આ જ્યુસનું સેવન શરીરની તાકાત 4ગણી વધારી, બીપી, ડાયાબિટીસ જેવા રોગો ને રાખે છે દૂર, જરૂર જાણો અને શેર કરો તેના અન્ય ફાયદા

બીટ  સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. બીટનું જ્યુસ, અથવા એને સલાડના રૂપમાં ખાવાથી  હંમેશા જવાન મહેસૂસ કરો છો. જો રેગ્યુલર ડાયટમાં બીટને સામેલ કરો છો તો  લોહીની ખામી થશે નહીં.

આ સાથે જ બીપી, શુગર હંમેશા ઠીક રહેશે. બીટમાં આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ તમારા શરીરને એનર્જી પ્રદાન કરે છે. બીટનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.  સાથે જ બીટની ઉપર ઘણા પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે જેમાં સંશોધનકર્તાએ જાણ્યું કે નિયમિત બીટના જ્યુસનું સેવન કરવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

બીટનું જ્યુસ પીવાથી ડિમેન્શિયાનું જોખમ પણ ઓછું થઇ જાય છે. વાસ્તવમાં, બીટના જ્યુસમાં ભારે પ્રમાણમાં નાઇટ્રેટ હોય છે.  જેના કારણે વધતી ઉંમરમાં બીટ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ મગજમાં લોહીના ફ્લોને ફાસ્ટ કરે છે. બીટનો રસ શરીરમાં પ્લાઝ્મા નાઇટ્રેટનું સ્તર વધારવા માટે કાર્ય કરે છે, જે શરીરમાં ઊર્જા સમતોલ રાખે છે.

એનીમિયા ના દર્દી માટે વરદાનરુપ :

આયરનની સાથે સાથે બીટમાં પોટેશિયમ પણ મળી આવે છે. બીટથી શરૂરમાં મોજૂદ દરેક ચીજ યોગ્ય રીતે કામ કરે છે. સાથે જ શરીરમાં પોટેશિયમની ખામીના કારણે નબળાઇ અને થાક મહેસૂસ થાય છે. એનીમિયાથી પરેશાન લોકો માટે બીટ એક વરદાન જેવું છે. એમાં મોજૂદ આયરન શરીરમાં લોહીની ખામીને દૂર કરવાની સાથે સાથે બ્લડને પ્યૂરીફાઇ પણ કરે છે

બીટનો રસ શરીરમાં હીમોગ્લોબિન બનાવે છે. તેમાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે જે રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરે છે.  અને શરીરમાં તાજા ઓક્સીજનનુંસંચાર કરે છે. એનીમિયા જેવી બીમારીમાં બીટ બહુ લાભદાયક હોય છે. તેના જડમાં વિટામીન સી અને બીટમાં વિટામિન એ હોય છે.

ખીલ મટાડવામાં ફાયદાકારક :

બીટને ઉકાળીને તેના પાણીને ખીલ પર, ત્વચા પર થયેલા ઇન્ફેક્શન પર લગાવવાથી ત્વચાની સમસ્યામાંથી છુટકારો મળે છે. બીટનું જ્યુસ હાઇપરટેન્શન અને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે. ખાસકરીને સ્ત્રીઓ માટે તે બહુ લાભદાયક હોય છે. માસિક ધર્મ સંબંધિત અનેક સમસ્યાઓમાં તેનું સેવન લાભદાયક હોય છે.

ઉંમરની સાથએ ઊર્જા અને શક્તિ ઓછી થવા લાગે છે. બીટનું સેવન વધુ ઉંમર ધરાવતા લોકોમાં ઊર્જાનો સંચાર કરે છે.શરીરમાં પોટેશિયમની અભાવને કારણે નબળાઇ, ખંજવાળ અને થાક દૂર થાય છે.જો તમારા શરીરમાં કોલેસ્ટેરોલનો સ્તર વધી જાય છે, તો બીટનો રસ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.બીટ એનિમિયાથી પીડિત લોકો માટે એક વરદાન તરીકે કામ કરે છે.

હદયસંબંધિત સમસ્યા માં ફાયદાકારક :

કમળો, હિપેટાઇટિસ, ડાયેરિયા જેવી સમસ્યામાં બીટનો રસ લીંબુના રસમાં મિક્સ કરી લઇ શકાય છે. અથવા પાચન ક્રિયા માટે પણ બીટ નો રસ ફાયદાકારક છે.બીટનો રસ હાઇપરટેન્શન અને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે. બીટના રસમાં નાઇટ્રેટ નામનું રસાયણ હોય છે જે લોહીના દબાણને ઓછો કરે છે. આનાથી હૃદયની બીમારી અથવા હૃદયરોગના હુમલાનું જોખમ ઓછું થાય છે. બીટનો જ્યુસ વ્યાયામ દરમિયાન બ્લડપ્રેશર સ્થિર રાખે છે.

બીટ રસ નાના બાળકને સ્ફૂર્તિલું બનાવે છે. તે યકૃત પર ઓક્સિડેશન નો પ્રવાહ ઘટાડે છે. દરરોજ બીટ રસના બે કપ શરીર ની કાર્યક્ષમતા માં વધારો કરે છે.  અને ઓક્સિજન ની માત્રા નો શરીર માં વધારો કરે છે.

શરીરમાં પ્રોટીનની ઉણપ અને ડાયાબિટીઝથી પણ બચાવે છે.ડાયાબિટીસના દર્દીઓ માટે બીટ ખૂબ ફાયદાકારક છે. તે ના સેવનથી સ્વીટ ખાવાની ઈચ્છાને એકદમ શાંત રાખી શકાય છે ને તે લોહીમાં સુગરના પ્રમાણને લેવલ્માં રાખવાનું કામ કરે છે. બેટૈનિન શરીરમાં એકત્રિત વિષાક્ત પદાર્થોને બહાર કાઢીને શરીરને ડિટોક્સ કરે છે. બીટ ડાયજેસ્ટિવ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. જે કોલોન, ફેફસાં અને પ્રોસ્ટેટ કેન્સરથી શરીરનો બચાવ કરે છે.

કામોત્તેજના જાગૃત કરવા માટે :

પ્રાચીન કાળમાં રોમના રહેવાસીઓ કામોત્તેજના જાગૃત કરવા માટે બીટના રસનું સેવન કરતાં હતાં. તેઓ પાચનશક્તિ ઠીક રાખવા તેમજ લોહી સંબંધિત બીમારીઓથી છુટકારો મેળવવા માટે પણ બીટનો પ્રયોગ કરતાં હતાં. બીટનો ઉપયોગ ડેઝર્ટ, જામ તેમજ જેલીમાં પણ કરવામાં આવે છે. બીટના ફાયદા જોતાં રોજના ભોજનમાં બીટનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. બીટમાં રહેલા બૈટૈનિન તત્વના કારણે તેનો રંગ લાલ હોય છે. બેટૈનિનમાં એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે. જે આંખોનું તેજ વધારવા માટે અને સ્નાયુતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

એક્સરસાઇઝ અથવા તો મેઇન પર્ફોર્મન્સના થોડાક કલાકો પહેલાં એથ્લીટ્સ બીટનો જૂસ પીએ તો એ બેસ્ટ છે. એનાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે, મસલ્સને બૂસ્ટ મળે છે, પર્ફોર્મન્સ સુધરે છે. બીટના જૂસથી સ્ટેમિના સુધરે છે. કસરત કર્યા પછી થાક ઓછો લાગે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!