Site icon Ayurvedam

ગેરેન્ટી સાથે મોંઘી દવા કરતાં વધુ અસરકારક, મગજને જડપી બનવી યાદશક્તિ વધારવા માટે જરૂર અપનાવો આ ઉપાય, શેર કરી દરેક ને જરૂર જણાવો

વારંવાર ભૂલવાની સમસ્યા માત્ર વૃદ્ધ લોકોના સાથે જ નહી પણ યુવાન લોકો સાથે પણ હોય છે. ભૂલવાનો એક મુખ્ય કારણ એકાગ્રતાની કમીના કારણે હોય છે. સ્મરણશક્તિ વધારવા માટે  મગજને સક્રિય રાખવો જરૂરી છે.

યાદશક્તિ મજબુત કરવાં માટે દરરોજ સવાર-સાંજ આંબળાના મુરબ્બાનું ગાયના દૂધની સાથે સેવન કરવું જોઈએ. એનાથી યાદ શક્તિમાં વૃદ્ધિ થાય છે. પણ એક વાતનું ધ્યાન રહે કે દૂધ ગાયનું કે બકરીનું હોવું જોઈએ, ભેંસનું દૂધ નહિ.

માલકાંગણી મેધ્ય એટલે કે બુદ્ધિ અને સ્મૃતિવર્ધક છે. તે ગરમ હોવાથી બાળકોની ગ્રહણશક્તિને પણ વધારે છે. તેમજ ચેતાતંતુઓને બળ આપે છે. યાદશક્તિ અને બુદ્ધિ વધારવા માટે બાળકોને માલકાંગણીનાં તેલનાં ૧થી ૨ ટીપાં રોજ રાત્રે પતાસા પર પાડી અથવા દૂધમાં મેળવીને આપવાં. બે મહિના સળંગ આ પ્રમાણે ઉપચાર કરવાથી બુદ્ધિ સતેજ બને છે. માલકાંગણી મગજને શાંત કરનાર પણ છે. એટલે વધારે પડતા ચંચળ સ્વભાવનાં બાળકોને પણ આ ઉપચારથી લાભ થાય છે.

માલકાંગણીનું એક બીજ પ્રથમ દિવસે રાત્રે દૂધ સાથે લેવું. બીજા દિવસે રાત્રે બે બીજ લેવાં. એમ રોજ એક-એક બીજ વધારતા જવું. 21 દિવસે 21 બીજ લઈ પછી રોજ એક-એક બીજ ઘટાડતા જવું. આ રીતે 42 દિવસે ઉપચાર પૂરો કરવો. આ ઉત્તમ બુદ્ધિવર્ધક ઉપચાર છે.

બદામના નવ દાણાને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે બારીક પીસી લો. અને એની સાથે અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ, એક ચમચી મધ લઈને એને એક ચમચી દેશી ઘી માં મિક્ષ કરીને પી જાવ. યાદ શક્તિ સારી થઇ જશે.

એ સિવાય બ્રાહ્મી, શંખપુષ્પી, આંબળા, ગળો અને જટામાંસી આ બધાનું સમાન માત્રામાં ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને 2 ગ્રામની માત્રામાં સવાર સાંજ શુદ્ધ પાણીની સાથે લેવાથી નબળી યાદ શક્તિમાં લાભ થાય છે. બ્રહ્મી મગજની શક્તિ વધારવાની મશહૂર જડી-બૂટી છે. એનું એક ચમચી રસ રોજ પીવો હિતકર છે. એના 7 પાન ચાવવાથી પણ લાભ મળે છે. આ મગજની શક્તિ ઘટાડવા પર રોક લગાડે છે.

અન્ય એક ઉપાય કરવાં માટે,  શંખપુષ્પીને ફૂટી-પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણની 8 ગ્રામ માત્રાને અઢીસો ગ્રામ દૂધમાં વ્યવસ્થિત પીસીને મિક્ષ કરી એક ચમચી મધ મિક્ષ કરીને તેને સવારે નાસ્તા પહેલા અને સાંજે પીવો યાદશક્તિની કમીમાં લાભ મળે છે.

જે એક સારી આયુર્વેદિક દવા પણ છે. અને એ છે તજ. રાત્રે ઊંઘતા પહેલા તજ પાઉડર 1 ચપટી લઇ અને મધ સાથે મિક્ષ કરી લો. આ ઉપાયથી મગજ ઝડપી થાય છે અને માનસિક તણાવ પણ ઓછું થાય છે.

તુલસીમાં એન્ટિબાયોટિક અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જેનાથી મગજ અને દિલમાં લોહીનો પ્રવાહ સારો થાય છે. અખરોટ સ્મરણ શક્તિ વધારવામાં સહાયક છે. 20 ગ્રામ અખરોટ અને 10 ગ્રામ કિશમિશ દરરોજ લેવી જોઈએ. તેનાથી યાદશક્તિ માં વધારો થાય છે.

અળસીનો તેલ તમારી એકાગ્રતા વધારે છે ,તમારી સ્મરણશક્તિ તેજ કરે છે અને વિચારવાની શક્તિને પણ વધારે છે. નિયમિત રૂપથી અળસીના તેલના સેવનથી તમારી મસ્તિષ્ક સંબંધી કોઈ વિકાર નહી રહેશે. જો યાદશક્તિ નબળી છે તો તમારી દિનચર્યામાંથી થોડું સમય કાઢી દરરોજ ભદ્રાસન કરો. મગજ આખી ઉમ્ર તેજ રહેશે.

મગજ શાંત રાખવા પૂરતી ઊંઘ જરૂરી છે. પરીક્ષા સમયે કે લાંબા સમય સુધી ઊજાગરા કરવાથી યાદશક્તિ નબળી પડે છે. છેલ્લા અઠવાડિયા સુધી જે નથી જ વાંચ્યું એ યાદ નથી આવવાનું મગજ શાંત હશે તો તેનાથી તો જે વાંચ્યું હસે તે યાદ રહશે.

મગજને કેળવવા માટે, યાદશક્તિ સાબૂત રાખવા અવારનવાર ક્રોસવર્ડ, પઝલ્સ, સુડોકુ જેવી રમતોની કવાયતો કરવી જોઇએ. ખોરાકમાં ગાયનું ઘી જ વાપરવું ગાયના ઘીમાં, ઘૃતિ અને સ્મૃતિ વધારવાના ગુણ છે.

મગજના કોષોની શક્તિ અને ચેતા સંગમોનો પાવર વધારવા વિટામિન ‘બી કોમ્પલેક્ષ’ જરૂરી છે. યાદશક્તિ માટે વિટામિન ‘બી ૬’ અને હોશિયારી માટે વિટામિન ‘બી ૧૨’ અને ‘ફોલેટ્સ’ અગત્યના છે. આ તમામ દૂધ, લીલા શાકભાજી, કઠોળ વગેરેમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. મગજને શુદ્ધ લોહી અને ઓક્સિજન મળતા રહે તે જરૂરી છે. તેના થી યાદશક્તિ માં  સુધારો થશે.

Exit mobile version