વરિયાળી ખાવાથી તો તેના ફાયદા મળે છે, પરંતુ જો તેને દૂધની સાથે ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે. વરિયાળી વાળુ દુધ બનાવવા માટે ૧ ગ્લાસ દૂધમાં ૧ નાની ચમચી વરિયાળી ઉમેરી દો. ત્યારબાદ તેને હળવી આંચ પર ઉકળવા દો. તમે ઇચ્છો તો આ મિશ્રણમાં સાકર અને મધ પણ ઉમેરી શકો છો, તેનાથી તેના સ્વાદમાં વધારો થાય છે. સાથે સાથે તેનો ફાયદો પણ વધી જાય છે. વરિયાળી વાળા દૂધનું સેવન સૂતા પહેલાં કરવું જોઈએ.
એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-વાયરલ ગુણોને થી ભરપૂર હોવાને કારણે વરીયાળી વાળું દૂધ અસ્થમાનાં દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલું જ નહીં તે સિવાય તે ખાંસીથી પરેશાન લોકો માટે પણ વરીયાળી કોઈ રામબાણથી ઓછી નથી. ખાંસીથી પરેશાન લોકોએ વરિયાળીને શેકીને સાકરની સાથે સેવન કરવું જોઈએ.
દરરોજ સવારે ખાલી પેટ પર વરિયાળીનું પાણી પીવાથી જાડાપણાની (Obesity) સમસ્યા દૂર થાય છે. આનું કારણ એ છે કે વરિયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે, મેટાબોલિઝ્મનો દર વધે છે, જે કેલરી અને ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વરિયાળીમાં રહેલ ફાયબર વજન ઘટાડવામાં મદદ કરે છે.
આજકાલ ડાયાબિટીસની બીમારી ખૂબ જ સામાન્ય થઈ ચૂકી છે. તેવામાં જો તમે પોતાના ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખવા માંગો છો, તો વરીયાળી વાળું દૂધ પીવું તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ એ પોતાના રોજિંદા જીવનમાં વરિયાળીને જરૂરથી સામેલ કરવી જોઈએ.
વરિયાળીમાં વિટામીન, કેલ્શિયમ, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટી-ઓક્સિડેન્ટ જેવા ઘણા ગુણ મળી આવે છે. આ બધા ગુણકારી તત્વ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મદદગાર થાય છે, જેથી હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે.
ભોજન કર્યા બાદ વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયા ખૂબ જ સારી થાય છે. તેનાથી કબજિયાત, પેટમાં દુખાવો, બળતરા, એસીડીટી, સોજો અને અપચો જેવી પરેશાનીઓથી છુટકારો મળે છે. ખાસ કરીને જો તમે વધારે મસાલેદાર ભોજનનું સેવન કરો છો, તો વરિયાળીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આજકાલ વર્કનું પ્રેશર દરેક લોકોને હોય છે. જેના કારણે તેઓ ચિંતામાં અને તણાવમાં રહેતા હોય છે. જેથી લોકોને અનિદ્રાની સમસ્યા રહે છે. તેવામાં વરિયાળીનું સેવન ખૂબ જ લાભદાયક બની શકે છે. કારણ કે તેમાં રહેલ મેગ્નેશિયમ થી મગજ શાંત રહે છે અને ઊંઘ સારી આવે છે.
આંખોની રોશની વધારવામાં પણ વરિયાળી ખૂબ જ કારગર સાબિત થાય છે. હકીકતમાં તેમાં વિટામિન-એ મળી આવે છે, જેનાથી આંખોની રોશની વધે છે. સાથોસાથ મોતિયાનાં દર્દીઓ માટે પણ વરિયાળીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. વરિયાળીમાં એસેન્શિયલ ઓઈલ ફાઇબર એન્ટિઓક્સિડેન્ટ એન્ટીવાયરલ ગુણ મળી આવે છે, જેનાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. તે લોહીને ચોખ્ખું કરવામાં મદદગાર સાબિત થાય છે. જેનાથી ચહેરા પર રહેલા દાગ-ધબ્બા અને ખીલ દૂર થઈ જાય છે.
વરિયાળીમાં રહેલું એસેન્શિયલ ઓઇલ શરીરમાં રહેલા હાનિકારક ટોક્સિન્સ એટલે કે ઝેરી પદાર્થોને શરીરમાંથી દૂર કરી લોહીને સાફ (Blood Purify) કરવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી ડાઈયૂરેટિક હોય છે એટલે કે, પીધા બાદ વારંવાર પેશાબ લાગે છે જે શરીરમાં હાજર અશુદ્ધિઓને દૂર કરીને શરીરને શુદ્ધ રીતે ડિટોક્સ કરવામાં મદદ કરે છે.