Site icon Ayurvedam

પેટ સાફ તો રોગ માફ, માત્ર 1 દિવસ કરી લ્યો આ કામ પાચનના દરેક રોગો રહેશે કાયમી દૂર, જીવો ત્યાં સુધી નહીં થાય કબજિયાત અને ગેસ

આમ તો વ્રત અને ઉપવાસ ભગવાન ને પ્રસન્ન કરવા માટે કરવામા આવતા હોય છે. પરંતું અમુક દીવસે કરેલા વ્રત તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે એક દિવસનો ઉપવાસ તમારા પાંચન તંત્રને આરામ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારો હોય છે. ઉપવાસ રાખવાથી તમારા શરીરની હકારાત્મક ઉર્જામા વધારો થાય છે.

અઠવાડિયામાં એક દિવસ ભોજન ન કરવાથી પાચન તંત્રને રાહત મળે છે અને તે સારી રીતે કાર્ય કરે છે. જો તમે અઠવાડિયામાં એક કે બે વાર ઉપવાસ કરો છો તો તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઉપવાસ દરમ્યાન તમારું શરીર ચરબી ને ઉર્જા માં રૂપાંતર કરે છે અને ધીરે-ધીરે તમારું વજન પણ ઘટાડે છે.

અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર ઉપવાસ કરવાથી હૃદયની બીમારીમાં રાહત મળે છે. ઉપવાસ કરવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. કારણ કે આ બે વસ્તુને કારણે જ હૃદયની બીમારીઓ થાય છે. આ સાથે સ્નાયુ સંબંધી બીમારીઓમાં પણ ફાયદો થાય છે. ઉપવાસ કરવાથી શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સનું લેવલ પણ ઓછું થઈ જાય છે.

ઉપવાસ કરવાથી શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થતા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઉપવાસ દરમિયાન ફળો અને હલકી વસ્તુઓ ખાવાથી તે પચવામાં સરળ રહે છે, જેના કારણે એક દિવસ માટે શરીરની પાચન શક્તિ અને તેના સ્નાયુઓને આરામ મળે છે. આમ શરીરના બધા સ્નાયુઓ એક દિવસ માટે આરામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

ત્વચાની સુંદરતાને જાણવી રાખવા માટે પણ ઉપવાસ કરવાથી ખરાબ તત્વો શરીરથી નિકળી જાય છે જેનાથી ત્વચાની અંદરની સફાઈ હોય છે. મેટાબૉલિજ્મને સારા બનાવા માટે પણ ઉપવાસ કરવું ફાયદાકારી હોય છે. જેનાથી શરીરની બધી ક્રિયાઓ સારી રીતે ચાલે છે. અને તમે લાંબા સમય સુધી અરોગ્યકારી રહો છો.

એક દિવસ ઉપવાસ કરીને પેટની બધી સમસ્યાઓમાં રાહત મેળવી શકાય છે. ગેસ સંબંધી સમસ્યા જેવી કે, પેટમાં મરડો, ઊલટી, કબજિયાત, ઝાડા, પેશાબમાં બળતરા, એસિડિટી જેવી બીમારીઓથી રાહત મળે છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપવાસ દરમિયાન તળેલી વસ્તુઓ ઓછી ખાવી. ઉપવાસ દરમિયાન હળવો અને પૌષ્ટિક આહાર જ ખાવો જોઈએ.

અઠવાડિયામાં એક દિવસ કરવાથી અપચો, ગેસ, ડાયરિયા, એસીડીટી વગેરેથી રાહત મળે છે. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે અને હૃદયરોગના જોખમને ઘટાડે છે. ઉપવાસમાં દૂધનું સેવન કરવામાં આવે છે. શરીરમાં કેલ્શિયમ મળે છે અને હાડકા પણ મજબૂત બનાવે છે. ઉપવાસ દરમ્યાન અખરોટનું પણ સેવન કરી શકાય છે. બીજા ડ્રાયફ્રુટ ની જેમ અખરોટ પણ કેલેરી થી ભરપુર હોય છે.

ઉપવાસ કરવાથી શરીર માંથી કફ, પિત્ત અને વાયુ દોષો ના વધુ પડતા પ્રમાણ નો નિકાલ થાય છે, તેમની વચ્ચે સંતુલન જળવાય છે. અનાહાર કરવા થી શરીર જમા થયેલા હાનિકારક તત્વો નો નિકાલ થાય છે. આંતરડા અને જઠર વધુ કાર્યરત બને છે. અઠવાડિયામાં એક દિવસ ભુખ્યા રહેવાથી શરીરનું આંતરિક શુધ્ધિકરણ થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

 

Exit mobile version