સૌથી સામાન્ય લાગતી અને ઘણી બધી બિમારીઓનું મુળ એવી મેદસ્વીતા ખાંડ ખાવાથી થઇ શકે છે. જ્યારે ખાંડ ખાઇએ છીએ ત્યારે આપણાં શરીરમાં લીપોપ્રોટીન લિપોઝ બને છે. આ કારણે આપણી કોશિકાઓમાં ફેટ જમા થવા લાગે છે. પરિણામે આપણને મેદસ્વીતા ઘેરી લે છે.
જ્યારે વધુ શુગર લઇએ છીએ ત્યારે તેની સીધી અસર ઇમ્યુનિટી સિસ્ટમ પર પડે છે. અને તે નબળી પડે છે. આમ થતા આપણને બિમારીઓ સરળતાથી ઘેરી લે છે. ગળ્યાના રૂપમાં ખાંડ જીવનનું એક અભિન્ન અંગ છે. પણ આની મીઠાશ જેટલી સારી લાગે છે એટલી જ સ્વાસ્થય માટે ખરાબ પણ છે.
દરરોજ 1600 કેલરી ખોરાક લેતા એક યુવાન કે તંદુરસ્ત વ્યક્તિ 6 ચમચી ખાંડ એટલે કે 24 ગ્રામ ખાંડ લઈ શકે છે કોઈ પણ જોખમ વગર. તેવી જ રીતે 2,200 કેલરી ખોરાક લેતા વ્યક્તિ 12 ચમચી એટલે કે 48 ગ્રામ ખાંડ લઈ શકે છે.
જો પરિવારમાં કોઇને ડાયાબિટીસ છે તો બેશક ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. કારણકે આ આનુવાંશિક રૂપથી ડાયાબિટીસનુ કારણ બની શકે છે. ખાંડનો વધુ ઉપયોગ કરવાથી શરીર ના ગુપ્તાંગમાં ખંજવાળની સમસ્યા ઉભી થઈ શકે છે. એટલુ જ નહીં આ ગુપ્તાંગો દ્વારા વધુ તરલ સ્ત્રાવ અને સંકમ્રણ માટે પણ જવાબદાર હોઈ શકે છે.
ખાંડનું વધુ પડતુ સેવન કરવાથી હ્રદયની નળીઓ બ્લોક થઇ જાય છે. આ સાથે ખાંડ નળીઓને અંદરથી સંકુચિત કરી નાખે છે. તેનાથી હૃદય રોગ કે હાર્ટ એટેક થવાની શક્યતાઓ ખૂબ ઘણી વધી જાય છે.
ત્વચા પર પણ ખાંડનુ સેવન ખરાબ અસર નાખી શકે છે. વધુ પડતી ખાંડ ત્વચામાં ખંજવાળ, લાલિમા કે અન્ય પરેશાનીઓ ઉભી કરી શકે છે. એક શોધ મુજબ ખાંડનો પ્રયોગ એક્ઝિમાની શક્યતાને વધારી દે છે. ખાંડનું વધુ પડતુ સેવન કરવાથી હાડકા નબળા પડી જાય છે. આ ઉપરાંત ઓસ્ટિયોપોરાસિસ જેવી સમસ્યાઓ માટે પણ ખાંડનુ વધુ સેવન જવાબદાર છે.
શુગરમાં કેલરી સિવાય બીજા કોઇ પોષકતત્વો હોતા નથી જે આપણા શરીરની ઉર્જા વધારવામાં મદદ કરે, જ્યારે શુગરની માત્રા વધુ લેશો ત્યારે થોડા સમય બાદ તમને એનર્જીની કમી અનુભવાશે અને આળસ જેવું લાગશે. આ સ્થિતિ લાંબો સમય રહે તો તે ઘાતક સાબિત થઇ શકે છે.
વધુ શુગરનું સેવન આપણા લીવરના કામને વધારી દે છે અને શરીરમાં લિપિડનું નિર્માણ વધી જાય છે. આવી સ્થિતિમાં ફેટી લિવર ડીસીઝ જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. વધુ માત્રામાં શુગર લેવાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે. જે મગજ માટે નુકશાનકારક છે. આ સ્થિતિમાં મગજ સુધી યોગ્ય માત્રામાં ગ્લુકોઝ પહોંચી શકતુ નથી અને મગજ યોગ્ય રીતે કામ કરી શકતુ નથી, જે કારણે મેમરી લોસ પણ થઇ શકે છે. તેનાથી મગજ ને પણ નુકશાન થાય છે.
