સામાન્ય રીતે સ્ત્રીઓને અઠ્ઠાવીસથી ત્રીસ દિવસે નિયમિત માસિક આવતું હોય છે જે ત્રણથી પાંચ દિવસ ચાલુ રહે છે આ ક્રમ- સ્ત્રીની તંદુરસ્તી દર્શાવે છે પરંતુ જ્યારે આ ક્રમમાં ફેરફાર થાય એટલે માસિક વહેલું શરૂ થઈ જાય અથવા તો સાતથી દસ દિવસ કે તેથી પણ વધારે દિવસો સુધી ચાલુ રહે. કેટલીક વાર નિયમિત આવતું હોય છતાં પ્રમાણ કરતાં વધારે માસિક આવે ત્યારે આ સમસ્યાઓને લોહીવા કહે છે.
જો વધારે માસિક આવતું હોય તો ઉજાગરા ન કરવા પૂરતી ઊંઘ લેવી. તાપ, મુસાફરી ટાળવા. અને માસિક ના સમયે તેલ, મરચું, જેવા ખોરાક ખાવાનો બંધ રાખીને દૂધ, ભાત, ખીર, સાકર, ઘીનો ખોરાક વધારે લેવો. તેના થી માસિક ની સમસ્યા માં રાહત મળે છે.
વરિયાળી અનિયમિત માસિક માટે ખૂબ જ ઉપયોગી ઔષધ છે. ૨ ચમચી વરિયાળી રાતે પાણીમાં પલાળી સવારે એ પાણી ગાળીને પી જવું. અમુક મહિનાઓ સુધી આ પ્રયોગ કરવો.
માસિક ખૂબ આવતું હોય તો સંપૂર્ણ આરામ કરવો. પગ નીચે તકિયો રાખી પગ ઊંચા રહે તેમ સૂવું. તેના થી રાહત મળે છે.વધારે માસિક આવતું હોય તો કાળી માટી ભીની કરી કપડામાં પલાળી પેટ ઉપર મૂકી રાખવી. કાળી માટીના હોયતો ભીનો નેપકીન પણ મૂકી શકાય. તેના થી માસિક ની સમસ્યા માં ફાયદો થાય છે.
તજ નો ઉપયોગ :
તજ માસિક ચક્રને નિયમિત કરવામાં અને માસિક દરમિયાન થતા સંકોચનને ઓછું કરવામાં ઉપયોગી બને છે. તેમાં રહેલા હાઇડ્રોક્સીકેલ્કોન ઇન્સ્યુલિનના લેવલને નિયમિત કરવા અને માસિક ચક્રને સમયસર કરવામાં મદદ કરે છે. તેના માટે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી તજનો પાઉડર મિક્સ કરી થોડા સપ્તાહ માટે પીવું. આ ઉપરાંત ચા તેમજ ભોજનમાં મિક્સ કરી તેમજ કાચું પણ ખાઇ શકાય છે. હોર્મોન્સ બેલેન્સ કરવામાં મદદરૂપ બને છે તેમજ માસિક નિયમિત કરવામાં સહાયકરૂપ બને છે. તે શ્રેષ્ઠ હોર્મોનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે.
ગોળ નો ઉપયોગ :
ગોળ પણ પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ કરે છે. ગોળનો એક કટકો ખાવાથી પણ માસિક નિયમિત બને છે. તેમજ સૂકા તલનો ભૂકો અને ગોળ મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી અને થોડા મહિના સુધી ખાલી પેટ ખાવું. પરંતુ ધ્યાન એ રાખવું કે માસિક દરમ્યાન આ પ્રયોગ ન કરવો.
પપૈયા નો અને હળદર નો ઉપયોગ:
લીલું, અપરિપક્વ પપૈયું પણ અનિયમિત માસિકની સમસ્યામાં લાભદાયી હોય છે. થોડા મહિના કાચા પપૈયાનો રસ પીવો, પરંતુ માસિક દરમિયાન ન લેવું.
હળદર પણ પીરિયડને નિયમિત અને હોર્મોનને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેના ઇમમેનાગોગ્સ ગુણ માસિક ચક્રના પ્રવાહને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેના એન્ટિસ્પાસ્મોડિક અને એન્ટિ ઇફ્લેમેન્ટરી ગુણના કારણે તે માસિક દરમિયાન થતા દુખાવામાં પણ રાહત આપે છે.
તેના માટે તમે ૧/૪ ચમચી હળદરને દૂધમાં મધ કે ગોળ સાથે લઈ શકો છો. થોડા અઠવાડિયા નિયમિત રૂપથી લેવાથી ફેર પડે છે. ધાણા તેના ઇમમેનાગોગ્સ ગુણના કારણે માસિક ચક્રમાં સહાયક બને છે. તેના માટે બે કપ પાણીમાં એક ચમચી ધાણા ત્યાં સુધી ઉકાળવા જ્યાં સુધી તે ઉકળીને એક કપ ન થાય, આ પાણીને માસિકના થોડા દિવસો પહેલા લેવું અને દિવસમાં ૩ વાર પીવાથી ફાયદો થાય છે.