વડીલો અને ડોકટરો પણ આપે છે આ અનાજ ખાવાની સલાહ, શરીર ને મળે છે એવા જોરદાર ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો, ડાયાબિટિસ ના દર્દીઓ તો ખાસ વાંચી લે

દરેક ના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેઈન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે પણ આ બધાંમાં બાજરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે અને જેના વિશે ઘણાં લોકો નહીં જાણતા હોય. તેમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગ્નીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જેથી બાજરીના રોટલા પાચનતંત્રને સારું રાખવાની સાથે ગંભીર બીમારીઓ સામે પણ બચાવે છે.

બાજરીના રોટલા, ગોળ અને ઘી તેમજ બાજરીના રોટલા અને અડદની દાળ એ ગામડાંનો પૌષ્ટિક અને માનીતો ખોરાક છે. મહેનતુ લોકેનો બાજરી એ મુખ્ય ખોરાક છે. બાજરી ભારતમાં સર્વત્ર થાય છે. સામાન્ય હલકી જમીનમાં બાજરી ઊગી શકે છે. તેને રેતાળ અને મધ્યમ કાળી જમીન માફક આવે છે.

માત્ર પાણી ભરાઈ રહેતું હોય તેવી ભારે ચીકણી જન્મીનમાં તેનું વાવેતર થતું નથી. બાજરીમાં ધોળી, કંજરી, દેશી વગેરે ઘણી જાતો થાય છે. હાલમાં વધુ પાક આપતી હાઇબ્રીડ બાજરીની સુધારેલી કેટલીક જાતો નીકળી છે. ખાતર-પાણીની સારી માવજત રાખવામાં આવે તો બાજરીની સુધારેલી જાતોનો પાક વધુ થાય છે.

બાજરીના રોટલા શિયાળામાં હાર્ટના દર્દીઓને રાહત અને પુરતી શક્તિ આપે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે

વધતુ વજન આજકાલ દરેકની સમસ્યા છે. આવા લોકો માટે બાજરી એક વરદાન સાબિત થાય છે. શિયાળામાં ભૂખ વધુ લાગે છે અને તેનાથી વજન વધી જાય છે. પણ બાજરીની રોટલી ખાવાથી વજન ખૂબ કંટ્રોલમાં થઈ જાય છે. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જેથી તે સરળતાથી પચી જાય છે અને પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. કબજિયાત અને ગેસથી પરેશાન હો તો પેટની સમસ્યાઓને ખતમ કરે છે બાજરી.

ડાયાબિટીસમાં બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1 ના પ્રભાવને રોકે છે. બાજરીમાં ફાઈબર ભરપૂર હોય છે ફાઇબરને પચાવવામાં તે સમય લે છે જેના કારણે ફાઇબરની ભૂખ ઓછી થાય છે જેના કારણે તમે ફરીથી ખાતા નથી અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

બાજરામાં રહેલા પોષક તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધતી અટકાવે છે. આ કારણે બાજરો ખાવાથી હૃદય રોગની શક્યતા ઘટી જાય છે. અને બ્લડ પ્રેશર ને નિયંત્રણ માં રાખે છે. તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી.

હાડકાંઓને મજબૂત રાખવા માટે બાજરી બેસ્ટ ઓપ્શન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જેથી બાજરીના રોટલાનું સેવન હાડકાંઓને હેલ્ધી રાખે છે. સાથે જ શિયાળામાં રોજ તેને ખાવાથી તે બોડીમાં કેલ્શિયમની કમી થવા દેતું નથી. જેનાથી ઓસ્ટિયો-પોરોસિસ થવાનો ખતરો પણ ઘટે છે.

બાજરીના રોટલા ઉપરાંત બાજરીની રાબ, ખીચડી, ઢોકળી અને સુખડી પણ બને છે. બાજરીના લોટમાં ગોળ અને ઘી મેળવી કુલેર બનાવાય છે. એ એક વિશિષ્ટ વાનગી છે. નાગપાંચમના દિવસે ગોગા (નાગ) મહારાજને લોકે કુલેર ચઢાવે છે. એ બાજરીના લોટમાંથી પણ બને છે. બાજરીનો પોંક પણ પડાય છે.

ગર્ભવતી મહિલાઓએ બાજરીની ખિચડી અને રોટલીનું સેવન કરવું જોઇએ. કારણ કે તેનાથી ગર્ભવતી મહિલાઓમાં આયરન અને કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. ફક્ત ગર્ભવતી મહિલાઓએ જ નહી પરંતુ દૂધ પીવડાવનાર મહિલાઓમાં જો દૂધ ન બનતું હોય તો બાજરી દૂધ વધારવામાં મદદ કરે છે.

બાજરીના રોટલાને મઠા  જેવી ઘાંટી છાશ સાથે ખાવાથી શરીરમાં સ્કૂતિ આવે છે. બાજરી  કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તેના સેવનથી શિયાળામાં થનારી સાંધાની સમસ્યાથી છુટકારો મળે છે. બાજરી કફનાશક તેમ જ વી-ર્ય ને ગરમ કરનારી પણ ગણાય છે.

જૂની બાજરી બાળી તેની રાખ કરી, પાણી સાથે મેળવી ઘોડાની પીઠ પર પડેલાં ચાંદા પર ચોપડવાથી ચાંદા માટે છે. બાજરી ગરમ હોઈ ખાસ કરીને શિયાળામાં અને ચોમાસામાં તેના રોટલા ખૂબ જ માફક આવે છે. તે ગરમ હોવાથી ગરમઋતુમાં ખાવા જેવી નથી. હરસ-મસાના રોગીઓએ અને કબજિયાત વાળાઓએ પણ બાજરી ખવી જોઈએ નહીં.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!