સફેદ વાળની સમસ્યા સતાવતી હોય અને વાળના હાલ પણ અનેક ઉપાયોના પ્રયોગના કારણે બેહાલ થઈ ગયા હોય તો શરૂ કરો આ ઘરગથ્થુ હેર પેકનો ઉપયોગ. આ હેર પેક નિયમિત લગાવવાથી વાળ કુદરતી રીતે કાળા થવા લાગશે.
આમળાનો રસ વાળમાં લગાવવો. જો રસ મળી શકે તેમ ન હોય તો આમળાનો પાવડર લાવવો અને તેમાં દહીં ઉમેરી અને વાળમાં લગાવવું. આ હેર પેકને 30 મિનિટ માટે વાળમાં રાખો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો.
નાળિયેરના તેલમાં અશ્વગંધા અને ભૃંગરાજનો પાવડર ઉમેરી પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવો. 1 કલાક પછી વાળ હુંફાળા પાણીથી ધોઈ લેવા. આ હેર પેક વાળ કાળા તો કરશે જ સાથે રૂક્ષ વાળને પણ સુવાંળા બનાવી દેશે. ચણાના લોટમાં દહીં મીક્ષ કરી અને વાળમાં લગાવવું, આ પેક થોડા જ દિવસોમાં સફેદ વાળને પણ કાળા કરી દેશે.
ત્રિફળા, લોખંડનો ભુક્કો એક-એક ચમચી લઈ તેમાં ભૃંગરાજના છોડનો રસ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને રાત આખી પલાળી રાખી અને બીજા દિવસે તેને વાળમાં લગાવો. પેક સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. આ પેક પણ સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી દે છે.
જાસૂદના ફુલની પેસ્ટ બનાવો, તેમાં આમળાનો રસ ઉમેરો અને આ પેસ્ટને વાળમાં લગાવી લો, પેસ્ટ સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ અને વાળમાં નાળિયેરનું તેલ લગાવી લેવું. બીજા દિવસે વાળ શેમ્પુથી ધોઈ લેવા. બેસન મેળવેલુ દુધ ના મિશ્રણથી વાળને ધોવો. દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો. વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય. વાળ પણ કાળા થાય છે . આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.
દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે.તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે. અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો. 7 મિનિટ પછી ધોઇ લો.વાળ કાળા થવા લાગશે. રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળને પોતાની દિનચર્યામાં સમાવો. આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે ખૂબ ઉકાળવું.પાણી ઉકળીને અડધું રહે ત્યારે તેને ગાળી લઇને તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.
દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો. રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો.
મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે.રાત્રે મેથીને પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો.અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ થશે.
બટાકાની છાલમાં સ્ટાર્ચનુ પ્રમાણ સારુ એવુ હોય છે. જો બટાકાની છાલનો રેગ્યુલરલી ઉપયોગ કરો છો, તો વ્હાઇટ હેર બ્લેક ખૂબ જ ઝડપથી થાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ બટાકાની છાલને 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડી કરીને તેનાથી વાળમાં 10-15 સુધી મસાજ કરો. આ પ્રોસેસ અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. જ્યારે બટાકાની છાલથી વાળમાં મસાજ કરી લો પછી એક કલાક બાદ હેર વોશ કરી લેવા.પણ કન્ડિશનર કરવુ નહિં.
દેશી ઘી વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એક વાટકીમાં જરૂરિયાત મુજબ દેશી ઘી લઇને રોજ રાત્રે સુતા પહેલા તેનાથી 15 મિનિટ સુધી માલિશ કરો. આ માલિશ અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. આમ, જો આ પ્રયોગ રેગ્યુલરલી કરશો તો વાળ જલદી કાળા થશે.
સફેદ વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા કોફી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે સૌ પ્રથમ જરૂર મુજબ પાણી લઇને 2-3 ટેબલ સ્પૂન કોફી એડ કરો અને તેને ધીમી આંચ પર ઉકળવા દો. આમ, જ્યારે આ મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને તેને ઠંડુ પડવા દો. ધ્યાન રહે કે, ઠંડુ કરવા માટે ફ્રિજનો ઉપયોગ નથી કરવાનો. પછી આ ઘટ્ટ થયેલા કોફીના પાણીથી વાળમાં મસાજ કરો અને 45 મિનિટ પછી હેર વોશ કરી લો.
વર્ષોથી ભૂંગરાજ અને અશ્વગંધાના મૂળ વાળ માટે વરદાન માનવામાં આવે છે. તો એ બંનેની પેસ્ટ બનાવીને નારિયેળ તેલમાં મિક્સ કરી વાળના મૂળમાં એક કલાક માટે લગાવો. પછી વાળને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ નાખો. એનાથી વાળની કંડિશનિંગ પણ થશે અને વાળ કાળા પણ થશે.
ગાયનું દૂધ સફેદ વાળને પણ કાળા બનાવી શકે છે. ગાયનું દૂધ વાળમાં લગાવવાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે. અઠવાડિયામાં એકવાર આવું કરો અને જુઓ કે વાળ કેવા ખીલી જાય છે.