વર્તમાન સમયમાં લોકો પોતાની વ્યસ્તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ -ધ્યાન કરતા હોય છે. યોગને કારણે વ્યક્તિ માત્ર તણાવભરી સ્થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે. તે મન અને શરીરને શક્તિ આપે છે, એટલું ન નહી, પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે. યોગથી અનેક પ્રકારના ફાયદા થાય છે
યોગ દ્વારા થતા લાભની વાત કરીએ તો તે અમીરગરીબ, વૃદ્ધ- યુવાન અને સબળ નિર્બળ બધાં જ કરી શકે છે. યોગાસનમાં શરીરની માંસપેશીઓ હલનચલનની ક્રિયાઓ થાય છે સાથોસાથ તણાવ દૂર કરવા માટેની પ્રક્રિયા પણ થાય છે, જેથી થકાવટ દૂર થાય છે અને શરીર વધુ સ્ફૂર્તિલું બને છે.
યોગાસનમાં શરીર અને મનને તરોતાજા કરવાની શક્તિ રહેલી છે અને આધ્યાત્મિક લાભની દ્રષ્ટિએ પણ તેનું ઘણું મહત્વ છે. યોગાસનને કારણે શરીરની અંદરની ગ્રંથિઓ યોગ્ય રીતે કાર્ય કરતી રહે છે, જે લોકોની યુવાવસ્થાની સ્થિતિ જાળવી રાખે છે
યોગને કારણે આપણી પાચનશક્તિ વધે છે, સાથોસાથ મેદસ્વીપણું દૂર કરે છે. યોગથી દૂર્બળ વ્યક્તિ પણ તંદુરસ્ત રહે છે. યોગ કરવાથી બુદ્ધિમાં વધારો થાય છે અને વ્યક્તિની ધારણાશક્તિ પણ ધારદાર બને છે. યોગાસન સ્ત્રીઓ માટે પણ વિશેષ લાભદાયી પુરવાર થાય છે. યોગાસનને કારણ મહીલાનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. યોગ મહીલા અને પુરૂષ સંયમી બનાવે છે અને આહારવિહારને નિયંત્રિત કરવામાં ઉપયોગી થાય છે.
યોગ આપણી શ્વાસ લેવાને પ્રક્રિયાનું નિયમન કરે છે અને ફેફસાંને મજબૂત કરે છે. યોગ આપણાં શરીરમાં વહેતા રક્તને શુદ્ધ કરે છે અને મનને પણ શુદ્ધ કરીને સંકલ્પશક્તિને વધારે છે. યોગને કારણે રોગ સામે રક્ષણ મળે છે. શરીર નીરોગી અને સ્વસ્થ રહે છે.
ટૂંકમાં, યોગના હેતુઓ વિવિધ પ્રકારના હોય છે. લોકો સ્વાસ્થ્ય સુધારવાની લઇને મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગસાધના કરતા હોય છે.આ યોગની મદદથી કમરના દુખાવાથી સરળતાથી છુટકારો મળી શકે છે. પણ આ યોગ આસનને કરવાથી પહેલા કોઈ એક્સપર્ટ્થી સલાહ જરૂર લો.
સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. તેને કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે.
યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો.
યોગના કારણે હાઈ બ્લડપ્રેશર સામાન્ય બને છે, તણાવ ઓછો થાય છે, મેદસ્વીપણું અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત થાય છે, શરીરમાં રક્ત પરિભ્રમણ વધતું જાય છે, જે વ્યક્તિની સુંદરતાને વધારે છે. યોગની સકારાત્મક અસર મન ઉપર પણ પડે છે, યોગ કરવાથી, મન શાંત રહે છે. યોગની સકારાત્મક અસરના કારણે, સમગ્ર વિશ્વ હવે યોગ તરફ્ આગળ વધી રહ્યું છે. યોગમાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ જુદા-જુદા લાભ છે.
યોગમાં લેવાતા ઊંડા શ્વાસને કારણે મગજ શાંત રહે છે, વળી યોગના કારણે મન શાંત અને સ્થિર બને છે, યોગ્ય દિશામાં વિચારવા માટે એકાગ્ર બને છે. યોગ મનને ઉચાટ તેમજ ચિંતામાંથી મુક્તિ અપાવે છે, તેમજ સકારાત્મક વિચારો આપે છે. યોગના કારણે મનની કાર્યક્ષમતા વધે છે.
વિવિધ યોગ સ્થિતિઓ અને શ્વાસની ગતિવિધિઓને કારણે યોગ કરવાથી રક્ત શરીરમાં વધુ સારી રીતે પરિભ્રમણ કરે છે. શરીરમાં ઓક્સિજન અને પોષક તત્ત્વોના સારા પરિભ્રમણમાં પણ યોગ મદદ કરે છે. જેના દ્વારા ચામડી અને આંતરિક અવયવો તંદુરસ્ત રહે છે.