ડિપ્રેશન આવે છે. જે સ્ત્રીઓ પ્રોસેસ કરેલો ખોરાક જેવો કે કેક, પેસ્ટ્રી, મીઠા શરબતો ચોકલેટ મીઠાઈઓ વગેરેનો ઉપયોગ કરતા હોય છે. તેમના શરીરમાંથી નીકળતા ‘ન્યૂરોટ્રાન્સમીટર્સ’ના પ્રમાણમાં ગરબડ થઇ જાય છે અને જેને કારણે મગજ ઉપર અસર થાય અને ‘ડીપ્રેશન’ આવે.
રોજે રોજ વધારે ખાંડ ખાઓ ત્યારે પેંક્રિયાસમાંથી એટલા જ પ્રમાણમાં ઇન્સ્યુલીન બહાર નીકળી શક્તું નથી ઊલટું વધારે ખાંડવાળા પદાર્થો ખાવાને કારણે પેંક્રિયાસમાં રહેલા ‘આયલેટ્સ ઓફ લેન્જરહાન’ નબળા પડી જાય છે. અને તેમાંથી ધીરે ધીરે ઇન્સ્યુલીન નીકળવાનું પ્રમાણ ઓછું થાય છે અથવા સાવ બંધ થઇ જાય છે. પરિણામે મોટી ઉંમરે થનારો ટાઈપ-૨ ડાયાબિટીસ થાય છે.
ટૂથ કેવિટીસ (દાંતમાં ખાડા પડવા અને દાંતમાં સડો થવો) જ્યારે ખાંડવાળા પદાર્થો વધારે ખાવામાં આવે ત્યારે મોંમા રહેલા બેક્ટેરિયા દાંત ઉપર પાતળું પડ (પ્લેક) બનાવે અને તે ખોરાકમાં લીધેલી ખાંડ સાથે મળીને એસિડ બનાવે જેનાથી દાતમાં ખાડા પડે અને દાંત સડી જાય. મોટી ઉમ્મરે દાંત પડી જવાનું મુખ્ય કારણ ગળ્યું વધારે ખાવાની ટેવ છે
ખાંડ અને ખાંડવાળા પદાર્થો વધારે ખાઓ છો ત્યારે લોહીમાં સારા કોલેસ્ટ્રોલ (એચ.ડી.એલ.)નું પ્રમાણ ઘટે છે. અને ખરાબ કોલેસ્ટ્રોલ (એલ.ડી.એલ.)નું પ્રમાણ વધે છે. આની સાથે બ્લડપ્રેશર, ટાઈપ-૨ ડાયાબિટીસ અને વજન વધારે હોય સાથે કોઈપણ પ્રકારના શ્રમ કે કસરતનો અભાવ હોય ત્યારે હાર્ટ એટેક પણ ચોક્કસ આવી શકે છે. એક વધારાનું કારણ પણ જાણી લો. જ્યારે ખોરાકમાં લીધેલા ‘ફ્રુક્ટોઝ’ (ખાંડ)નું લિવરમાં વિભાજન થાય છે ત્યારે લોહીમાં ‘ટ્રાઇગ્લિસરાઇડ્સ’નું પ્રમાણ વધે છે જેને લીધે હાર્ટ એટેક આવવાની શક્યતા વધે છે.
વધુ શગર લેનારા લોકો અકાળે વૃધ્ધ પણ થઇ જાય છે. આ સૌથી મોટી સાઇડ ઇફેક્ટ છે. જ્યારે વધુ માત્રામાં શુગર ખાઇએ છીએ તો શરીરમાં ઇંફ્લેમેટરી ઇફેક્ટ બને છે. અને ત્વચા પર દાણા નીકળવા, વૃધ્ધ દેખાવુ અને કરચલીઓ પડવી જેવી સમસ્યાઓ થાય છે.
વધુ શુગરના સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. તે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ વધારે છે જે દિલ માટે ઘાતક છે.