ફક્ત ૧૦ જ મીનીટમાં અનેક સમસ્યાઓ દૂર કરશે આ પાનના નુસ્ખા, જરૂર જાણો આ અનોખી ઔષધ વિશે

આંકડો એક ઔષધિય વનસ્પતિ છે. તેને મદાર પણ કહેવામાં આવે છે. આંકડો સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે. એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડી રંગનાં ફૂલ વાળો. ગરમીની સિઝનમાં આંકડાનો છોડ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. 

આંકડાથી ઘણા રોગો મટાડવામાં આવે છે. જેમ કે અસ્થમા, ડાયાબિટીસ, રક્તપિત્ત અને હેમોરહોઇડ્સ જેવા રોગોના ઉપચારમાં ખૂબ ફાયદાકારક છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું આંકડાના પાનથી થતાં ફાયદાઓ વિશે. 

આંકડા ના પાન એ ખંજવાળ અને એલર્જી માટે પણ ખુબજ ફાયદાકારક છે. ચામડી માં ખંજવાળ અથવા તો ડ્રાયનેસ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તેના મુળિયા ને બાળી નાખો. હવે તેની રાખ ને કડવા તેલ માં મિક્સ કરીને જ્યાં ખંજવાળ આવતી હોય તો લગાવવાથી રાહત મળે છે.

આંકડા ના પાન ડાયાબિટિસના રોગોમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આંકડાના પાન સવારે પગની નીચે રાખવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે. અને રાત્રે સૂતા સમયે આંકડાના પગમાં ને મોજમાં રાખીને સૂઈ જવાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે.

બાવાસીર થવાથી જે દુખાવો થાય છે. તેને દૂર કરવા માટે આંકડા ના ફુલ અથવા તેના પાંદડા ને સળગાવી અને તેમના ધોવાથી શેક કરવાથી દુખાવામાં રાહત મળે છે. અને બવાસીરની બીમારીમાં રાહત મળે છે. જો કોઈ વ્યક્તિને કાટો વાગ્યો હોય તો આ આંકડા નું શીલ તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આકડાના વૃક્ષની છાલમાં મધ ઉમેરીને પીવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. શરીરમાં તાકાત મળે છે. દરરોજ અડધી ચમચી સૂંઠ અને થોડાક આંકડા ના પાંદડા ની છાલ ચામાં નાખીને પીવાથી શરીરને ખૂબ જ વધારે પ્રમાણમાં પેદા થાય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે ઉપરાંત કમળા જેવી બીમારીમાં પણ લાકડાના અને તેના ફૂલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

આંકડા ના પાંદડા ને વાટીને રાયના તેલમાં મિક્સ કરો. હવે આ મિશ્રણ ને કુષ્ઠ રોગ ના ઘા પર લગાવો. આનાથી ઘાવ જલ્દી સારો થઈ જશે. જો દાંતમાં દુખાવો થતો હોય તો તમે આંકડા ના પાનનો ઉપયોગ કરો. આના ઉપયોગથી તમને દાંત નો દુખાવો દુર થશે.

આંકડાના પાનનો ઉપયોગ શરદી, તાવ, ઉધરસ વગેરે રોગમાં પણ કરવામાં આવે છે. તેના માટે તેના ફૂલને પણ ગરમ પાણીમાં ઉકાળવાના રહે છે. ત્યારબાદ તેમાં થોડી ખાંડ ઉમેરી અને તે પાણી પીવાથી તાવ દૂર થાય છે. અને શરદીની સમસ્યામાં રાહત મળે છે.

આંકડાના મૂળના ચૂર્ણમાં મરી પીસીને મેળવી અને ૨-૨ રતી વજનની ગોળીઓ બનાવવી. આ ગોળીઓ ખાવાથી ખાંસી દૂર થાય છે. આંકડાના મૂળની છાલના ચૂર્ણમાં આદુનો અર્ક તથા મરી પીસીને મેળવી અને ૨-૨ રતીની ગોળીઓ બનાવી આ ગોળીઓ લેવાથી હૈજાનો રોગ દૂર થાય છે.

જો પથરીની સમસ્યા છે તો આકડા ના ૧૦ ફૂલ ને દળીને ૧ ગ્લાસ દૂધ માં ભેળવી દરરોજ સવારે ૪૦ દિવસ સુધી પીવા માં આવે તો પથરી નીકળી જાશે અને દુખાવામાં થી રાહત થાય છે. આકડાના દૂધને જ્યાં સાવ વાળ ખરી ગયા હોય અને ટાલ પડી ગઈ હોય ત્યાં લગાવવાથી વાળ ફરીથી ઉગી જાય છે.

નોંધ: આંકડા સાથે સંકળાયેલ કોઈપણ પ્રયોગ કરતી વખતે ખૂબજ  ધ્યાન રાખવું કે એ દૂધ આંખ માં ન જાય કારણકે તે આંખ માટે ખૂબ હાનિકારક છે. 

 

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!