ખરતા અને પાતળા વાળ, ખોડો જેવી દરેક વાળની સમસ્યાના છૂટકાર માટે જરૂર અપનાવવા જેવો આયુર્વેદિક ઉપચાર, જાણી લ્યો અહી ક્લિક કરી

જો બદલતાં વાતાવરણમાં વાળની કાળજી ન લેવામાં આવે તો વાળ રુક્ષ થઈ જાય છે. આવું ન થાય તે માટે શું કરવું એ સવાલ દરેક ને સતાવતો હોય છે.તો આજે અમે લઈને આવ્યા છીએ આવી જ વાળની દરેક સમસ્યાના આયુર્વેદિક ઉપચાર.

વાળ ધોવા માટે ઠંડુ પાણી અથવા તો નવશેકું પાણીનો ઉપયોગ કરવો. અતિશય ગરમ પાણી વાળને નુક્સાન કરે છે. વાળ ખરતા હોય તો દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં. માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે. આમળા કાળા તલ ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઇ વાટીને પાઉડર બનાવી રોજ સવારસાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.

ખાંડ અને લીંબુનો રસ બંને સરખે ભાગે લઈ માથું ધોવાથી જૂનો ખોડો મટે છે. ચણાને છાશમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે. તલના ફૂલ ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે

પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેંદીનાં પાન ઉકાળવા તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે. કાંદાનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે. લીમડાના પાનને પાણીમાં વાટીને તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.

વાળ ખરી પડતા હોય ત્યારે તે પર ગોરાળુ માટી પ્રવાહી લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે. છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે. ગરમ પાણીમાં આમળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.

માથાના વાળ ખરતા હોય તો 500 ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સૂકી મેથી નાખી સૂર્યના તડકામાં સાત દિવસ રાખો ત્યારબાદ તેલને ગાળીને બોટલમાં ભરી લો આ તેલ સવારસાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે વાળ કાળા થાય છે તથા નવા વાળ ઉગે છે.

વાળની ખરી સુંદરતાં તો તમારા ખોરાક પર જ આધાર રાખે છે. તમારા વાળમાં તમે કયું તેલ લગાવો છો કયું શેમ્પુ વાપરો છો તેના પર જ તમારા વાળની હેલ્થ ડિપેન્ડ નથી પણ તમારા ખોરાક પર તેનો મોટો આધાર રહેલો છે.

તેના માટે તમારે પ્રોટિનયુક્ત ખોરાક ખાસ લેવો જોઈએ, જેમાં તમે ફણગાવેલા કઠોળ, સુકામેવા, આખા અનાજ અને ફિશ પણ લઈ શકો છો. વાળ માટે પ્રોટીનની સાથે સાથે વિટામિન્સ એ, સી અને ઈ તેમજ ઝિંક, આયર્ન જેવા મિનરલ્સ તેમજ ઓમેગા – 3 ફેટિ એસિડ પણ જરૂરી છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!