ઉંદરીનો રોગ ત્વચા સંબંધિત છે પરંતુ આ રોગની શરૂઆત થતાં જ વાળ ખરવા લાગે છે. આ વિકૃતિ ખાસ કરીને માથા પર વધારે જોવા મળે છે તેમજ વયસ્ક કરતાં નાનાં બાળકોને આ રોગ થવાની શક્યતા વધારે રહે છે.
કેટલાક પુરુષોને તો દાઢી, મૂછ, ગરદન અને હાથે પણ થાય છે. હાથ, ગરદન તથા શરીરના બીજા ભાગ પર થયેલી ઉંદરી જલદી દેખાતી નથી, પરંતુ આ રોગમાં તે સ્થાન પૂરતાં વાળ ખરી જતાં હોવાથી દાઢી, મૂછ અને માથામાં થતી ઉંદરી તુરંત દેખાઈ આવે છે. આ સિવાય શરીરના અન્ય અવયવ પરથી પણ રુંવાટી ખરવા લાગે છે.
ઉંદરીનો પ્રારંભ નાના ટપકા ચકામાંથી થાય છે. તે જે સ્થાને થાય છે, તે સ્થાનની ત્વચા ખૂબ જ સુંવાળી અને ચમકદાર બની જાય છે. પ્રારંભમાં મગના દાણા જેટલું ગોળ ટપકું થાય છે અને તે સ્થાનના ચાર-પાંચ વાળ ખરી જાય છે. પછી ધીમેધીમે આ ટપકું ગોળાકારે વિસ્તરતું જાય છે અને તે સ્થાન પૂરતા વાળ ખરતાં જાય છે. આ સ્થાને દુખાવો, ખંજવાળ, બળતરા, લાલાશ કે પરું થતાં નથી. એટલે ત્વચાના બીજા રોગોની જેમ આ રોગ જરા પણ ત્રાસજનક બનતો નથી.
ચમેલીનાં પાન, કરંજનાં પાન, વરુણ-વરણાના વૃક્ષની છાલ, કરેણની છાલ અને ચિત્રકમૂળની છાલ આ બધાં ઔષધો 50-50 ગ્રામ, તલનું તેલ 1 કિલોગ્રામ લેવું. બધાં ઔષધોને લસોટીને ચટણી-લુગદી જેવું બનાવી લેવું. આ લુગદી તેલમાં નાખી ધીમેધીમે ઉકાળવું. તેલના છ-સાત ઊભરા આવે એટલે ઉતારીને ગાળી લેવું. ઠંડું પડે એટલે બોટલમાં ભરી લેવું.
ઉંદરીને લીધે જે સ્થાનેથી વાળ કે રુવાંટી ખરી ગઈ હોય તે સ્થાનને ફટકડીવાળા પાણીથી સાફ કરી આ ચમેલીનું તેલ આછું આછું સવારે અને રાત્રે લગાડવું. આ તેલના ઉપયોગથી ધીમેધીમે ઉંદરી મટી જાય છે તેમજ ફરીથી કેશોત્પત્તિ થવા લાગે છે.
ઉંદરી થઈ હોય તે સ્થાનની ત્વચા પર સવાર-સાંજ આછું આછું ‘ગુંજાદી તેલ’ અથવા ‘લશુનાદી તેલ’ લગાડવું. આહારમાં નમક(મીઠું) સાવ ઓછું લેવું. જેમાં નમક વધારે હોય એવા આહારદ્રવ્યો અથાણાં, પાપડ વગેરે બંધ કરવાં.
મહામંજીષ્ઠાદી ઘનવટી એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી. જમ્યા પછી એક એક ગોળી આરોગ્યવર્ધીની લેવી. આંતરે દીવસે અરીઠા અથવા શીકાખાઈથી માથું ધોવું અને અડધો કલાક તડકામાં બેસી વાળ કોરા કરવા.
