Site icon Ayurvedam

આ ઔષધિ તમારા રસોડા માં જ છુપાયેલી છે, જાણી લ્યો તેના પાણી ના ફાયદા..

ભારતીય રસોઈ ઘરમાં જીરાનો ઉપયોગ એક મસાલા તરીકે કરવામાં આવે છે. જીરા નો સ્વાદ ઉત્તમ હોય છે તેની સુગંધ પણ ખૂબ સારી હોય છે. જીરાનો ઉપયોગ માત્ર મસાલા પૂરતો જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જીરા ની અંદર ભરપૂર માત્રામાં મેગેજીન, લોહ તત્વ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, જીંક અને ફોસ્ફરસ ભરપુર પ્રમાણમાં હોય છે. તેનો મેક્સિકો, ઇન્ડિયા અને નોર્થ અમેરિકામાં વધુ ઉપયોગ કરવામાં આવે છે.

જીરા નુ પાણી એ કોઇ સામાન્ય પાણી નથી આયુર્વેદશાસ્ત્ર ની અંદર તેને સર્વોત્તમ ઔષધિ માનવામાં આવી છે, અને તે સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે . જે વ્યક્તિનું વજન વધી ગયો હોય અને તે પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તેઓએ જીરાવાળા પાણીનું સેવન કરવું જોઈએ. આ માટે બે મોટી ચમચી લઈને એક ગ્લાસ પાણીમાં આખી રાત માટે પલાળી મુકવાનું છે.

સવારે આ પાણી ને ગાળીને તેને ઉકાળીને વધેલું પાણી પી જવાનું રહેશે. જો જીરૂ પસંદ કરતા હોય તો વધેલું જીરું પણ ખાઇ શકાય છે. જીરાવાળુ પાણી પીવાના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે. આ ઉપરાંત જીરામાં મળી આવતું એન્ટીઓક્સીડેન્ટ પાચનશક્તિને વેગ આપે છે. જે લોકોને ગેસની સમસ્યા હોય તે પણ દૂર થાય છે.

કબજિયાત અને એ.સી.ડી.ટી: જે લોકોનું પેટ હંમેશા ખરાબ રહેતું હોય છે. અથવા જે ને કબજિયાત કે એસિડિટીની ફરિયાદ રહેતી હોય છે. તેમના માટે જીરું પાણી પીવું ફાયદાકારક છે. હૃદયનાં રોગનાં દર્દીઓ માટે, જીરું વરદાન રૂપ છે. તેના દૈનિક વપરાશમાં હૃદય સંબંધિત રોગનું જોખમ ઘટે છે ઉપરાંત શરીરના કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે.

જમ્યા બાદ ઘણી વખત પેટ ફૂલી જતું હોય છે આ પ્રકારની સમસ્યામાંથી પણ જીરાના પાણીથી છુટકારો મળે છે. હાર્ટએટેક ની સંભાવના પણ જીરા પાણી થી ઓછી થઇ શકે છે. જીરા નુ પાણી પીવાના કારણે પેટને લગતી દરેક બીમારીઓ દૂર થઈ જાય છે, અને સાથે સાથે તમારું પાચનતંત્ર પણ વધુ મજબૂત બને છે. આથી જ ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે અને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

જીરા નુ પાણી પીવાના કારણે શરીરની અંદર લોહીનો સંચાર વધી જાય છે. આથી જ શરીરના દરેક ભાગ ની અંદર પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે છે, જેથી કરીને શરીરની અંદર લોહીની ઉણપ હોય તો તે પણ દૂર થઇ જાય છે. અને આથી જ માસપેશીઓના દુઃખાવામાં રાહત મળે છે. સાથે સાથે શરીરમાં કોઈ પણ જગ્યાએ સાંધાની દુખાવો થતો હોય અથવા તો વારંવાર થાક લાગતો હોય તો તેમાંથી પણ છુટકારો મળે છે.

જીરાનું પાણીનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલ વધારાનો કચરો દૂર થઈ જાય છે, આથી શરીર વધારે મજબૂત બને છે અને સાથે  ઇમ્યુનીટી સિસ્ટમ પણ સારી બની જાય છે. આથી વારંવાર થતા વાયરલ ફીવર અને વાયરલ બીમારીઓથી બચી શકાય છે.

જીરા ની સુગંધ મનમોહક હોય છે. જો કોઈપણ વ્યક્તિને અનિદ્રાની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે પણ જીરાનો ઉપયોગ કરી શકાય છે. જો દરરોજ સાંજે સૂતી વખતે જીરાના પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે અનિંદ્રા ની સમસ્યામાંથી છુટકારો મળે છે.

જીરાનું પાણી ઉનાળામાં પીવું ખૂબ જ લાભકારી હોય છે. જીરામાં હાજર પોષક તત્વો શરીરની ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરે છે. જયારે ગરમીમાં પૂરતું પાણી નથી પીતા ત્યારે શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે. ત્યારે સવાર સવારમાં જીરાનું પાણી પીવાથી ઘણી બીમારીઓ મટે છે. ખાલી પેટે જો જીરાનું પાણી પીવામાં આવે તો શરીરને આખો દિવસ ઉર્જા મળતી રહે છે. અને થાક લાગતો નથી.

જો  હાઈ બ્લડ પ્રેશરનો દર્દી હોય તો જીરા નું પાણી  દરરોજ લેવાથી, પરિસ્થિતિમાં નિયંત્રિત રહે છે. ડાયાબિટીસ હોય તો જીરાનું પાણી શરીરની શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તાવ હોય તો જીરાનું પાણી શરીરના તાપમાનને ઓછું કરે છે. કેમકે જીરું ઠંડક માટે જાણીતું છે.ત્વચા માટે દરરોજ જીરાનું પાણી પીવાથી, ત્વચા તંદુરસ્ત બને છે. અને સ્કીનમાં નિખાર આવે છે.

Exit mobile version