મોટાભાગે દરેક લોકોને જમીને મુખવાસ ખાવાની ટેવ હોય છે. મુખવાસમાં આપણે તલ અને વરિયાળી ખાતા હોય છે. વરિયાળીમાં ફાઇબર અને અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે આપણે એવા કેટલાક ફાયદા જોઈશું. જેને દૂધમાં નાખીને પીવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ વરિયાળી અને વરિયાળીને દૂધમાં નાખીને પીવાથી થતા ફાયદા વિશે.
વરિયાળીને દૂધમાં મિક્સ કરીને પીવાથી પેટને લગતા દરેક રોગો થી દૂર રહી શકાય છે. અત્યારના સમયમાં દરેક લોકો આથાવાળી અને મેંદામાંથી બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. એટલે પાચન ખરાબ થાય છે. જો પેટ ને સારું રાખવું હોય તો રોજ સાંજે સુતા પહેલા વરીયાળી વાળું દૂધ પીવાથી ખુબજ ફાયદા થાય છે. આ ઉપરાંત આ વરીયાળી વાળા દુધથી કબજિયાત માંથી પણ કાયમ માટે છુટકારો મળે છે.
ઘણી વખત વધારે મસાલાવાળા ખોરાક ખાવાને લીધે છાતીમાં બળતરા થતી હોય છે. જ્યારે એસીડીટી થાય ત્યારે આ દૂધ પીવાથી ફાયદો થાય છે. જે લોકોને ભૂખ નથી લાગતી અને પાચન પણ સારું નથી તે લોકોને વરીયાળી વાળું દૂધ પીવાથી ફાયદો થાય છે. વરિયાળીમાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. એટલે વરિયાળી ખાવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. વરીયાળીનું સેવન કરવાથી લોહી શુદ્ધ બને છે.
વરિયાળીનું દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂધ લઇ તેમાં એક ચમચી વરિયાળી નાંખી થોડીવાર માટે ઉકાળો. ત્યારબાદ તેને બરાબર રીતે ગાળી લો, અને થોડું ઠંડુ થાય એટલે તેનું સેવન કરી શકો છો. આજના જમાનામાં દરેક લોકો મોબાઇલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ વધારે માં વધારે કરતા હોય છે. તે માટે આંખોને ઘણા બધા નુકશાન થાય છે. અને આંખમાં ચશ્માના નંબર આવવાની શક્યતા રહે છે. જો આંખની રોશની વધારવી હોય તો વરીયાળીવાળું દૂધ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ ઉપરાંત આંખને લગતી ઘણી બધી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળી શકે છે.
ખાટા ઓડકાર દૂર કરવા માટે પણ વરીયાળીવાળું દૂધ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. યાદશક્તિ વધારવા માટે વરીયાળી વાળું દૂધ ઉપયોગી છે, કારણ કે વરિયાળીને દૂધમાં મિક્સ કરીને પીવાથી મગજ એકદમ ફ્રેશ થઈ જાય છે. અને યાદ શક્તિ પણ વધે છે. વારંવાર ઉલટી કે ઉબકા આવતા હોય તે લોકો માટે વરિયાળી ખુબ જ ફાયદાકારક છે. વરિયાળીનું સેવન કરવાથી ગેસ્ટ્રીક પ્રોબ્લેમ દૂર થાય છે. અને વારંવાર જો ખાટા ઓડકાર આવતા હોય તો તે પણ દૂર થઇ છે.
જે વ્યક્તિને વજન જલ્દી ઓછું કરવું છે તે લોકો માટે વરિયાળી વાળુ દૂધ ખૂબ જ ફાયદેમંદ છે. આ ઉપરાંત અસ્થમાના રોગીઓ માટે પણ આ એક ખૂબ જ કામનું છે. શ્વાસને લગતી સમસ્યાઓમાં વરિયાળી વાળુ દૂધ એક રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત પિરિયડ દરમિયાન ઘણી વખત પેટમાં અને કમરમાં ખૂબ જ દુખાવો થતો હોય છે. માસિક દરમિયાન દૂધનું સેવન કરવામાં આવે તો દુખાવો ઓછો થઇ શકે છે. આ ઉપરાંત અનિયમિત માસિકથી પીડાતા હોય તે લોકો માટે પણ આ રામબાણ ઇલાજ છે. વરિયાળીનું સેવન કરવાથી લોહી શુદ્ધ બને છે, અને ત્વચા ચમકીલી બને છે