ગાયનું ઘી અને નારંગી બધે જ મળી શકે. ઉંદરી(વાળ ખરી જવા)ના રોગમાં રોજ રાત્રે દસ મિનિટ ગાયનું ઘી તાળવે ઘસતાં વાળ ઘટ્ટ, કાળા અને મજબૂત બને છે. નારંગીની છાલ, ગર્ભ તથા બીજને ખુબ પકવી તેનો લેપ કરવાથી ખસ, ખુજલી તથા માથામાંની ઉંદરીમાં ઘણી રાહત થાય છે.
વધારે ખારું ખાનારના શરીરમાં ઝેરી દ્રવ્યો જલદી પ્રસરે છે. તથા વાળ ખરે, વાળ ધોળા થાય તથા ટાલ જલદી પડે છે. આથી ઉંદરીના રોગમાં નમકની પરહેજી પણ આવશ્યક છે.
સ્વાભાવિક રીતે, ડૉક્ટર કેન્સર અથવા અન્ય ત્વચા જખમ (અથવા આંતરિક અંગો) અટકાવવા માટે તમારા રક્ત અને બધા જરૂરી સ્ટ્રોક લાગી શકે છે. નિષ્ણાત દર્દીની તબીબી ઇતિહાસ ભેગી કરે છે અને રોગ વિકાસ ચોક્કસ કારણ નક્કી કરવું જ જોઈએ. માત્ર પછી યોગ્ય સારવાર આપી શકાય છે. નહિંતર, ઉપચાર બિનઅસરકારક હશે.
માથામાં ‘ઉંદરી’ જેવા ચામડી જેવા ચામડી જન્ય રોગથી થતા હોય તો લીમડાનો એક ઉપાય છે જે ખોડાની સમસ્યામાં કારગર સાબિત થઇ શકે છે.વાળ ખરતા હોય તો ડુંગળીનો રસ લગાવો. ડુંગળીને ક્રશ કરી તેમાંથી જે જ્યૂસ છે તેને તમે સીધુ જ કે પછી વધુ બળતરા થાય તો નારિયેળના તેલની સાથે માથામાં લગાવો અને 15 મિનિટ પછી માથામાં શેમ્પૂ કરી લો. આમ કરવાથી ખોડાના પણ સમસ્યા ઓછી થશે. વાળનો ગ્રોથ પણ વધશે અને વાળ ખરતા પણ ઓછા થશે. સાથે જ પૌષ્ટીક પ્રોટીન યુક્ત ખોરાક અને કસરત કરવાનું રાખો. વાળને મસાજ કરવાનું રાખો. જેથી લોહીનું ભ્રમણ માથામાં સારી રીતે થતું રહે છે.
જેમાં ચણાને છાસમાં પલાળી રાખવાં. ચણાં પોચા થઇ જાય ત્યારે માથામાં મસળવાં. ૨-કલાક પછી માથું ધોવાથી માથામાં થયેલ ખોડો-જૂ-લીખ વગેરે મટી જાય છે. ૧૦૦ ગ્રામ આમળાને ૫૦૦ ગ્રામ પાણીમાં છ દિવસ સુધી પલાળી રાખવાં. તેમાં ૨૦૦ ગ્રામ ઘી નાખી ધીમા તાપે પકવવું, આ ઘી ગાળીને માથામાં નાખવું જેથી ધીમે ધીમે વાળ કાળા થવા લાગશે.
ઊંદરી રોગમાં જે ભાગ પરથી વાળ ખરી ગયા હોય ત્યાં પરવરનાં પાનનો રસ દિવસમાં બે વાર લગાવવો. આ પ્રયોગથી ઉંદરી તો મટે જ છે, ઉપરાંત ઉંદરીવાળા ભાગ ઉપર નવા વાળ આવે છે અને વાળ વધે પણ છે.
આ ઉપરાંત કોઈ રોગ ન હોય તો પણ નિયમિત અંતરે શિરોધારા કરાવવાથી અકાળે વાળ સફેદ થતાં નથી, ખરતાં પણ અટકે છે. અને વાળની જાળવણી થાય છે. આમ, ‘શિરોધારા’ એ વાળનાં દરેક પ્રકારનાં રોગો પર અમોઘ શસ્ત્ર સમાન સાબિત થયેલ છે અને તેની નિયમિત સારવાર વાળની સુંદરતા વધારવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તે વાતમાં શંકા ને સ્થાન નથી.