પોષક તત્વો નો ખજાનો છે આ વૃક્ષ ના પાન અને તેની શિંગો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બારીક પાનવાળા 15 થી 30 ફૂટના સરગવા ના ઝાડ સર્વત્ર થાય છે. તેનું લાકડું મુલાયમ હોય છે. પરંતુ ઇમારતી કામમાં આવતું નથી. તેની શિંગો આંગળી જેવી જાડી, એકથી દોઢ ફૂટ લાંબી અને લીલા રંગની હોય અત્યાર ના સમય માં કેટલાક હાઇબ્રિડ બિયરણો ને લીધે અમુક અમુક સરગવા ની શિંગો 3 થી 4 ફૂટ જેટલી લાંબી પણ જોવા મળે છે.

ખેતરના શેઢા ઉપર એક થી બે ફૂટ ઊંડો ખાડો ખોદી, તેમાં ખાતર વગેરે ભરી, એ ખાડામાં સરગવા ની ડાળી રોપવાથી તે ફૂટે છે. બે ત્રણ વર્ષ પછી શિંગો આવે છે અને વર્ષો સુધી શીંગો આપ્યા કરે છે. દક્ષિણ આફિર્કાના ઘણા દેશોમાં કુપોષણથી પીડાતી વ્યક્તિઓને આહારમાં સરગવાની સીંગને સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે. \

આર્યુવેદમાં સરગવા સીંગ 300 રોગના ઉપચારમાં ફાયદાકારક જણાવી છે. સરગવાની સીંગના બિયામાંથી તેલ કાઢવામાં આવે છે. તેની છાલ, પાંદડા, જડ વગેરેમાંથી આયુર્વેદિક આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. તે શરીરના સાંધાઓને મજબૂત કરે છે.

સરગવાની શિંગો ના ટુકડા કરી, બાફી, ચણાના લોટ સાથે વઘારીને બનાવેલું શાક ખુબ સ્વાદીષ્ટ અને વાત રોગને મટાડનાર છે. તેની શિંગો કઢીમાં નાખવાથી બહુ સારું સ્વાદ આપે છે. આપણે પાલકની ભાજીનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે સરગવાનાં પાનનો ઉપયોગ પણ કરી જ શકીએ.

ચાલો આપણે આ શિંગો અને તેના પાન ના ફાયદા જોઈએ

રાતો કે લાલ સરગવો મહાવીર્યવાન તથા રસાયણ ગુણવાળો ગણાય છે. ખાવા ના ઉપયોગ માટે લાલ જાત વધારે પસંદ કરાય છે. અને તે કાળજા અને બરોળની ગાંઠ મોટી થઈ હોય ત્યારે અપાય છે. શરીરના અંદરના ભાગમાં ઊંડો સોજો હોય ત્યારે તેના મૂળિયા ની છાલનો ઉકાળો કરી સોજા ઉપર શેક કરવામાં આવે છે. પેશાબ ની થેલીમાં થયેલી પથરી પર પણ તે ઉપયોગી છે.

સરગવાની છાલનો લેપ સોજા પર ગુણકારી છે. સરગવા ના બી માંથી છત્રીસ થી ચાળીસ ટકા તેલ નીકળે છે. એ તેલ ખૂબ પાતળું, સ્વચ્છ તથા કીમતી છે અને ઘડિયાળો સાફ કરવા માટે તેમજ સુગંધી તેલ બનાવવામાં વપરાય છે. સરગવો તીખો, પાકમાં પણ તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, હલકો, અગ્નિને પ્રદીપ્ત કરનાર, રુચી ઉત્પન્ન કરનાર, રુંક્ષ, ખારો, કડવો, દાહ કરનાર, ઝાડાને રોકનાર, વીર્યને વધારનાર, હૃદયને ગમે તેવું, પિત્ત તથા લોહી નો પ્રકોપ કરનાર તેમજ નેત્રને હિતકારી છે. એ કફ, વાયુ, અંદરનું ગૂમડું, સોજા, કૃમિ, મેદ ની ગાંઠ, વિષ, બરોળ,ગોળો ઘા ને મટાડનાર છે. સરગવાની શિંગો સ્વાદવાળી, તુરી, કફ અને પિત્તને મટાડનારી તથા અગ્નિને પ્રદીપ્ત કરનારી છે. તે કોઢ, શ્વાસ અને ગોળાને મટાડે છે.

