શું તમે પણ કુદરતી રીતે કોઈ પણ ડાયટ વગર વજન ઘટાડવા માંગો છો? તો અત્યારે જ શરૂ કરો આ ઉપાય

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આખા જગત ના ડૉક્ટર, વૈજ્ઞાનિકો અને સંશોધકો એકી અવાજે આપણે લેક્ટર આપીને, પ્રયોગના પરિણામ બનાવીને અને અનેક પ્રકારના સંશોધન કરીને કહે છે કે “વધારે વજન એ રોગને આમંત્રણ છે.” વધારે વજન થવાના કારણો પણ જણાવે છે અને ઓછું કેવી રીતે કરવું તેનો અકસીર ઉપાય પણ બતાવે છે. આમ છતાં એવું કેમ હશે કે પદ્ધતિસરનો સમય માંગી લે, સંકલ્પશક્તિ માગી લે અને ધીરજ ની કસોટી થાય તેવા સરળ ઉપાય અનુસરવા ની બદલે મોટા ભાગના લોકો ઇન્સ્ટન્ટ ફાયદો આપે, ઓછી મહેનત પડે અને પૈસા ખર્ચવા પડે તેવા ઉપાયો શોધવા ફરે છે.

વજન ઓછું કરવાની કસરત કરવી પડે, થોડું ડાયેટિંગ પણ કરવું પડે અને થોડી લાઈફ સ્ટાઇલ પણ બદલવી પડે. જો તમે વજન ઓછો કરવા માટે શોર્ટકટ વાપરશો કે આડીઆવળી દવાઓ નો ઉપયોગ કરશો તો એ એકંદરે તમારા શરીર માટે જ નુકશાન કારક છે. આજે તમારે જેટલો ખાવો હોય તેટલો ખાઈ શકો એવા ખાસ પ્રકારનો ખોરાક લઈને તમે વજન કેવી રીતે ઓછું કરી શકો તેની વાત કરવાની છે.

વજન ઘટાડવાં ઉપાયો:

મકાઈની ધાણી ખાઓ. તેલ, માખણ કે મીઠું નાખ્યા વગરની બંધ વાસણમાં ગેસ ઉપર ગરમ કરીને બનાવેલી ઘાણી ખાઓ. તો ફક્ત ૧OO થી ૧૨૫ કૅલરી મળે. જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઓ. વજન નહીં વધે અને કાંઈ ખાધું છે એમ સંતોષ પણ થશે.  ઝીરો કેલરીવાળું પાણી પીઓ. ઠંડુ કે ગરમ જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે એક બે ગ્લાસ પાણી પી જાવ. જમ્યા પહેલાં ખાસ પાણી પીવાનું રાખો. ભૂખ જતી રહેશે. પેટ ભરેલું લાગશે. એકાદ લીંબુ નીચોવીને પીશો તો પણ વાંધો નથી.

લીલી કે કાળી દ્રાક્ષ ખાવ 100 ગ્રામ દ્રાક્ષ ખાઓ તો તેમાં તમને 75 કેલરી મળશે. દ્રાક્ષનો રસ કાઢવા ને બદલે એક એક દ્રાક્ષ શાંતિથી ચાવીને ખાશો તો પેંડા કે બરફી ખાધા પછી ગળ્યું ખાવાનો સંતોષ થાય છે. તેનાથી પણ વધારે સંતોષ દ્રાક્ષ થી થશે.

મમરા ખાઓ . આછા તેલથી તળેલા, મસાલો નાખેલા મમરા ૧૦૦ ગ્રામ ખાઓ તોપણ તમને ૪૦ કૅલરી મળે. ધાણી ના ભાવતી હોય તો મમરા નો સ્વાદ દેજો. એક કપ ખાધા પછી તરસ લાગે. પાણી પીશો કે ભૂખ જતી રહેશે.  દહી ખાઓ. જેમાથી ક્રીમ કાઢી નાખેલ છે તેવા દૂધ માથી દહી બનાવો અને આવું દહી 100 ગ્રામ જેટલું ખાઓ તો ફક્ત ૫૦ કૅલરી મળે. દહીં દિવસમાં એક બે વાર લેવાથી પેટમાં ખૂબ સંતોષ થશે.

દહીંમાં કેલ્શિયમ, બી-કોમ્લેક્ષ, વિટામિન, પોટેશિયમ અને પ્રોટીન મળે જેનાથી તમારા હાડકાં મજબૂત થાય, પાચનશક્તિ સુધરે, બી.પી. ઘટે, શરીરના કોષ નું બંધારણ થાય અને ભૂખ ઓછી લાગે.બટાકા ખાઓ. બટાકા ખાવાની વાત કરી એટલે પોટેટો ચીપ્સ, વેફર અને બટાકા ના પરોઠા કે સમોસા ખાવાની વાત નથી કરી. મીડિયમ સાઇઝના બટાકામાં ૭૫થી ૮૦ કૅલરી મળે. તેને બાફી મરી, મીઠું અને થોડો લીંબુનો રસ નાખી ને નિરાંતે ખાય.

