આજથી એક મહિના સુધી આ વસ્તુ મફત મળે તો પણ નો ખાવ, આખું વર્ષે રહેશે રોગ મુક્ત, 50થી પણ વધુ રોગ નજીક પણ નહિ આવે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચોમાસામાં લીલા શાકભાજી આસાનીથી અને સસ્તા મળી રહે છે તેથી લોકો તેનું સેવન વધારે પ્રમાણમાં કરે છે ખાસ કરીને આવું ગામડાઓમાં વધુ જોવા મળે છે કેમકે ત્યાં શાકભાજીની ખેતી વધુ થાય છે. પરંતુ શું તમે જાણો છો અમુક શાકભાજીનું ભાદરવા અને આસો મહિનામાં વધુ પ્રમાણમાં સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ શાકભાજીના વધુ સેવનથી શરીરમાં પિત્તનું પ્રમાણ વધે છે તેથી શરીરમાં ૫૦થી પણ વધુ રોગો થવાનો ખતરો વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો એ શાકભાજી વિષે? આજે અમે આ લેખમાં એ શાકભાજી વિષે અને તેનાથી થતા રોગ વિષે જણાવીશું.

ચોમાસામાં વધુ પ્રમાણમાં થતા પાક ચીભડાં (પાકી કાકડી) અને ભીંડાના સેવનથી ગંભીર રોગો થાય છે. આ સમયગાળા દરમિયાન ઠંડુ અને ગરમ એમ મિશ્ર વાતાવરણ હોય છે તેથી શરીરના તાપમાન માં ફેરફાર થાય છે. ખાસ કરીને ભાદરવાના તાપથી પિત્તમાં વધારો થાય છે અને આ બન્ને શાકભાજી એવા છે જેના સેવનથી અચાનક પિત્ત વધી જતા ૫૦થી પણ વધુ રોગો થવાનો ખતરો વધી જાય છે.

પાક ચીભડાંના સેવનથી પાચનશક્તિ નબળી પડે છે તેથી ગેસ અને એસીડીટીની સમસ્યા પણ ઉદભવે છે. જે લોકોના શરીરમાં વાયુનું પ્રમાણ વધારે હોય તેમને પણ આ સમયગાળા દરમિયાન ચીભડાંનું સેવન ના કરવું જોઈએ. શ્રાવણ મહિનાથી લઈને આસો મહિના સુધી ભીંડો અને ચીભડાં મફત મળે તો પણ ના ખાવા જોઈએ. કેમકે આ સમયગાળા દરમિયાન આખા વર્ષ કરતા વધુ પિત્ત બન્ને છે અને આ શાકભાજીનું સેવન તો તેની પ્રક્રિયાને બમણી કરી દે છે.

આ સમયગાળા દરમિયાન પિત્ત વધવાથી ખાતા ઓડકાર આવી છાતીમાં બળતરા થાય છે અને પેટમાં ગેસ પણ થાય છે. ચીભડાં ખાવાથી જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે અને ગેસ ઉત્પન્ન થાય છે. ઉપરાંત, માથુ દુખવા લાગે છે, પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી.

શ્રાવણ મહિના ના દિવસોમાં માનવ શરીરમાં પિત્ત જમા થાય છે અને ભાદરવા-આસો (શરદ)માં પિત પ્રકોપે છે. ચોમાસાના ઉંચા ભેજવાળા ઠંડા વાતાવરણ બાદ ભાદરવા-આસોમાં તીખો તાપ પિત્તને ઉકળે છે. તેથી આ સમયગાળા દરમિયાન આહારમાં કેટલીક કાળજી રાખવી જરૂરી છે. ગળ્યો, કડવો તથા સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો. ઘઉ, ચોખા, મગ, અડદ, તલ, અડદનું પ્રમાણ વધારે રાખવું. પાણી ઉકાળીને ઠંડુ કરીને લેવુ.

શરીરમાં પિત્તના શમન માટે ખીરનું વધુ પ્રમાણમાં સેવન કરવું, કદાચ તેથી જ આ સમયગાળા દરમિયાન ધાર્મિક શ્રાદ્ધ આવે છે જેથી લોકો ખીરનું સેવન કરે અને પિત્તના રોગોથી બચી શકાય. શરીરમાંથી પિત્ત કાઢવા માટે સવારે જાગીને નવશેકા ગરમ પાણીને જેટલું પીવાય તેટલું વધુ એકસાથે પીય જવું પછી, જ્યાં સુધી બધું પાણી નીકળી ના જાય ત્યાં સુધી મોઢામાં આંગળી નાખીને ઉલટી કરવી અને બધું પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરવો. આમ કરવાથી શરીર માંથી પિત્ત અને વધારાનું એસિડ ભાર આવી જશે અને પિત્તના રોગથી બચી શકાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top