Site icon Ayurvedam

માત્ર 1 જ કલાકમાં વગર દવાએ શરદી, ઉધરસ, તાવ-કળતર થઈ જશે ગાયબ, માત્ર કરી લ્યો આ દેશી ઈલાજ

અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆતમાં ફેફસામાં રહેલો કફ ઓગળીને નાક વાટે બહાર આવે છે જેથી કફમાં વાઇરસના જીવાણુઓ બળી જાય છે. જેના પરિણામે ઉનાળાની આ શરૂઆતમાં શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. જેના પરિણામે આપણે જાતજાતની દવાઓ લેતા હોય છીએ. પરંતુ આ દવાઓ આપણને આડઅસર પણ વધારે પ્રમાણમાં કરતી હોય છે.

જો આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સહારો લેવામાં આવે તો શરદી ઉધરસના આવા રોગથી બચી શકાય છે અને કફને બહાર કાઢી શકાય છે. આ બીમારીનો ઈલાજ આપણા રસોડામાં જ હોય છે. આપણા રસોડામાં આવી ઘણી બધી ચીજો હોય છે જેના લીધે આવા વાયરલ રોગોનો ઈલાજ કરી શકાય છે. તો ચાલો આજે આપણે જાણીએ શરદી, ઉધરસ, તાવ, કફને દૂર કરવા માટેના અલગ અલગ નુસકાઓ  વિશે.

શરદી- ઉધરસ માટે અરડુસી ના પાંદડા નો કાળો પી શકો છો, ઉધરસ માટે ની આયુર્વેદિક દવા બનાવવા માટે અરડુસી નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ઉકાળો બનવા માટે તમે 5-6 અરડુસી ના પાંદડા ને ૧ ગ્લાસ પાણી માં નાખી ને ઉકાળો પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફ, ફ્લૂ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

માથાનાં દુખાવા, સ્તનરોગ, રક્તપિત્ત, ખાંસી વગેરે દૂર કરવા નવસાર વપરાય છે. નવસાર પીવાથી છાતીનો મેલ પણ દૂર થાય છે કમળો તથા પિત્ત પ્રકોપે ત્યારે નવસાર ઘણો ઉપયોગી છે. એક કપ પાણીમાં એક ચપટી નવસાર નાંખીને દિવસમાં ત્રણ વખત પીવાથી ખાંસી મટે છે.

ગાયના શુદ્ધ દેશી ઘી ઓગાળીને 2 ટીપા નાકમાં નાખવાનો પ્રયોગ ત્રણ મહિના સુધી કરવાથી જૂનામાં જુનો કફ પણ મટી જાય છે. વરીયાળી અને અજમાને પાણીમાં ઉકાળીને તેમાં મધ ભેળવીને ત્રણ કલાકે પીવાથી શરદી અને ખાંસી ઠીક થાય છે, નાકમાંથી પાણી પડવાની સમસ્યા ઠીક થાય છે તેમજ ગળામાં બળવાની તેમજ સોજો આવી જવાની સમસ્યા ઠીક થાય છે.

આદુ, હળદર, ગાજર, લસણ ફુદીનો, મેથી, બીટ અને હાથલા થોરના ફીંડલા વગેરે મિક્સ કરીને તેને મિક્સરમાં નાખીને તેનો રસ પી લેવાથી ફેફસાની સફાઈ બરાબર થાય છે. ફેફસામાં રહેલા કફને આ ઔષધિઓમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો દુર કરે છે. જેનાથી અશુધ્ધિઓ દુર થાય છે.  જેથી શ્વાસ બરાબર અને પુરતો લઇ શકીએ છીએ જેનાથી ઓક્સીજન લેવલ વધે છે.

એક ગ્લાસ પાણીમાં છ થી સાત લવિંગ નાખીને ઉકાળીને પીવાથી બેસેલો અવાજ ખૂલી જાય છે, તેમજ શરદી-ઉધરસ પણ ઓછી થઇ જાય છે. એક કપ પાણીમાં થોડો કાળા મરી પાવડર, છીણેલું આદું, ચપટી હળદર અને મધ મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ ઉકાળી લો. દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગળામાં થતાં ઇન્ફેકશનમાં રાહત મળે છે.

ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી કફ ઠીક થાય છે. કાળા મરીનો પાવડર લઈને તેમાં સાકરને ખાંડીને પીવાથી કફમાં લાભ થાય છે. 6 ગ્રામ કાળા મરીને વાટીને તેમાં 30 ગ્રામ ગોળ અને 60 ગ્રામ સાકર ભેળવી સવારે અને સાંજે 5 દિવસ સેવન કરવાથી બગાડ થયેલો કફ ઠીક થાય છે અને બહાર નીકળી જાય છે અને ફરી આ કફ થતો નથી

બહેડાની છાલ રાત્રે સુતા સમયે મોઢામાં રાખીને સૂચી લેવાથી ગળામાં ફસાયેલો કફ નીકળી જાય છે જેના લીધે શરદી દૂર થાય છે. બહેડાનું ચૂર્ણ 3 થી 6 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ગોળ સાથે ખાવાથી ખાંસીના રોગમાં ખૂબ જ લાભ મળે છે. બહેડાની અંદરનો ગર્ભ કે છાલને શેકીને મોઢામાં રાખવાથી ખાંસી દુર થાય છે.

એક કપ ગરમ પાણીમાં સાકર નાખો. તેમાં ધાણા, જીરું અને વરીયાળી, મેથીને વગેરેને શેકીને ખાંડી નાખો. તેમાં દૂધ નાખો. બાદમાં આ મિશ્રણ ગાળીને પી લો. જેના લીધે કફ બહાર નીકળી જશે. એક આદુનો ટુકડો ખાંડીને એક કપ પાણીમાં નાખીને ઉકાળીને તેમાં બે ચમચી મધ નાખીને પીવાથી કફ શરીરમાંથી ઓગળીને નીકળે છે.

અરડૂસીનાં પાન, લીલી ગળો અને બેઠી ભોરિંગણી ના મૂળ એ દરેક ચીજ દસ દસ ગ્રામ લઈ તેને અડધા લિટર પાણીમાં ઉકાળવું અને પા ભાગમાં બાકી રહે ત્યારે તેને ઉતારી લેવું. આ રીતે બનાવાયેલો ઉકાળો તાવ, ખાંસી પર અપાય છે. અરડુસી, કાળી દ્રાક્ષ અને હરડે એ દરેક પાંચ પાંચ ગ્રામ લઇ સર્વે ખાંડી લેવું. પછી તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળામાં મધ અને સાકર નાખવા, ખાસ કરીને બાળકો માટે આ ઉકાળો ખૂબ જ ઉપયોગી થાય છે. બાળકોને તાવ, ઉધરસ પર અકસીર અસર બતાવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version