એવું લાગે, ગમશે અને ખાધા સંતોષ પણ થશે. આ જ રીતે બાફેલા કે શેકેલા શક્કરિયા ખાશો તો કશું નાખ્યા વગર એમને એમ ખાવાથી ગળ્યા લાગશે. એક નાના શક્કરિયામાં ફક્ત ૧૦૦ કૅલરી મળશે. ઉગાડેલા કઠોળ ખાઓ. મગ, ચણા, વાલ, વટાણા, મઠ, રાજમા, ચોળા, સોયાબીન, તુવેર વગેરે ઉગાડેલા ખાઓ કે પ્રેશર કૂકર માં બાફીને ખાઓ. ૧૦૦ ગ્રામ જેટલા ખાશો તો ૧૫૦ કૅલરી મળશે. લીંબુ, મીઠું અને મસાલો નાખીને ખાવાથી મજા આવશે. વજન નહીં વધે.

ખાખરા ખાઓ. કોરા જૈન ખાખરામાં એક ખાખરામાં ૨૦ કૅલરી આવે. ભુખ લાગે ત્યારે એક-બે ખાખરા ખાઓ પેટ ભરાઈ જશે. કાચા શાકભાજી ખાઓ. કાકડી, કોબી, ગાજર, મૂળા, મૂળાની ભાજી, મોગરી, મોગરા, પાકા ટામેટાં, એકલા કે કચુંબર બનાવીને ખાઓ. ૧૦૦ ગ્રામમાં ફક્ત ૪૦ કૅલરી મળશે. કચુંબર કરી ઉપર લીલી હળદર, આદું, ધાણા, ટેસ્ટ પ્રમાણે ઝીણા સમારેલા મરચાં, લીંબુ નાખીને ખાઓ, ખુબ ભાવશે.

ટેવ પાડવાનો સવાલ છે. કેલરી નહીં વધે, વજન નહીં વધે, ભૂખ મટી જશે.  તાજા ફળ ખાઓ. ફળો માં દર 100 ગ્રામે કેળાં માં 80, નારંગીમાં ૫૦, ચીકુમાં ૫૦, પેર માં ૫૦, પાઇનેપલમાં ૪૫, મોસંબીમાં ૫૫, કેરીમાં ૯૦ કેલરી આવે. કાપીને, છોલીને એક એક કરીને સ્વાદ અનુભવતા ફળો ખાવાની ટેવ પાડો. આઇસક્રીમ અને મીઠાઈ ભૂલી જશો. વિશેષમાં ફાઇબર મળશે. જેનાથી પેટ સાફ રહેશે. ઓછા દૂધવાળી, ખાંડ વગરની ચા અને કૉફી પીઓ.

ફક્ત બે-ત્રણ ચમચી જ દૂધ નાખ્યું હશે તો એક કપ ચા કે કોફી ની કેલરી બોવ ઓછિ થશે. ભૂખ લાગે ત્યારે ચા, કૉફી પીઓ. ભૂખ જતી રહેશે. ત્રણ ચાર કપથી વધારે નહીં. છાસ પીઓ.૧૦૦ ગ્રામ દહીંમાંથી બનાવેલ બે ગ્લાસ છાસની કૅલરી ફક્ત ૫૦ કૅલરી ગણાય. છાસ પીવાથી સંતોષ થશે. સૂકો મેવો ખાઓ. ફક્ત ૨૫ ગ્રામ કાજુ, પિસ્તા, અખરોટ, બદામ, ખારીસીંગ, અંજીર, ખજૂરમાં ૧૨૫થી ૧૫૦ કૅલરી મળે. રોજ ગમે તે એક ખાશો તો કોન્સર્ટેડ ફોમ માં પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ, કેલ્શિયમ વગેરે મળશે. આ ખાવાથી કોલેસ્ટ્રોલ નહીં વધે, વજન નહીં વધે.

લીંબુનું પાણી એક કે અર્ધી ચમચી મધ નાખી પીઓ. કુલ કૅલરી ૨૨ પણ તેનાથી શરીરમાં સ્ફુર્તિ અને તાકાત રહેશે. ઉપરના બધામાંથી ફાવે તેનું મિશ્રણ કરીને ખાઓ મમરા, ખાખરા, દાડમના દાણા, ચીકુ, બટાકા, શક્કરિયા, દહીંનું મિશ્રણ કરી ભેળ બનાવો. ઉગાડેલા મગ, કાચા શાકભાજી, મગફળી, સૂકો મેવો, દહીંનું મિશ્રણ કરી સ્પેશિયલ સલાડ બનાવો. દહીંમાં ફૂટ નાખીને ખાઓ. ખૂબ ગમશે, મજા આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top