ચરક મુનિ સરગવાની છાલ તથા મૂળિયાને શીરોવિરેચન અને પરસેવો લાવનાર ગણે છે. ચરક અને સુશ્રુતે અનેક રોગો પર તેનો ઉપયોગ દર્શાવેલ છે તેના સેવનથી પરસેવો વળી વધારે પેશાબ થઈ તાવ ઉતરે છે. સરગવાના પાનનો રસ પિવડાવવાથી હેડકી અને શ્વાસનો હુમલો દૂર થાય છે. સરગવાના ફાયદા માં હિંગ અને સૂંઠ મેળવીને પિવડાવવાથી આફરો મટે છે.

સરગવાનાં પાનના રસમાં એક તોલો સાકર મેળવી ત્રણ દિવસ પીવડાવવાથી વાયુનો ગોળો મટે છે. સરગવાની છાલનો રસ ચારપૈસા ભાર, આદુનો રસ બેપૈસા ભાર અને મધ અર્ધા તોલા એકત્ર કરી સાત દિવસ પીવડાવવાથી બંધ વાયુ મટે છે. સરગવાના મૂળ ના રસમાં જવખાર અને મધ મેળવીને આપવાથી શૂળ મટે છે.

સરગવાના મૂળનો ફાંટ ખાવાનો સોડા મેળવીને પિવડાવવાથી પથરી તૂટીને નીકળી જાય છે. તેના મૂળનો ઉકાળો પણ પથરીમાં પીવડાવાય છે. સરગવાના મુળની છાલ ને પાણી અથવા ગાયના મૂત્રમાં ઘસીને ધાધર પર લેપ કરવાથી ધાધર મટે છે. સરગવાનાં પાનના રસમાં મરી પીસીને તેનો લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

સરગવાના બી અને મરીનું ચૂર્ણ સૂંઘવાથી છીંકો આવી શિરદર્દ મટે છે. સરગવાનાં પાનના રસમાં સમાન ભાગે મધ મેળવી આંખમાં આંજવાથી દુખતી આંખો સારી થાય છે. સરગવાના મૂળના રસમાં મધ, તેલ અને સિંધવ મેળવી તેના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. સરગવાના ગુંદરને તેલમાં મેળવી તેના થોડા ટીપાં પાડવાથી પણ કાન નો દુખાવો મટે છે.

સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે, અને આથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે. સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે છે, અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે.

સરગવા ની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો તમારા શરીરની ઇમ્યુનિટી વધારે છે. જેથી કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને તમે વારંવાર બીમાર પડતા અટકો છો. સરગવાની સીંગમાં એન્ટી ઓક્લિડન્ટ કેમ્પફ્રિઓલ, ક્યુરીસેટિન અને રેહામન્ટિન જેવા એન્ટી કેન્સર તત્વો હોય છે. તે સ્કિન, લીવર, ફેંફસા અને ગર્ભાશયના જેવા કેન્સરથી સુરક્ષા કરે છે.

1 થી 2 કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા, થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું.

સરગવાની શીંગના ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો. કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે. હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે.

સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે. તેમાં સમાયેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરની કોસિકાઓને સુધરે છે. તેના સેવનથી સ્પરુત્ પ્રદાન થાય છે. તેમજ થાક જલદી લાગતો નથી. તેમાં સમાયેલા એમિનો એસિડ નવા ટિશ્યૂસ બનાવે છે, જે શરીરના વિકાસ માટે ઉપયોગી છે.

સરગવાની સીંગના જડમાં ઉત્કૃષ્ટ પોષક તત્વો સમાયેલા છે. તેમાં ફાઇટોકેમિકલ કમ્પાઉન્ડ તથા એલ્કેનોયડ સમાયેલું છે. એક સંશોદન દ્વારા જાણવા મળ્યું છે કે સરગવાની સીંગ અંડાશયના કેન્સરના ઇલાજમાં લાભદાયી છે. થાઇરોડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે.

ફક્ત પ્રોટીન જ નહીં, દૂધ કરતાં પણ વધુ સારું કેલ્શિયમ સરગવામાંથી મળે છે. સરગવો વા ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરગવાનાં મૂળને બેથી ચાર ગ્રામ જેટલી હિંગ અને સિંધવ નમક સાથે ભેળવીને ખાવામાં આવે તો વાળની સમસ્યામાં રામબાણ ઇલાજ સાબિત થાય છે.

સરગવાની સિંગ નું સેવન શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને સાથે સાથે શુક્રાણુઓની ગુણવત્તા માં પણ વધારો કરે છે. રાત્રે જો સરગવાની શીંગોનું દૂધની સાથે સેવન કરવામાં આવે તો તે મહિલાઓ માટે માસિક ધર્મની દરેક પ્રકારની સમસ્યાઓ નો રામબાણ ઇલાજ સાબિત થાય છે. સરગવાના સેવનથી નાડીને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે, ખાલી ચડી જવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસિક બીમારીઓમાં પણ રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top