દરેક ઘરમાં મળી આવતી વરિયાળી સામાન્ય રીતે મોઢાને સાફ રાખવાનું કામ કરે છે. વરીયાળીમાં વિટામિન, ફાઈબર, આયરન, પોટેશિયમ, એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટીરિયલ જેવા ઘણા ગુણ મળી આવે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યા થાય છે તો વરિયાળીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. વરિયાળી ખાવાથી તો ફાયદા મળે છે, પરંતુ જો તેને દૂધમાં ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે. તો ચાલો આજે અમે વરિયાળી વાળું દૂધ પીવાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.
વરિયાળી વાળુ દૂધ અસ્થમા રોગો માટે બહુ લાભદાયક સાબિત થઈ શકે છે. જો અસ્થમા રોગ વાળા પીણું રોજ સેવન કરે તો આનાથી એમને રાહત મળે છે. વરીયાળી વાળું દૂધ શ્વાસની સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આ એક પીણું છે જે પીરીયડના દર્દમાં રાહત આપે છે. પીરીયડ દરમિયાન જો આ દૂધ નું સેવન કરવામાં આવે તો પીરીયડને લગતી સમસ્યાઓથી રાહત મળે છે. અને આનાથી અનિયમિત પીરીયડથી પણ છુટકારો મળી શકે છે.
વરિયાળીને દૂધમાં મિક્સ કરીને પીવાથી પેટના સ્વાસ્થ્યને સારું રાખી શકાય છે. આ પીણાં થી કબજિયાતથી પણ છુટકારો મળે છે. વરિયાળી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો વરિયાળી ને દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો તેનાથી મન અને મગજ ફ્રેશ થાય છે. અને સાથે જ યાદશક્તિ પણ વધે છે. એક દિવસમાં એક વખત દૂધમાં વરીયાળી અને ઘી નાખીને પીવાથી શરીર તંદુરસ્ત બની જાય છે. દવાઓના કારણે શરીરમાં ગરમી થવાથી અથવા મોઢામાં છાલા થવા ઉપર પણ તે રામબાણની જેમ કામ કરે છે. વારંવાર આવતા ઉબકા કે પછી ઉલટીની સારવારમાં વરિયાળી વાળું દૂધ ખૂબ મદદ કરે છે.
આજકાલ ડાયાબિટીસની બીમારી ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. જો તમે ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખવા માંગો છો, તો વરીયાળી વાળું દૂધ પીવું તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ એ પોતાના રોજિંદા જીવનમાં વરિયાળીને જરૂરથી સામેલ કરવી જોઈએ. શરીર માં થતી બળતરા ને દૂર કરવા માટે વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી ૫-૬ ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.
વરિયાળી વાળુ દૂધ કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં વધારે લાભદાયક માનવામાં આવે છે. જો તમે આ પીણું રોજ પીવો છો તો તમને કોલેસ્ટ્રોલ લેવલ માપમાં રાખવામાં સરળતા થશે. કોલેસ્ટ્રોલની સમસ્યામાં આપને ડાયટ પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે. જો તમે દરરોજ વરિયાળી વાળુ દૂધ પીવો છો તો તમને આંખો ને લગતી સમસ્યા થી છુટકારો મળે છે. એનાથી આંખોમાં બળતરા અને પાણી નિકળવાની દૂર સમસ્યા થાય છે. આ પીણું આપણી આંખો ને ખૂબ જ ફાયદો કરાવે છે.
રાતે સૂતા પેહલા વરિયાળી વાળુ દૂધ પીવાથી પાચન પણ સારું થાય છે અને આ કેટલીય બીમારીઓ થી પણ બચાવે છે. વરિયાળી વાળું દૂધ તમારી ત્વચા માટે ફાયડકારક છે. વરિયાળી વાળા દૂધમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબેકટીરિયલ જેવા તત્વો જોવા મળે છે. જેનાથી ત્વચાને સબંધી રોગ જેવા કે સ્કિન ઇન્ફેકશન, ખંજવાળ, મુહાસો જેવા રોગોથી છુટકારો મળવી શકાય છે. જેના લીધે તમારી ત્વચા સ્વચ્છ રહે છે.
વરિયાળી વાળા દૂધમાં એસેન્શિયલ ઓઈલ ફાઇબર એન્ટિઓક્સિડેન્ટ એન્ટીવાયરલ ગુણ મળી આવે છે, જેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. તે લોહીને ચોખ્ખું કરવામાં મદદગાર સાબિત થાય છે. જેનાથી ચહેરા પર રહેલા દાગ-ધબ્બા અને ખીલ દૂર થઈ જાય છે. વધારે વજનથી પરેશાન છો તો તમારે વરીયાળી વાળું દૂધ જરૂરથી પીવું જોઈએ. કારણકે વરિયાળીથી કેલરી ઓછી થાય છે અને દૂધથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે. જેનાથી તમારી વારંવાર ખાવાની આદત છૂટી જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.