માત્ર ઘરડાઓ નો વ્યાધિ નથી રહ્યો. નાનાં નાનાં બાળકો પણ આજકાલ કોંસ્ટીપેશન ના શિકાર બની રહ્યા છે. પાચનતંત્ર ને લગતી સમસ્યા ઓ માં કબજિયાત એ સૌથી વધુ સામાન્ય સમસ્યા છે.

હાર્ટ એટેક ઉત્પન્ન કરતાં જે કારણો છે, તેમાં કબજિયાત અને તેનાથી ઉત્પન્ન થતા ઉર્ધ્વ વાયુની પણ ગણતરી થાય છે. જ્યારે આયુર્વેદનાં હજારો વર્ષોથી લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં તો સ્પષ્ટ જ કહેવાયું છે કે, અવરુદ્ધ થયેલો ‘અપાન’ વાયુ ઉર્ધ્વગતિ કરીને હૃદયને ભીંસે છે. આ ઉપરથી કહી શકાય કે હૃદયરોગ ઉત્પન્ન કરતાં જે અનેક મૂળભૂત કારણો છે, તેમાં ‘કબજિયાત’નો પણ સમાવેશ થાય છે.

કબજિયાતના દર્દીઓમાં કબજિયાતને ઉત્પન્ન કરતાં મૂળભૂત કારણો પણ ભિન્ન ભિન્ન હોય છે અને કબજિયાતને અનેક રોગોનું મૂળ કહેવાયું છે. એ વિશે બેમત નથી એટલા માટે કબજિયાતની સાધારણ તકલીફ હોય તેમણે બેધ્યાન ન બનવું જોઈએ.

કબજિયાતમાં મળપ્રવૃત્તિ સમ્યગ્ રીતે થતી નથી. મળ શુષ્ક અવસ્થામાં અનિયમિત અને અલ્પ માત્રામાં પ્રવૃત્ત થાય છે. કબજિયાત આમાશય (આંતરડા)ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે, મળ કડક થઈ જાય છે, તેની આવૃતિ ઘટી જાય છે અથવા મળ નિષ્કાસનના સમયે અત્યાધિક બળનો પ્રયોગ કરવો પડે છે. સામાન્ય આવૃતિ અને અમાશયની ગતિ વ્યક્તિ વિશેષ પર નિર્ભર કરે છે.

કબજિયાતનું સૌથી મોટું કારણ આહારની અનિયમિતતા અને પરિશ્રમ વગરનું બેઠાડુ જીવન ગણાવાય છે. આ કારણોને લીધે આંતરડાની સ્થિતિ સ્થાપકતામાં શિથિલતા ઉત્પન્ન થવાથી તેમાં વાયુનો પ્રકોપ થાય છે. ખોરાકમાં રેસા અને આવશ્યક જથ્થાનું પ્રમાણ ઓછું હોય, પ્રવાહી ખોરાક-પીણાં તથા પાણીનું પ્રમાણ ઓછું હોય.

પ્રકૃપિત થયેલો આ અપાનવાયુ આંતરડામાં રહેલા મળના દ્રવાંશને સૂકવી નાખે છે. જેથી મળ શુષ્ક બનતા કબજિયાત ઉત્પન્ન થાય છે. એટલા માટે કબજિયાતના આયુર્વેદીય ઉપચારમાં ‘વાયુ’ને ધ્યાનમાં રાખવામાં આવે છે. આંતરડાની શિથિલતા ઉત્પન્ન કરવામાં દૈનિક આહાર-વિહારની અનિયમિતતા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ આહારવિહારની અનિયમિતતા જ કબજિયાતનું સૌથી મુખ્ય કારણ છે.

ક્યારેક મળની કઠિનતાને લીધે મળમાર્ગની ત્વચા છોલાવાથી દાહ સાથે લોહીના ટીપાં પડે છે, અને મળદ્વાર પર ચીરા પડે છે. લાંબા સમયની કબજિયાતથી માથાનો દુખાવો, પીંડીઓમાં કળતર, પરિશ્રમ વગરનો થાક, આળસ, આફરો, અરૂચિ, અપચો, કૃશતા, રુક્ષતા વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.

