દૂધ હમેશા પૃથ્વી પરનું અમૃત ગણવામાં આવે છે, જેમાં ગાય નું દુધને શ્રેષ્ઠ કહેવામાં આવે છે.લોકો તંદુરસ્ત રહેવા માટે ગાય અને ભેંસનું દૂધ પીતા હોય છે, પરંતુ ઊંટનું દૂધ માનવ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં અન્ય વસ્તુઓની તુલનામાં વધુ પ્રોટીન, કેલ્શિયમ અને પોષક તત્વો શામેલ છે. તે મેમરી પાવર વધારવા સાથે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે.
ઊંટના દૂધમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન હોય છે. તે મગજ કોશિકાઓ વિકસાવવામાં મદદ કરે છે.દરરોજ એક ગ્લાસ દૂધ પીવું, મેમરી પાવર મજબૂત કરે છે. યાદ કરવાની ક્ષમતા પણ વિકસિત છે. આ મગજને કમ્પ્યુટર કરતા પણ વધુ ઝડપી બનાવશે.
દરેક પ્રકાર ના તાવ અને શુગર લેવલ માટે ઉત્તમ:
ઊંટના દૂધનો ઉપયોગ કમળો, ક્ષય રોગ, અસ્થમા, લોહીનું નુકશાન અને હરસ જેવી ખતરનાખ બીમારીઓથી લડવા માટે ફાયદાકારક સાબિત થાય છે.આ સાથે ઇન્સ્યુલિનની માત્રા સંતુલિત રહે છે.જે સ્ત્રીઓને અવધિમાં તકલીફ હોય છે તેઓને કંકાયના વાટી ને ઊંટના દૂધ સાથે લેવું જોઈએ. આ એક આયુવેર્દિક દવા છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક :
ઊંટનું દૂધ લોહી સાથે શુગર સ્તર ઘટાડવામાં ફાયદાકારક હોય છે. ઊંટનું દૂધ કેલેરી અને ફેટ ની બાબતમાં બીજા દૂધ કરતા વધારે સારું હોય છે.એને પીવાથી રોગપ્રતિકારક સિસ્ટમ સારી હોય છે. જેથી ચેપી રોગોનો ખતરો નહીં રહેતો. ઊંટડીના દૂધમાં રહેલું ઇન્સ્યૂલિન ડાયાબિટીસની બીમારીમાં ફાયદાકારક છે. આ તત્વ ડાયાબિટીસ ટાઇપ-૧ને નિયંત્રિત કરે છે અને ઊંટડીના દૂધનો નિયમિત ઉપયોગ ડાયાબિટીસને દૂર રાખે છે.
ઊંટનું દૂધ ગાયની દૂધ કરતા હલકું હોય છે. દૂધના શર્કરા, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, શુગર, ફાઇબર, લેક્ટિક એસિડ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ જેવા ઘણા તત્વો મળે છે, જે શરીરને સુંદર અને તંદુરસ્ત બનાવે છે. ઉંટડીનું દૂધ માં પોષકતત્વો એટલા ભરપૂર હોય છે કે તેમાં બીજા કોઇ પ્રિઝર્વેટિવ્ઝ ઉમેરવાની જરૂર પડતી નથી.ગાય-ભેંસના દૂધની સરખામણીએ ઊંટડીનું દૂધ લો ફેટ છે.
ત્વચા સુંદર બનાવવામાં ફાયદાકારક :
ઊંટના દૂધ માં આલ્ફા હાઇડ્રોક્સિલ એસિડ જોવા મળે છે. તે ત્વચા ને સુંદર બનવાનું કામ કરે છે. તેનો ઉપયોગ ઘણા સૌંદર્ય ઉત્પાદનોમાં પણ વપરાય છે. ઊંટનું દૂધ વિટામિન્સ અને ખનિજ તત્વો થી ભરપૂર હોય છે.લોહી સુગર, ચેપ, ક્ષય, આંતરડાની બળતરા, હોજરીનો કર્કરોગ હિપેટાઇટિસ સી, એઇડ્ઝ અલ્સર, હૃદય રોગ, શરીરના કોઈ ભાગમાં થયેલો સડો, કિડની સભંધિત બીમારી નહીં થતી.
એલર્જી માટે ફાયદાકારક:
જે બાળકોને અમુક પ્રકારના ખાદ્યપદાર્થોથી એલર્જી રહેતી હોય તેમના માટે ઉંટડીનું દૂધ અક્સીર ઇલાજ છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ ઉંટડીનુ દૂધ કોઇપણ સાઇડઇફેક્ટ વગર એલર્જી સામે શરીરને લડવાની ક્ષમતા આપે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
શરીરને હાનિ પહોંચાડનારા તત્વો અને રોગ ફેલવાનારા તત્વો સામે શરીરને લડવાની ક્ષમતા આપે છે, તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સને કારણે તે લોહીનો વિકાર દૂર કરે છે, ત્વચા ચમકીલી બનાવે છે અને કેન્સર જન્ય કોષોનો નાશ કરે છે.
ઊંટના દૂધમાં પુષ્કળ માત્રામાં કૅલ્શિયમ હોય છે. તેની સાથે લંબાઈ વધારવામાં પણ મદદ કરે છે.ઊંટડીનું દૂધ ડાયાબિટીસ, ક્ષય તેમજ હાયપર ટેન્શન જેવી હઠીલી બીમારીમાં અક્સીર ઇલાજ સાબિત થઇ શકે તેમ છે. ઊંટડીનું દૂધ પીતા લોકો લાંબો સમય સુધી જવાન દેખાય છે. તેમાં આલ્ફા હાઈડ્રોક્સિલ એસિડ રહેલું હોય છે જે ત્વચા પરની કરચલી દૂર કરે છે અને ઉંમર વધતી અટકાવે છે. વધુમાં તેમાં સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક અને મેગ્નેશિયમ જેવાં તત્વો વધુ હોય છે. જેને લીધે રોજબરોજની ચયાપચયની ક્રિયા સરળ બને છે.