હરસ-માસનો 100% ગેરેન્ટી વાળો અને અનુભવસિધ્ધ પ્રયોગ, ઓપરેશન કર્યા વગર જીવો ત્યાં સુધી ફરી નહીં થાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પાઇલ્સ અથવા હરસ એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર આ મસા બહારની તરફ આવી જાય છે. જે અસહ્ય હોય છે.
ખાનપાન અને લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકોને પાઇલ્સની પ્રોબ્લેમ થાય છે, પરંતુ તેની પાછળ વારસાગત કારણો પણ હોય શકે છે. બેઠાડું જીવન, તીખું-તળેલું વધુ પ્રમાણમાં ખાવું અને ખાસ કરીને કબજિયાતની તકલીફ રહેતી હોય એવા લોકોને પાઈલ્સ થવાના ચાન્સિસ વધી જાય છે.

મસા સામાન્ય રીતે ત્વચા પર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે, પરંતુ જે ગુદાના છિદ્ર પર કે નળીમાં થાય છે તેને પાઈલ્સ કહેવાય છે. મસાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. કોઈ સરસવના દાણા જેટલા નાના હોય છે, તો કોઈ બદામ જેટલા મોટા. કોઈ ગોળ હોય છે, તો કોઈ લાંબા. મસાના ફૂલી જવાથી મળમાર્ગ અવરોધાય છે, જેથી મસાના રોગીઓમાં મળત્યાગ વખતે અધિક સમય લાગે છે તથા દુખાવો થાય છે, છોલાય જાય છે અને લોહી પણ નીકળે છે.

એલોવેરાનો ફ્રેશ જેલ કાઢી તેને પાઈલ્સ પર રોજ લગાવવાથી ફાયદો થાય છે. મસા દુખતા નથી અને બળતરામાં આરામ મળી રહે છે. શરૂઆતના સ્ટેજમાં આ તકલીફ થાય અને આ ઉપાય રોજ કરશો તો આ સમસ્યા વધશે નહીં. કબજિયાત પાઈલ્સ થવાનું એક મોટું કારણ હોવાથી તેને કંટ્રોલમાં રાખવા રોજ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું. જેથી પેટ સાફ થઈ જાય.

રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી હીંગ મિક્સ કરીને પીવાથી પણ ડાઈજેશન સારું રહે છે અને પાઈલ્સમાં રાહત મળે છે. દરરોજ બે-ત્રણ કલાકે એક મોટી ચમચી કાચી વરીયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ મટે છે.દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે.રોજ સવારે 1 ચમચી કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર એક કપ દહીં ખાવાથી હરસ-મસામાં ફાયદો થાય છે.ચણા બરાબર દેશી કપૂર કેળા સાથે મિક્સ કરીને ખાઓ. આનાથી પાઈલ્સ બેસી જાય છે અને દુખતા નથી. નવશેકા પાણીમાં અડધી ચમચી હરડેનો પાઉડર મિક્સ કરીને લેવો. આનાથી પેટ સાફ રહે છે અને પાઈલ્સની સમસ્યા પણ દૂર થાય છે.

પાઈલ્સની પ્રોબ્લેમમાં થોડાં દિવસ રોજ રાતે 1 કપ ગરમ દૂધમાં 1 ચમચી દીવેલ મિક્સ કરીને પીવો. આનાથી ઘણો આરામ મળે છે.
પાઈલ્સ પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર-પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે. મસા મટી જાય છે. બે ચમચી કાળા તલ લેવા. આ તલને મિક્સરમાં નાખીને પીસી લેવા. જો મિક્સર ન હોય તો તેને ખારણીમાં ખાંડી લેવા. આ પછી બે ચમચી ગાયનું માખણ લેવું. આ બંનેને મિક્સ કરી લેવું. આ બરાબર મિક્સ કરીને તેમાં અડધી ચમચી સાકર ઉમેરવી. આ પછી આ ત્રણેય વસ્તુને મિક્સ કરી દેવી. આ વસ્તુને સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત લેવી. આ મિશ્રણને ખાધા બાદ ગાયનું ગરમ દૂધ પીવું.

કાળા તલ અને માખણ હરસ મસા માટે રામબાણ ઉપાય છે. આ પીધા બાદ દરરોજ જમ્યા બાદ એક ગ્લાસ મોળી છાશ લેવી. આ મોળી છાશમાં અડધી ચમચી જીરાનું ચૂર્ણ, અડધી ચમચી મરીનું ચૂર્ણ અને અડધી ચમચી સિંધાલુણ મીઠું નાખીને તેને દરરોજ જમ્યા બાદ પીવી.

હરસ મસાના ઈલાજ તરીકે 150 ગ્રામ હિમેજ દેશી ઓસડીયા વાળાને ત્યાંથી લાવવી. આ પછી તેને સાફ કરી નાખવી. તેને સાફ કરીને તડકે બરાબર સુકવી નાખવી. આ બાદ તેને એરંડિયા વાળી કરવી. તેને એરંડિયા તેલમાં જ તળી નાખવી. તેના ઉપર એરંડીયુ તેલ નાખીને શેકી પણ શકાય છે. આ પછી તેને એકદમ બારીક ખાંડી નાખવી. ખાંડ્યા બાદ તેને કપડા વડે છાળી લેવી. જેથી એકદમ જીણો પાવડર તૈયાર થશે.

આ પાવડર જેમ જીણો વધારે હશે તેમ વધારે અસરકારક થશે. આ પાવડરને એક કાચની બોટલ લઈને તેમાં ભરી દેવો. આ દવા સતત એક મહિના સુધી લેવાથી હરસ મસા મટે છે. આ દવાને દરરોજ સાંજે જમ્યા બાદ સૂતી વખતે હુંફાળા પાણીમાં 10 ગ્રામ લેવી. આ લગભગ એક ચમચી જેટલી થશે, જો વધારે સંડાશ જવાની સમસ્યા થાય તો તેનું પ્રમાણ ઘટાડી દેવું અને બરાબર પરિણામ ન મળે તો તેનું પ્રમાણ વધારી શકાય છે. આ ઈલાજ થી હરસ ચોક્કસ મટી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top