જાણો હદયરોગ , એસિડિટી જેવી અનેક બીમારીઓ નો સફાયો કરતી દૂધીના અનેક ફાયદાઓ..

દૂધી ને સંસ્કૃત માં મહાફલા અને અંગ્રેજી માં ધ સ્વીટ બોટલગુડ કહેવાય છે. દૂધીના વેલા થાય છે. જમીન, વાડ કે દીવાલ પર એનાં વેલા ખૂબ ફેલાય છે. તેના પાન તથા ડાળી કાકડીનાં પાન અને ડાળી કરતાં મજબૂત તથા વધુ ખરસત હોય છે.તેના વેલા ની જડ પાતળી ઊચી તથા થોડી મીઠી અને થોડી કેફ વાળી હોય છે. દૂધી ઘણી જાત ની થાય છે. ઘણી લાંબી ઘણી ટુંકી હોય છે. એક જાત ની દૂધી લંબગોળ હોય છે, જેનો ગર્ભ દુર્ગંધ વાળો હોય છે.

શાકભાજી તરીકે દૂધી નો ઉપયોગ વિપુલ પ્રમાણ માં થાય છે. કેટલીક દૂધી ગોળ તથા કંઈક લાંબી હોય છે. આ જાતની દૂધીની છાલ જ્યારે કાચી હોય ત્યારે લીલા રંગની તથા પાક્યા પછી સફેદ, થોડી લીલાશ પડતી હોય છે. તેનો ગર્ભ રાતા રંગનો હોય છે. આ બધી જાતોમાં જે જાત સફેદ, નાજુક, તાજી, મીઠી અને રેસા વગરની હોય છે , તે ઉત્તમ છે. દૂધી ગુણ માં પૌષ્ટિક શીતળ પીત કફનાશક વીર્ય વર્ધક અને ગર્ભ પૌષ્ટિક છે.

દૂધી ના ફાયદા:

દૂધી મલ સ્તંભક હોઈ મળ  સાફ કરે છે. પિત્ત તથા કફ નો નાશ કરે છે. હૃદય ને મજબૂત કરે છે. ધાતુ નો વધારો કરે છે. મોટી દૂધી નો વેલો મધુર, શીતળ તથા તાકાત વધારનાર છે. પિત્ત નો નાશ કરે છે. પાકેલી દૂધીને બદામ ના તેલ સાથે પીવાથી છાતીમાં દરદ તથા ગરમ શરદી મટે છે. એનાથી તરસ પણ મટે છે. યકૃતની ગરમી મટાડે છે. પિત્ત નો બગાડ કાઢી નાખે છે.ઘણા લોકો દૂધીનો મુરબ્બો પણ બનાવે છે. તે સ્વાદિષ્ટ અને મગજને શાંત કરનાર છે.

તેનાથી રક્ત શુદ્ધિ પણ થાય છે. દૂધી ના બી દવામાં વપરાય છે. એનાથી શરીરમાં મેદ વધે છે. ફેફસાંમાંથી પડતાં લોહીને અટકાવે છે. બેચેનીમાં ઘટાડો કરે છે. પીસેલી દુધીનો લેપ માથા પર લગાડતાં માથાનું દર્દ મટે છે. દૂધીનું પાણી કાનમાં ટપકાવવાથી કાનનું દર્દ મટે છે. એના પાણીના કોગળા કરતા દાંતનું દરદ પણ હળવું બને છે. દુધી નો લેપ પેટ, યકૃત, મૂત્રપિંડ તથા આંતરડાં ઉપર કરવાથી તે ભાગ માં થતી બળતરા મટે છે.દૂધી શરીરને ઠંડક આપે છે તેના જ્યુસમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે. આ કારણે શરીર પરસેવા, પેશાબ કે બીજી રીતે પાણી ગુમાવ્યુ હોય તે શરીરને પાછુ મળી જાય છે અને શરીરમાં ઠંડક જળવાઇ રહે છે.

