આંખોની  રોશની વધારવા ઉપરાંત કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ઉત્તમ ટોનિક છે આનું સેવન,ઠંડી ની ઋતુ માં દરરોજ કરો આનું સેવન- જાણો વધુ ક્લિક કરી ને. . .

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લાલ ગાજર મળતા હોય છે. ગાજરમાં વિટામિન એ અને બીજાં અનેક પોષક તત્વો રહેલાં છે. ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજર વિટામીનથી ભરપૂર હોય છે. કમજોરી લાગતી હોય તો ગાજર ખાવા જોઈએ.  કેમકે ગાજર અને પાલકના રસમાં શેકેલું જીરું, કાળું મીંઠુ, મિક્સ કરીને પીવાથી કમજોરી દૂર થઈ જાય છે.

ગાજર  શરીરને ઘણા વિટામીન આપે છે. અને ઘણી ગંભીર સમસ્યાઓથી દૂર રાખે છે. તેમાં કેલ્શિયમ, પેક્ટીન ફાઇબર, વિટામીન A, B અને C હોય છે. જે લોકો સપ્તાહમાં પાંચ કે તેનાથી વધારે  વખત ગાજરનું સેવન કરે છે. તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે. ગાજર નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણમાં ઘટે છે.

શિયાળામાં દરરોજ ગાજર કે તેનો જ્યુસ પીવાથી શરીર ગરમ રહે છે. ગાજર શરીરને અંદરથી ગરમ રાખે છે. ગાજરના રસમાં કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસી, કફ જેવી સમસ્યાનું જોખમ ઓછું થઈ જાય છે. રોજ ગાજરનું સેવન કરવાથી તો ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. દરરોજ ગાજરનું સેવન ગેસ, સંધિવા, શોથ, પેટના અલ્સર, અપચો અને પેટના આફરાની સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. તેના રસમાં લીંબુ અને પાલકનો રસ મિક્સ કરીને પીવાથી પેટની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ગાજરનું નિયમિત સેવન કરવાથી ઈમ્યુનીટી સિસ્ટમ સારી રહે છે. તેને મધની સાથે રસ મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. ગાજર સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક હોય જ છે . સાથે જ બીમારીઓમાંથી રાહત પણ મળે છે. જો યૂરીનનની સમસ્યા છે. અને પેશાબ કરવામાં બળતરા થતી હોય તો ગાજરના રસમાં આંમળા અને કાળું મીંઠુ મિક્સ કરીને દરરોજ એનું સેવન કરવાથી બળતરામાં આરામ મળે છે.

જો  શરીરમાં લોહીની ઉણપ રહેતી હોય તો તેના માટે ગાજરની સાથે બીટ અને પાલકના રસને મિક્સ કરીને સેવન કરવું જોઈએ. એવું કરવાથી શરીરમાં લોહીની ઉણપની સમસ્યા દૂર થઈ જશે. જો દરરોજ ફક્ત બે ગાજર ખાવાથી આઈક્યુ લેવલ વધશે. અને મગજ તેજ થઈ જશે. અને યાદશક્તિ માં પણ વધારો થાય છે.

જો આંખોની રોશની ઓછી થઈ ગઈ હોય, અને ચશ્મા આવી ગયા હોય તો  ગાજર અને પાલકના જ્યુસને મિક્સ કરીને પીવો જોઈએ. તેનાથી આંખોની રોશની વધવા લાગશે અને ચશ્મા દૂર થશે.લાંબા સમયથી માંદા રહેલા અશક્ત દર્દીઓ માટે ગાજર ઉત્તમ છે.

મંદ થઇ ગયેલી પાચનશક્તિને ફરીથી કાર્યશીલ બનાવવા અડધાથી માંડીને ચાર ગ્લાસ જેટલો ગાજરનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત પીવાથી પાચકશક્તિ વધે છે. લોહી બગાડને કારણે ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, શીળસમાં ગાજરનો રસ ઉત્તમ કામ આપે છે.ગાજર પચવામાં હલકા અને ફાઈબ્રોઈડ હોવાને કારણે મળ અને વાયુને નીચે ધકેલે છે. જેથી કબજિયાત પર ગાજર ઉત્તમ છે.

લાંબો સમય સુધી ગાજરના રસનું સેવન નિસ્તેજ, રુક્ષ ત્વચાને ચમકદાર, સુંવાળી બનાવે છે.જુના ખરજવા પર ગાજરને છીણીને તેની લુગદી બાંધવાથી ખરજવું મટે છે. ગાજરનું સેવન સ્ત્રીઓનું માસિક નિયમિત બનાવે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે.ગાજરનું સેવન રોજ કરવાથી ફેફસાં, બ્રેસ્ટ અને કોલોન કેન્સરનું જોખમ ઘટે છે.

એક માત્ર ગાજર એવું છે જેમાં ફાલ્કેરિનોલ નામનું કીટનાશક હોય છે. ગાજરનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટી જાય છે.ગાજરનું સેવન કરવાથી ઉંમરની અસર પણ ઓછી દેખાય છે. તે એન્ટી એજિંગ એજન્ટનું કામ કરે છે. તે શરીરની કોશિકાઓની સ્થિતી પણ સુધારે છે. તેનાથી ત્વચા પર કરચલીયો પડતી નથી. ગાજરમાં જે ગુણ હોય છે તેનાથી શરીરમાં કોઈ પ્રકારનો ચેપ લાગતો નથી.

તેનું જ્યૂસ પીવાથી લાભ થાય છે. ગાજર ખાવાથી તબીયત સુધરી જાય છે. સૂર્યના તડકાથી થતા નુકસાનને પણ ગાજર દૂર કરે છે. ગાજર ખાવાથી ત્વચા ઉપરાંત વાળ અને નખ પણ સુધરે છે. નિયમિત રીતે ગાજર ખાવાથી ત્વચા અને વાળની ચમક વધે છે.

વિટામિન એ શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. ગાજરમાં જે ફાયબર હોય છે તે શરીરમાં કેન્સરની શક્યતાઓને ઘટાડે છે.  ગાજર ખાવાથી દાંત પણ સારા રહે છે. દાંત સાફ કરવા ઉપરાંત ગાજરથી શ્વાસ સ્વચ્છ થાય છે. અને પેઢા મજબૂત થાય છે. જો શરીર પર દાઝી ગયા હોય તો તેના પર ગાજરનો રસ લગાવવો. જો ખંજવાળીની તકલીફ હોય તો ગાજર ખમણી અને ત્યાં લગાડવાથી રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top