જૂની કબજિયાત ત્રિફલા ચૂર્ણ થી મટી શકે છે. ત્રિફલા ચૂર્ણ, આંબળા, હરડે અને બેહડાથી બને છે. રાત્રે એક લિટર પાણીમાં 20 ગ્રામ ત્રિફલા પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળીને પીવું. આમ કરવાથી કબજિયાતથી છૂટકારો મળી જશે. તેને દુધમાં અથવા તો ગરમ પાણી સાથે પણ લઇ શકાય છે. સવારે નરણ કોઢે પણ હુંફાળા પાણી સાથે એક ચમચી ત્રિફલા લેવી જેનાથી ગમે તેવી કબજિયાત ની સમસ્યા માંથી છુટકારો મળે છે. (કોઈ પણ દવા નાં સ્ટોર માં કે આયુર્વેદિક સ્ટોર માં પણ મળી જશે)

રોજ રાત્રે દોઢ-બે ગ્લાસ પાણી જમ્યા પછી પીવું તથા રોજ એક ગ્લાસ દૂધ નવસેકું સૂતી વખતે પીવું.સવારે નરણા કોઠે બ્રશ કે દાતણ કર્યા પછી એકથી દોઢ ગ્લાસ તાજું પાણી પીવું. ઉકાળીને ઠંડું કરેલું પીવું વધારે સારું.

સવારે અને સાંજે એકાદ કિલોમીટર પગપાળા ચાલવા જવું.આહારમાંથી તીખી, તળેલી અને રૂક્ષ ચીજો બંધ કરવી. ચણાની ચીજો, વધારે પડતું મરચું, અથાણાં, પાપડ તથા મેંદા જેવી ગરિષ્ટ ચીજોનો ઉપયોગ કરવો નહીં.

આહારમાં લીલોતરી, શાકભાજી, કાચું કચુંબર, ગ્રીન સલાડ, ઋતુ પ્રમાણેનાં ફળો અને દૂધનો વધારે ઉપયોગ કરો.આહાર લીધા પછી બે કલાકે તાજી છાશ, ફળોનો રસ કે શરબત પીવું.આહાર સાથે દહીંના ઉપયોગથી કબજિયાતની જૂની કડીઓ તૂટી જાય છે. મેંદો, બિસ્કીટ, પિઝા, બેકરી આઈટમ્સ નાસ્તામાંથી દૂર કરી તાજા સિઝનલ ફળો, બદામ, ખજૂર જેવા તૈલી-રેસાયુક્ત કુદરતી ફળો ખાવા.

કેળાં-ચીકુ-પપૈયા, નાસપતિ, પાઈનેપલ જેવા ફળોમાં રહેલાં રેસા અને પાચક-સારક ગુણ કબજીયાત મટાડે છે.બંને સમયે નિયમિત સમયે તાજો, ગરમ ખોરાક ખાવો. ખોરાકમાં દાળ, સૂપ, કઢી, રસમ જેવા પ્રવાહી ખોરાક ઉમેરવા. પાતળી-મોળી છાશ સંચળ-શેકેલું જીરૂ ઉમેરી પીવું.

એક કપ જેટલા એરંડિયાને સહેજ નવશેકું ગરમ કરી તેમાં એક-બે ચપટી ખાંડેલી સૂંઠ નાંખી, એક પ્લાસ્ટિકની પીચકારીમાં ભરી ડાબા પડખે સૂતા પછી તેનો એનિમા લેવો. નાની ચમચી ઈસબગોલ ૬ કલાક પાણીમાં પલાળી એટલી જ સાકરશ્રી મેળવી જળ સાથે લેતા દસ્‍ત સાફ આવે છે. કેવળ સાકર અને ઈસબગોલ મેળવી પલાળ્યા વિના પણ લઈ શકાય છે.

લીંબુ નો રસ ગરમ પાણી સાથે રાત્રિ‍ માં લેતા દસ્‍ત સાફ આવે છે. લીંબુ નો રસ અને સાકર પ્રત્‍યેક ૧૨ ગ્રામ એક ગ્લાસ પાણીમાં મેળવી રાત્રે પીતા અમુક જ દિવસોમાં જુના માં જુનો કબજિયાત દૂર થઈ જાય છે. કબજિયાત દૂર કરવા માટે અચૂક દવા નું કામ કરે છે. અમશય આંતરડા માં જમા મળ પદાર્થ કાઢવામાં અને અંગોં ને ચેતનતા પ્રદાન કરવામાં ખૂબ મદદ કરે છે. શરીર ના આંતરિક અવયવોં ને સ્ફૂર્તિ દે છે.

સવારે નાસ્તામાં નારંગી નો રસ ઘણાં દિવસો સુધી પીતા રહેવાથી મળ પ્રાકૃતિક રૂપે આવવા લાગે છે. આ પાચન શક્તિ વધારે છે. કેળા માં રહેલા રેષા, મળને સોફ્ટ કરી આગળ ધપાવે છે. આથી, જો ડાયાબિટીસ અને સ્થુળતા નો પ્રશ્ન ન હોય તો દિવસ દરમ્યાન એક કેળુ આરોગવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top