આજકાલ ના સામય માં લોકો ના ખોરાક ખૂબ ખરાબ થઈ ગયા છે. એમાં પણ જંકફૂડ ના સેવન થી ઘણા લોકો માં મોટાપણું જોવા મળે છે. ઘણા લોકો ની ઓફિસ જોબ હોવાને લીધે તેમણે સતત ખુરશી પર બેસી રહેવા ને લીધે પણ જાડાપણાં ની સમસ્યા જોવા મળે છે. જાડાપણું એ કોઈ ગંભીર બીમારી નથી પણ તેને સરલતાથી લેવું જોઈએ નથી. તેને દૂર કરવા માટે ના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ.
વધી ગયેલું વજન ઉતારવા માટે લોકો જાતજાત ની કોશિશ કરે છે પણ લાંબો સામે માટે એ અનુસરતા નથી આથી તેની અસર તરત દેખાતી નથી. જેથી આ બધાની સાથે કેટલાક ઘરેલૂ ઉપાય પણ કરવા જોઈએ, જેથી જલ્દી ફાયદો મળે. અમે તમારા માટે એવી વસ્તુ લઈને આવ્યા છે જે એક જ સપ્તાહમાં 3-4 કિલો સુધી વજન ઉતારી શકે છે.
તેની સાથે જ તે હાર્ટ એટેક, ડાયાબિટીસ, થાઈરોઈડના દર્દીઓ માટે પણ ફાયદેમંદ છે. જો તમે એકદમ સ્વસ્થ હશો તો તમને આની કોઈ જાત ની આડઅસર પણ નહીં થાય.તો ચાલો જાણીએ આ પાઉડર બનાવવા માટે કઈ કઈ વસ્તુ વપરાય છે, તે વસ્તુ ઑ ના ફાયદા શું શું છે, અને પાવડર કેવી રીતે બનાવવો.
વેટલોસ પાઉડર બનાવવા માટે જરૂરી સામગ્રી:
- 3 ચમચી ઈસબગુલ
- 2 ચમચી વરિયાળીનો પાઉડર
- 2 ચમચી ત્રિફલા પાઉડર
- 2 ચમચી ધાણા પાઉડર
- 2 ચમચી જીરું પાઉડર
આ રીતે બનાવો સ્લિમ બનવાનો પાઉડર: સૌથી પહેલાં 1 બાઉલમાં આ બધી વસ્તુઓ લઈને બધું બરાબર મિક્સ કરી લો અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો. પછી આ પાઉડરને એક કાંચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.
આ પાઉડર લેવાની રીત: દરરોજ દિવસમાં 2વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ. 1 ચમચી સવારે ખાલી પેટે અને પછી અડધો કલાક કંઈપણ ખાવું નહીં અને રાતે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ ખાઓ.
આ ચૂર્ણમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ફાયદા
(1) ઈસબગુલ
આમાં વજન ઓછું કરવાના ગુણ હોય છે. તેની સાથે જ આ પેટના ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે અને પેટને હેલ્ધી રાખે છે.ઈસબગુલ કબજિયાત, રક્તાતિસાર, ઊનવા, બળતરા, દાહ, તૃષા, અને રક્તપિત નો નાશ કરે છે.
(2) ધાણા પાઉડર
ધાણા પાવડર માં એક બહુ જ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. સાથે જ મેટાબોલિઝ્મ વધારે છે. જેનાથી વજન જલ્દી ઘટવા લાગે છે.
(3) ત્રિફલા
ત્રિફલા આ ત્રણ ઔષધી ઑ ભેગી કરવાથી બને છે: આમળા, બહેડા અને હરડે ત્રિફલા ચૂર્ણ કફ અને પિત્ત ને હરે છે. પ્રમેહ તથા કોઢ ને મટાડનાર, મળ ને સરકાવનર, નેત્ર ને હિતકારી છે. ત્રિફલા નું સેવન બોડી ટોક્સિન્સને દૂર કરી બોડી ફંક્શન સુધારે છે. આંખ ની આસપાસ ખંજવાળ, જાખપ, આંજણી, આખો ની બળતરા- ગરમી તથા કબજિયાત દૂરકરનાર છે. આંખો નું તેજ વધારે છે.સાથે જ તેનું રેગ્યુલર સેવન કરવાથી બોડી શેપમાં રહે છે અને પાચનશક્તિ માં ખૂબજ સુધારો મળે છે.
(4) વરિયાળી
વરિયાળી મધુર, સહેજ તૂરી, તીખી, કડવી, પચાવ માં હલકી છે. ભૂખ લગતી નો હોય, પાચન બરાબર થતું નો હોય અને સૂંઠ, આદું, મરી પીપર જેવા દ્રવ્યો સહન ન થતાં હોય એમના માટે વરિયાળી ઉત્તમ ઔષધ છે. આમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે.
(5) જીરું
જીરું ગેસ નો નાશ કરે છે. જીરું દુર્ગંધ નાશક અને વાયુનાશક છે. તે કારમિયા નો નાશ કરે છે.અતિશય એસિડિટી રહેતી હોય તો સવાર સાંજ ધાણા – જીરું નું ચૂર્ણ સંભાગે સાકર સાથે લેવાથી માટે છે. આ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.