શું તમે પણ જમ્યા બાદ તરત જ પાણી પીવો છો? તો આજથી જ બંધ કરો થાય છે આ અનેક બીમારી……

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જ્યારે સંપૂર્ણ ભોજન કર્યા પછી તરસ અનુભવાય  છે, ત્યારે આપણે ઘણી વાર પાણી પીતા પહેલા અટકીએ છીએ. લાંબા સમયથી સાંભળવામાં આવે છે કે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. પરંતુ આ સવાલનો જવાબ દરેકને ખબર નથી હોતો કે શા માટે જમ્યા પછી તરત જ પાણી ના પીવું જોઈએ? જમ્યા પછી તરત જ પણ પીવાથી શું થાય છે ?

જમ્યા પછી પાણી પીવાથી પાચનમાં તકલીફ થાય છે. ખોરાકમાં હાજર પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વોના શોષણ માટે શરીરને સમય આપવો જોઇએ. ખાધા પછી તરત જ પાણી પીવું આ પ્રક્રિયાને અસર કરે છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે ખોરાક ખાધા પછી લગભગ 30 મિનિટ સુધી પાણી પીવું જોઈએ નહીં. ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી ગેસ અને એસિડ જેવી સમસ્યાઓ થાય છે. તરત જ પાણી પીવાથી શરીરનું તાપમાન બદલી શકે છે અને ખોરાકને પચાવવા માટે જરૂરી તાપમાનને અસર કરી શકે છે. તેથી તે મહત્વનું છે કે  ખોરાક ખાધા પછી 30 મિનિટ સુધી પાણી પીવું જોઈએ નહિ.

જમ્યા બાદ તરત પાણી પીવાથી થતાં નુકશાન :

આયુર્વેદમાં ખાધા પછી તરત જ પાણી પીવાની તુલના ઝેર સાથે કરવામાં આવે છે. જમવા સાથે કે જમ્યા બાદ પાણી પીવું સ્વાસ્થ્યને નુકસાન કરે છે, તેનાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર પડે છે.પાણી પીવાથી પાચનમાં અવરોધ આવે છે. અને આ રીતે પાચક પ્રક્રિયા પેટમાં ઘણો ખોરાક છોડી દે છે. જે પેટમાં ગ્લુકોઝ બનાવે છે અને ચરબીમાં ફેરવે છે. આ પ્રક્રિયા સાથે,  બિન-આવશ્યક ઇન્સ્યુલિન બનાવવાની પ્રક્રિયા પણ  શરૂ થાય છે  જે રક્ત શુગર ના સ્તરને અસર કરી શકે છે અને ડાયાબિટીઝ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

આયુર્વેદ માને છે કે ગેસ્ટ્રિક અગ્નિ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જો જમ્યા પછી ઉપરથી પાણીપીવામાં આવે તો તે શાંત થઈ જાય છે અને પાચનમાં સમસ્યા થાય છે. તેથી આયુર્વેદ કહે છે કે ખોરાક ખાધા પછી 30 મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ. જો ખાધા પછી તરત જ ઠંડુ પાણીપીવા આવે તો તેનાથી પાચનની સમસ્યાઓ થાય છે.  તેલયુક્ત ખોરાક ખાવાથી અથવા તરત જ ઠંડું પાણી પીવાથી તૈલીય પદાર્થ સોલિડમાં ફેરવાય છે, જે પચવામાં સરળ નથી અને તમને ગેસ, કબજિયાત વગેરેની સમસ્યાઓનું કારણ બને છે. તેથી જમ્યા પછી 30 મિનિટ પછી હુંફાળું પાણી પીવાની ટેવ પાડવી જોઈએ.

જમ્યાબાદ પાણી પીવાનો યોગ્ય સમય, જમ્યા બાદ અડધો કલાક બાદ એક ગ્લાસ પાણી પીવું. ત્યાર બાદ અડધો એક કલાક બાદ જ પાણી પીઓ. ઘણી વખત ખૂબ જ તરસ લાગે એટલે વ્યક્તિ જમતાં જમતાં બે ગ્લાસ પાણી પી જતાં હોય છે, તેમ ક્યારેય ન કરવું. બ્લોટિંગની સમસ્યા જમતી વખતે કે જમ્યા બાદ તરત પાણીનું સેવન કરવાથી થાય છે. તેમ કરવાથી  ભોજન પૂરી રીતે પચી શક્તું નથી. તેથી ભોજન દ્વારા પેટમાં ગેસનું ઉત્પાદન થાય છે. તેનાથી બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે. એના કારણે પેટ ભારે લાગે અને વિચિત્ર લાગણી થયા કરે.

આંતરડાને પાચનતંત્રના માધ્યમથી તેને પસાર કરાવવા માટે ભોજન પૂરતા પ્રમાણમાં પચી જવું જોઇએ. આંતરડાના કોષ ભોજનને પચાવવામાં નિષ્ફળ થાય છે. તેનાં પરિણામે તે કબજિયાત પેદા કરે છે. જ્યારે  બપોરનાં ભોજન બાદ પાણી પીવામાં આવે તો તેનાથી પાચક રસ નબળો થઇ જાય છે. પરિણામે ભોજન પચવા માટે પેટમાં વધુ સમય સુધી રહે છે. તેને પચાવવા માટે વધુ રસ જોઇએ, તેથી હવે વધારાનાં ગેસ્ટ્રીક સ્ત્રાવથી છુટકારો મેળવવા માટેના પ્રયત્નથી એસિડિટી થઇ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top