Site icon Ayurvedam

વાળનો ખોડો દૂર કરી, ખરતા અટકાવી લાંબા કરવા માટે જરૂર અપનાવવા જેવો ઈલાજ, અહી ક્લિક કરી જાણો

કાળા, ભરાવદાર અને લાંબા વાળ તો દરેક લોકોને પસંદ આવે છે. તો વાળને ભરાવદાર અને લાંબા કરવા માટે લોકો કેમિકલ્સયુક્ત શેમ્પુ, તેલ, કન્ડિશનર અને કેટલાક હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેનાથી વાળ લાંબા થવાની જગ્યાએ ખરવા લાગે છે. વાળને પોષણ આપવા માટે દહીંની મદદ લઇ શકો છો. કારણકે દહીમાં ઉપલબ્ધ એન્ટી ફંગલ ગુણ વાળ માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે. જેની મદદથી વાળનો ગ્રોથ વધારવાની સાથે જ મજબૂતી પણ મળે છે.

વાળમાં  લાંબા કરવા માટે લીમડાના પાનની પેસ્ટને દહીમાં મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકાય છે. દહીંમાં લીમડાના પાનની પેસ્ટ બરાબર મિક્સ કરીને વાળમાં લગાવો અને 20-25 મિનિટ પછી વાળને શેમ્પુથી ધોઇ લો.

દહીંમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળને ઘણો લાભ થાય છે. એનાથી વાળ તૂટવાની સમસ્યા પણ દૂર થાય છે. એના માટે સૌથી પહેલા બે કપ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને એને અલગ રાખી દો. પછી  ઓલિવ ઓઇલ અને દહીંને મિક્સ કરી લો. અને ઓલિવ ઓઇલ અને દહીંના માસ્કને વાળમાં લગાવો અને આશરે અડધા કલાક માટે રાખી મૂકો. ત્યારબાદ લીંબુ વાળું પાણી માથામાં નાખી શેમ્પુથી વાળ ધોઇ લો.

એલોવેરા માં અનેક પ્રકારના ન્યુટ્રિએન્ટ્સ રહેલા હોય છે. એમાં રહેલા વિટામીન અને એમિનો એસિડ સ્કેલ્પ અને વાળ બન્નેને સ્વસ્થ રાખે છે. તમે એક બાઉલમાં દહીં, એલોવેરા જેલ, મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરો અને તેને સ્કલેપ પર લગાવવાનું શરૂ કરો. હળવા હાથથી એની મસાજ કરો. તેને 45 મિનિટ સુધી લગાવી રાખો અને તેને સાદા શેમ્પુથી માથું ધોઈ લો. તે વાળ લાંબા કરવા માટે ઉપયોગી છે.

આંબળા ના પાઉડરને દહીની સાથે મિક્સ કરી પેસ્ટ બનાવી વાળમાં લગાવો અને બે કલાક બાદ વાળ ધોઇ લો. આમ કરવાથી વાળની સમસ્યામાંથી રાહત મળશે: એક સ્વચ્છ બાઉલ લો. તેમાં પાકેલા કેળાને મેશ કરીને એક સારી પેસ્ટ બનાવી લો. હવે તેમા દહીં, મધ અને તાજા લીંબુનો રસ ઉમેરી લો. પછી બધી વસ્તુઓને બરાબર હલાવીને મિક્સ કરી લો. પછી બ્રશની મદદથી આ પેસ્ટને માથામાં લગાવો અને 25-30 મિનિટ માટે રાખી મૂકો. હવે નોર્મલ શેમ્પુથી તમારા વાળ ધોઇ લો. આ માસ્ક સ્કેલ્પને હાઇડ્રેટ અને તેને સાફ રાખવામાં મદદ કરે છે. જેનાથી તમને સ્વસ્થ વાળ મળશે.

વાળનો રંગ કુદરતી રીતે લાંબા કરવા માટે દહીનો ઉપયોગ કરો. આ માટે, સમાન પ્રમાણમાં મેંદી અને દહીં ભેળવીને એક પેસ્ટ બનાવો અને આ પેસ્ટને વાળમાં લગાવો. આ ઘરેલું ઉપાય અઠવાડિયામાં એકવાર કરવાથી વાળ લાંબા અને કાળા થવા લાગે છે.

વાળને પોષણ આપવા માટે દહીંનો ઉપયોગ પણ ઉત્તમ માર્ગ છે. આ માટે વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું. તમે ઇચ્છો તો તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. દહીંને વાળમાં સારી રીતે લગાવી સૂકાવા દો. આનાથી વાળમાં ચમક આવશે અને તેમાં જીવ જળવાઇ રહેશે.

ઈંડુ વાળને પણ પોષણ આપે છે. વાળ ધોવાના એક કલાક પહેલા તમે ઈંડાને વાળમાં લગાવો. તમે ઇચ્છો તો ઈંડામાં દહીંનો ઉપયોગ પણ કરી શકો છો આ વાળ માસ્ક ખોપરી ઉપરની ચામડી પર તેલના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ચોંટેલા છિદ્રોને સાફ કરવામાં મદદ કરે છે. સફરજન સીડર સરકો કેવી રીતે કરવું દહીંમાં દહીં, મધ અને સફરજન સીડર સરકો ઉમેરીને સુસંગત પેસ્ટ બનાવો.

વાળને વિવિધ વિભાગોમાં વિભાજીત કરો અને માસ્કને વાળ પર લાગુ કરો, અને તેને લગભગ 30 મિનિટ સુધી રહેવા દો. સામાન્ય પાણીનો ઉપયોગ કરીને વાળ ધોઈ શકો છો. અને વાળ ધોવા માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો.

Exit mobile version