Site icon Ayurvedam

ગેસ,એસિડિટી, માસિકની અનિયમિતતા જેવી અનેક સમસ્યા માટે ખૂબ જ ખાસ છે આ ડ્રિંક, એકવાર સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

મેદસ્વિતા એ ખરેખર ગંભીર સમસ્યા છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જેમકે હોટલમાં દર્દની શક્યતા, વધારે પડતું બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને ન જાણે કેટ-કેટલી બીમારીઓ થવાની શક્યતા રહે છે. વરિયાળીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જેમાં એન્ટીઈન્ફ્લેમેન્ટરી, કફનાશક, એન્ટિઓક્સિડન્ટ વગેરે જેવા ગુણો મળી આવે છે.

વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાની છે અને સવારે આ પાણીને ગળી ને તેમાં મધ મેળવીને નરણાં કોઠે પીવાનું છે. જો તમે ઇચ્છો તો વરિયાળીને પાણીમાં ઉકાળી શકો છો અને આ પાણીને ઠંડુ કરીને તેમાં એક ચમચી મધ મેળવીને પી જાઓ.

આ પાણીનું સેવન કર્યા પછી મેદસ્વીતા શરીરમાં થી ઓછી થવા લાગે છે કારણ કે વરિયાળીનું પાણી પીવાથી આપણી ભૂખ ઓછી થાય છે અને એમાં ફાઇબર ભરપુર માત્રામાં મળી આવે છે જેનાથી આપણું પેટ ભરેલું મહેસૂસ થાય છે. જેનાથી આપણે જરૂરતથી વધુ ખાવાની આદતથી બચી જાય છે. આપણા શરીરના મેટાબોલિઝમને કાર્યરત રાખે છે, તેમજ ખોરાક પચવામાં પણ મદદ કરે છે.

વરિયાળીનું પાણી પીવાથી પેટને લગતી સમસ્યાઓ જેવી કે અપચો, સોજો, પેટ ફુલાઈ જવું, કબજિયાત, એસીડીટી વગેરે જેવી સમસ્યાઓ ઘણી ઓછી થઇ જાય છે. વરિયાળીનું પાણી પીવાથી હાર્ટ એટેક જેવી પ્રોબ્લેમ પણ ખતમ થઈ શકે છે. કારણકે વરિયાળીમાં ફાઇબર, ફાઈબર વિટામીન, એન્ટીઓક્સીડન્ટની માત્રા વધુ હોય છે જેથી હૃદયરોગના હુમલા જેવી બીમારીઓનો સામનો કરવો પડતો નથી.

વરીયાળી ખાવાથી શરીર માં કોલેસ્ટ્રોલ નું સ્તર કાબુમાં રહે છે અને વરીયાળી ને દિલ માટે ઘણી જ લાભદાયક માનવામાં આવે છે. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર બની રહે છે. એટલા માટે રોજ વરીયાળીનું સેવન કરવું જોઈએ.

વરીયાળીને આંખ માટે ખુબ જ લાભદાયક માનવામાં આવી છે અને તેને રોજ ખાવાથી આંખની રોશની સારી રહે છે. આયુર્વેદ મુજબ રોજ પાંચ ગ્રામ વરીયાળી ખાવાથી આંખ સારી રહે છે. વરીયાળીનું સેવન કરવાથી લીવર સારી રીતે કામ કરે છે અને લીવર ની રક્ષા ઘણા પ્રકારના રોગોથી થાય છે. તમે બસ થોડી વરીયાળી નું સેવન થોડા ગરમ પાણી સાથે કરી લો.

 

અપચો, ગેસ, કબજિયાત અને પેટ દર્દ થવા પર તમે વરીયાળી નું સેવન કરો. વરીયાળી ખાવાથી પેટ સંબંધિત ઘણા રોગો દુર થાય છે અને પેટમાં તુરંત આરામ મળે છે.

કફ થવા પર તમે એક ગ્લાસ પાણી ગેસ પર ગરમ કરવા રાખી દો અને ત્યારબાદ તેમાં બે ચમચી વરીયાળી નાખો. આ પાણીને થોડીવાર સુધી ઉકાળો. જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે ગેસ બંદ કરી તે પાણી ને છાણી લો અને તે પાણીનું સેવન કરો. આ પાણી પીવાથી કફ ની સાથે સાથે ઉધરસ જેવી સમસ્યાનું પણ સમાધાન થઈ જશે.

વરીયાળી અને ગોળ એકસાથે ખાવાથી શ્વાસ સંબંધિત બીમારિયો થી રાહત મળે છે. એટલા માટે જે લોકો ને શ્વાસ સંબંધિત બીમારી છે તે લોકો વરીયાળી અને ગોળ નું સેવન એક સાથે કરવાનું ચાલુ કરી દો.

ઘણીવાર નાના બાળકો ને પેટમાં ગેસ બની જાય છે અને ગેસના લીધે તેના પેટમાં ખુબ જ દર્દ થાય છે. બાળકને ગેસ થવા પર બે ચમચી વરિયાળીનું પાણી પીવા આપો. જેનાથી તેના પેટને આરામ મળશે.

ખાવામાં મસાલા તરીકે વરિયાળીનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે લોકો વરિયાળીને માઉથ ફ્રેશનર તરીકે વાપરે છે. વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે પણ તેના બીજા ઘણા ફાયદા છે.

વરિયાળી ઔષધિ ગુણથી ભરપૂર છે. તેને જમ્યા પછી ખાવાથી ભોજન પચવામાં આસાની રહે છે. વરિયાળીનું પાણી પીવાથી વરિયાળી ચાવવા કરતા પણ વધારે ફાયદા મળે છે.

દર મહિને છોકરીઓને માસિકસ્ત્રાવની સમસ્યામાંથી પસાર થવું પડે છે પણ તેના માટે દર વખતે દવાઓનું સેવન યોગ્ય નથી. વરિયાળીનું પાણી પીવાથી પેઢામાં થતા દુઃખાવા અને ઉલ્ટીની સમસ્યામાં રાહત મળે છે.

વરિયાળીનું પાણી મૂત્રવર્ધક હોય છે. તેમાં ફાઈબર પણ સારી માત્રામાં જોવા મળે છે. તેનાથી શરીરના વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે અને શરીરની ગંદકી અને લોહી સાફ થાય છે. બાંગ્લાદેશમાં થયેલા અભ્યાસ પ્રમાણે વરિયાળીના પાણીનું નિશ્ચિત સેવન દવાઓની સરખામણીમાં પણ બ્લડ સુગર નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

વધારે માત્રા માં સેવન કરવાથી ત્વચાની સમસ્યા થઇ શકે છે. ત્વચા પર કરચલીઓ થવા લાગે છે. તેનાથી એલર્જી અને છીક આવવા લાગે છે.

Exit mobile version