પેટ સિવાય, યોગ શરીરના અન્ય ભાગોમાંથી વધારાની ચરબી દૂર કરી શકે છે. જુદા જુદા ભાગોમાંથી ચરબી દૂર કરવા વિવિધ યોગમુદ્રા ઘણી ફાયદાકારક સાબિત થાય છે. કોઈપણ કસરતથી આ કરવું શક્ય નથી, તેથી યોગ વજન ઘટાડવા માટે ઘણા જ મદદરૂપ થઇ શકે છે.
હૃદયની સ્વસ્થતા માટે યોગ ખૂબ મોટો ભાગ ભજવે છે, યોગમાં લેવાતા અલગ પ્રકારના શ્વાચ્છોશ્વાસથી હૃદય સુધી પહોંચતી ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય છે. યોગ હૃદય અને તેની ધમનીઓને તંદુરસ્ત રાખે છે. યોગ રક્ત પરિભ્રમણને સુધારે છે, જેથી લોહી એક જગ્યાએ ગંઠાઇ નથી જતું અને હૃદય તંદુરસ્ત રહે છે.
યોગ શરીરની ઊર્જાને વધારે છે, પરિણામે પીઠનો દુખાવા અને સાંધામાં દુખાવામાં રાહત થાય છે. તે સ્પાઇનલ કોર્ડ પ્રેશરમાં પણ રાહત આપે છે. એટલું જ નહીં, શરીરની ઊર્જામાં વધારો કરી શરીરને ફ્રેશ રાખે છે.
યોગમાં લેવાતા લાંબા શ્વાસ શ્વાસની પ્રક્રિયાને પણ સારી બનાવે છે, આ કારણે દૈનિક કાર્યક્ષમતા વધે છે અને સહનશક્તિ વધે છે. તે ઊંડા શ્વાસ લેવામાં સરળતા લાવે છે, પરિણામે વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક તાણથી મુક્ત થાય છે.
રોજિંદા યોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શકિત વધારે છે, રોજ યોગ કરવાથી શરીરમાં ઘણો જ સકારાત્મક સુધારો જોવા મળે છે, શરીરનો કચરો દૂર થાય છે, પરિણામે રોગપ્રતિકારક શકિત પણ વધે છે.
યોગના કારણે જીવનમાં પુષ્કળ શાંતિ મળે છે. સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણ વધુ સારું બને છે, જેના લીધે મગજનો તણાવ ઓછો થાય છે.સારી તંદુરસ્તી માત્ર રોગોથી દૂર રહેવાની નથી, પણ તમારા મન અને લાગણીઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાથી પણ મળે છે. યોગ માત્ર રોગોને જ દૂર નથી કરતું સાથે સાથે યોગ તમને ગતિશીલ, સુખી અને ઉત્સાહી પણ બનાવે છે.
યોગ દરેક પ્રકારના દર્દને દૂર કરવામાં મદદ કરે છે. યોગની શ્વાસ અને સ્ટ્રેચિંગની પદ્ધતિ શરીરમાં અનેક પ્રકારના ઝેરીલા પદાર્થોનું યોગ્ય સંતુલન જાળવવાનું કામ કરે છે. જેમાં બ્લડ પણ સામેલ છે, જે સામાન્ય રીતે શરીરમાં જરૂરી પોષક તત્વ પહોંચાડવા અને ટૉક્સિનને હટાવવાનું કામ કરે છે. એક વખત શરીરની સર્ક્યૂલર સિસ્ટમ સુધરી જાય, પછી શરીર દર્દનો સારી સામનો કરી શકે છે.
શરીરના સાંધા, હાડકા અને સ્નાયુઓની બીમારીનો સામનો કરી રહેલા લોકો માટે યોગ મદદગાર સાબિત થઈ શકે છે. યોગ આપણાં સ્નાયુઓને સશકત બનાવવાનું કામ કરે છે. જેના કારણે આપણું શરીર વધારે મજબૂત બને છે.
યોગ તમારૂ વજન નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. યોગ દ્વારા શરીરમાં પૌષ્ટિક તત્વોનો યોગ્ય પ્રમાણમાં વિસ્તાર થાય છે. જેના પગલે આપણો મેટાબૉલિક રેટ સુધરે છે. યોગથી તમે વધારે કેલેરી ખર્ચ કરો છે. જેનાથી તમારૂ વજન ઓછુ થાય છે અને ત્વચા પર ચમક આવે છે.