છીણેલી દૂધી નું ખમણ પાંચ તોલા, દૂધનો માવો અઢી તોલા, માખણ એક તોલો એ બધાને ઘીમાં પકડાવી અને ધોળી ચણોઠી, ચોપચીની ધોળી, માલકાંગણી, અશ્વગંધા, ઓથમી જીરું, કાળી તુલસીનું મૂળ અને ગળો સત્વ એ દરેક પા તોલો, સાકર પોણો શેર અને ઘી પંદર તોલા નાખી નાના લાડવા બનાવવા.દૂધી ને બાફી અને શાકભાજી ઓછા મસાલાથી બનાવે છે, તેને ખાવાથી તાણ ઘટાડવામાં અને પિત્તને બહાર કાઢવામાં ઉપયોગી દવા સાબિત થાય છે. જો કોઈ પણ ખોરાકમાં કોલેસ્ટરોલ નથી, તો તે હૃદય માટે ખૂબ સારું છે. દૂધી પણ આમાંથી એક ખોરાક છે. આ ઉપરાંત ફાઈબર, એન્ટી-ક્સિડેન્ટ અને વિટામિન-સી પણ તેમાં જોવા મળે છે, જે હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. તેમજ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે.

દૂધીના ગર્ભમાંથી તાજું પાણી કાઢી તેનાથી પા ભાગ તલનું તેલ, બદામનું તેલ સાથે પકવવું. પાણી તમામ બળી જાય ત્યારે તેલ ઉતારી લેવું. તેલનો ઉપયોગ ઊંઘ લાવવા, ઘેલછા મટાડવા, ગરમ ખાંસી નરમ પાડવા માટે થાય છે. કાનમાં ટપકાવવાથી કાનના ગરમ દર્દો મટે છે. અને સૂંઘવાથી શરીરમાં મગજ તર્ક શક્તિ વધારે છે. દૂધીનાં ફૂલનું પાણી મગજની ગરમી તથા માથાનું દરદ મટાડે છે.

દૂધી ની બાળેલી રાખો છાંટવાથી જખમ માંથી વહી જતાં લોહીને અટકાવે છે. દૂધી થી ખાવાની રુચિ વધારે છે. એનો ઉપયોગ જીરું, લવિંગ, મરચાં, રાઈ, મીઠું વગેરે સાથે લેવાથી ગુણવત્તા નીવડે છે. દૂધી ના બી , દાડમ ના સૂકા બી, ખડસલીઓ , ધન , આંબા હળદર, આસોપાલવ ના બીજ, ગંધક, ટેકણ, સિંધવ અને હિંગળો એ દરેક પા તોલા જેટલું લઈ તેનું ચૂર્ણ બનાવી કુઠારા ના રસમાં એવી ગોળી બનાવી લેવી. આ ગોળી ના સેવનથી કૃમી, કોઢ, ઉંદરી, રક્તદોષ વગેરે વ્યાધિ મટે છે.દૂધી  શરીરમાં રહેલા નકામા તત્વોને ખેંચીને શરીરની બહાર ખેંચી કાઢે છે. પેશાબ માર્ગમાં કોઈ સમસ્યા હોય તો તેમાં પણ દૂધીના જ્યુસને કારણે લાભ મળે છે. તેમાં લીંબુનો રસ ઉમેરવાથી વધુ ફાયદો મળે છે.

દૂધી પેટના રોગો મટાડવાની ક્ષમતા પણ ધરાવે છે. જે લોકોને પેટની તકલીફ હોય છે, જેમ કે: ગેસ, અપચો, અને કબજિયાત, વગેરે, લોટ ધોઈને તેને છાલ લગાવીને ગરમ પાણીમાં નાખો. એક કપ રસનો નિયમિત સેવન કરવાથી અસ્વસ્થતામાંથી રાહત મળે છે અને એસિડિટી પણ ઓછી થાય છે. દૂધી ના રસમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે સરળ પાચનમાં મદદ કરે છે, જે ચયાપચયમાં પણ મદદ કરે છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં પાણીનો અભાવ હોય છે, જેમ કે વધારે પડતો પરસેવો થવો, ઝાડા થવું અથવા થાક લાગે છે, તો તેને દૂર કરવા માટે એક ઉપાય છે દૂધી નો રસ એક ગ્લાસ. જે ડાયાબિટીઝના દર્દીઓમાં સામાન્ય છે તે ઘટાડવાનું કામ પણ કરે છે. અતિસારના કિસ્સામાં, તે જીવનરક્ષક ઉપાય તરીકે કાર્ય કરે છે

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!