Site icon Ayurvedam

શું તમને પણ આમાંથી કોઈ સમસ્યા છે? તો હોય શકે છે શરીરમાં આ ખામી, અહી ક્લિક કરી જાણો તેને મટાડવાના ઉપાય

શરીરમાં વિટામિન ની ઉણપ હોય તો તમારા શરીરના ઘણા અંગો પર અસર જોવા મળે છે. હાથથી માંડીને પગ અને યાદશક્તિ પર પણ અસર વર્તાય છે. શરીરના અંગો વ્યવસ્થિત રીતે કામ કરે તે માટે વિટામિન હોવું ખૂબ જરૂરી છે. જેના કારણે કમરના મણકામાં ઘસારો, ઘૂંટણ દુખવા, હાડકાં નબળાં પડી જવા જેવી ઘણી બધી સમસ્યા થાય છે.

એક સ્વસ્થ શરીર અને મગજને પોષ્ટિક આહાર ની જરૂરિયાત હોય છે. એવો આહાર જે પ્રોટીન, વિટામીન, ફેટ્, કાર્બોહાઇડ્રેટ , આયરન જેવા અન્ય પોષક તત્વોથી સંપૂર્ણ હોવો જોઈએ.જો આહારમાં એક પણ પોષક તત્વોની ઉણપ રહી જાય તો સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને શરીર અસ્વસ્થ થઈ શકે છે.

વિટામીન આપણાં શરીરમાં ઘણા કારણોથી ખુબ જ મહત્વપૂર્ણ છે અને એવામાં આપણું શરીર તેની ઉણપના સંકેત આપે છે. તમે આ સંકેતના આધારે તમારા આહાર માં ફેરફાર કરી નુકસાનથી બચી શકો છો અને શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકો છો. આવો જોઈએ આપણાં શરીરમાં વિટામીન ની ઉણપથી શરીરમાં જોવા મળતા સંકેતો.

આપણાં શરીરમાં કેટલાય કારણોથી વાળ અને નખ તૂટી જાય છે જેમાંથી એક કારણ બાયોટિનની ઉણપ પણ છે. બાયોટિન, જેને વિટામિન બી7 ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, શરીરમાં આહાર ઉર્જાનું સ્વરૂપ આપવામાં મદદ કરે છે. બાયોટિન(વિટામિન બી7)ની ઉણપથી વાળ તૂટે છે અને પાતળા બની જાય છે અને નખ પણ તૂટવાના શરૂ થઇ જાય છે. આ સંકેતથી તમે વિટામિન બી7 ની ઉણપને સ્પષ્ટ રીતે સમજી શકો છો. આ ઉપરાંત બાયોટિનની ઉણપના અન્ય લક્ષણોમાં થાક, માંસપેશિઓમાં દુખાવો, સોજો આવવો સામેલ છે.

ખોરાક જેમાં પોષક તત્ત્વોની ઉણપ થઇ જાય તો તે આંખોની સમસ્યાઓને જન્મ આપે છે. તેની ઉણપથી દ્રષ્ટિ સંબંધિત સમસ્યા ઓ પેદા થાય છે. જેમ કે વિટામિન – ‘એ’ ની ઉણપથી નાઇટ બ્લાઇન્ડનેસ જેને  (રતાંધળાપણું) કહેવાય છે. એવામાં લોકોની ઓછી રોશની અથવા અંધારામાં જોવાની ક્ષમતા ઘટી જાય છે.

50 વર્ષની ઉંમર સુધી પહોંચતા-પહોંચતા 50 ટકા લોકોના મોટાભાગે વાળ ઉતરતાં હોય છે. આ સમસ્યાને પોતાના ખોરાકમાં પોષક તત્વોને સામેલ કરીને કંટ્રોલ કરી શકાય છે.

માણસ ના શરીર માં બધાજ પ્રકાર ના તત્વો ની પૂરતી માત્રા હોવી જરૂરી છે. જો શરીર માં વીટામીનની  કમી સર્જાશે તો માણસ ના હાડકાઓ પર તેની મોટી અસર પડે છે. જેને લીધે ઓસ્ટીયોપોરોસીસ અને ક્રેક નું જોખમ વધારે વધી જાય છે તેથી માણસે પોતાના શરીર ના હાડકાઓ ને મજબુત બનાવી રાખવાનું છે.

શરીરના અંગો જેવા કે આંગળીના નખ ને સ્ટ્રોંગ રાખવા માટે શરીરમાં વિટામીન ની જરૂર હોય છે. જો શરીર માં વિટામીન ઉણપ મળે છે તો તેનાથી તમારા નખ ભૂરા ભૂરા અને નબળા થવા લાગે છે.

જે આપણાં શરીરમાં વિટામિનની કમી હશે તેના દાંત અને હાડકાઓ ને નુક્શાન થઇ શકે છે. આપણા શરીર નું ૯૦% વિટામીન દાંતો અને હાડકાઓ માં જમા થાય છે જો વિટામીન ની ઉણપ થાય તો આપણે તેમના દર્દ ની સમસ્યા નો સામનો કરવો પડે છે.

માણસ ના શરીર ના રહેલું દિલ સારું કામ આપશે જો શરીર માં પૂરતી માત્રા માં વિટામીન હશે. જો વિટામિનની  ઉણપ હશે તો દિલ ની ધડકન વધી જાય છે અને બેચેની નો અનુભવ થાય છે વિટામીન દિલ ને લોહીને પૂરું પાડવામાં સહાયતા કરે છે.

જો  લોકો ના શરીર માં પૂરતી માત્રા માં વિટામીન હોય તો તેની રોગ પ્રતિરોધક ક્ષમતા સારી હશે. જો વિટામિન ની ઉણપ હોય તો પેથગોન એટેક થી સહન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

Exit mobile version