ચામડીના દરેક રોગો, કોઠ, મચકોડાયેલ પગ, દુખાવા માટે 100% અસરકારક છે આ ઔષધિનું ઘરે બનાવેલું તેલ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણા લોકોને ચામડીની એલર્જી હોય છે. જેમકે કોઈ ખાસ વસ્તુ ખાવાથી, કોઈ ફૂલથી, કોઈ વસ્તુ અડવાથી વગેરે, જેવી એલર્જી પર આ ઔષધી સારું કામ આપી શકે છે. આ ઔષધી છે ઉંડણ, ઉંડણ સરળતાથી બજારમાં મળી રહે છે અને શરીરના બીજા રોગમાં અસરકારક પણ સાબિત થાય છે.

ઉંડણ ના વૃક્ષ કોંકણ પ્રદેશમાં મોટા પ્રમાણમાં થાય છે. દેશમાં સૌથી વધુ ઉંડણ કોંકણ પ્રદેશમાં થાય છે. એના પાન સુરંગીના પાન જેવાં જરાક મોટાં હોય છે, તે પાનની ઉપરની બાજુ સુંવાળી તથા સ્વચ્છ હોય છે. એનાં પાનનો પત્રાળી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેના ફળ સફેદ રંગના હોય છે તે સ્વાદે ખુબ જ મધુરા હોય છે.

ઉંડણ ના ફળ સોપારી જેવડા તથા ગોળાકાર હોય છે. એની ઉપર ની છલ કઠણ હોય છે, ઉંડણ ના ફળમાંથી તેલ કાઢવામાં આવે છે જે સ્વાદે કડવું હોય છે, તેને ઉંડેલ કહેવામાં આવે છે. તેનું તેલ લીલું અને સ્વાદે કડવુ હોય છે. ઉંડણ ગુણમાં ૨કતદોષનો નાશ કરનાર છે. એનાથી કફ પણ મટી જાય છે. ઉપરાંત પિત્તમાં પણ પછી રાહત આપે છે, એમા વીર્યવર્ધક ગુણ પણ રહેલો છે.

હાથ પગ મરડાઈ ગયા જોય ત્યારે ઉંડણ ની અંતરછાલ નો ગરમ લેપ તેની ઉપર ક૨વામાં આવે છે. આ લેપ થી ઘણી રાહત મળે છે. ખસ થઈ હોય ત્યારે તેના ઉપર એનું તેલ ચોપડવામાં આવે છે. એનું તેલ તથા કડવી કોથીનું તેલ ભેળવીને બે ચાર વાર લગાડવાથી ફોલ્લા મટે છે.

નાનાં બાળકોને ગરમી વખતે આંખ ઉપર નાના ફોલ્લા થઈ આવે છે તેના પર આ તેલ ચોપડવાથી રાહત મળે છે. આ રીતે આ તેલ ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છે. ઉંડણ ની અંતરછાલ નો ગરમ લેપ અંડની વૃદ્ધિ તથા સોજા ઉપર પણ વપરાય છે.

જૂના અર્શ તથા તેનાથી ઉત્પન્ન થતી પીડા માટે ઉંડણ ના ફૂલ સગડી ઉપર નાખી તેની ધુમાડી કરવાથી પણ ધ્યાધિ મટે છે. લોહી વિકારમાં ઉંડણ ખાસ વપરાય છે. આજે ગામડામાં લોકો દેશી ઉપચાર માટે ઉંડણ નો ઉપયોગ કરે છે. આધુનિક દવાઓની આડઅસ૨થી બચવા લોકો ઉડાણનો ઉપયોગ કરે છે, આમ દેશી વૈદ માં ઉંડણ નો મોટા પ્રમાણ માં વપરાશ થાય છે.

ઉંડણ ના ફૂલ સો ગ્રામ, પાંદડી, શિલારસ, મોથ, સુગંધવાળો જટામાંસી, મેંદીના ડોડવા, પતંગ, તગર, ગંઠોડા આ બધી વસ્તુ પાંચ પાંચ ગ્રામ લેવી આ ઉપરાંત તલનું તાજું તેલ અડધો લિટર લેવું. આ બધી વસ્તુ મેળવીને ત્રણ પખવાડિયા સુધી તડકામાં સખત ગરમીમાં તપવા દેવું.

આ રીતે બનાવેલું તેલ ધાતુપુષ્ટિ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. સાથો સાથ તેજ વધારવા માટે પણ વપરાય છે. એનાથી મોટા ભાગના ચામડીનાં દર્દો પણ મટે છે. એનાથી કોઢ, રતવામાં પણ રાહત મળે છે. રતવા થયો હોય અથવા શરીરે દાહ બળતી હોય ત્યારે શરીરે આ તેલ ચોપડવાથી ઠંડક અનુભવાય છે. આ રીતે આ તેલ ખૂબ જ ઉપયોગી નીવડે છે. કોઈપણ પ્રકારના લોહીના વિકારથી ચામડી ઉપર અસર થઈ હોય તે આ તેલનાં માલિશથી મટે છે.

પુન્નાગનાં ફૂલ, લાલકમળ તથા પોળું કમળ, શિંગોડા, કમળ કાકડીનો મગજ, શીમળાનાં ફૂલ, ચંબેલીનાં ફૂલ, નાગકેસર અને ધોળી મૂસળી એ દરેક ચીજો સરખા વજને લઈ વસ્ત્રગાળ ચૂર્ણને ત્રણ ગણા પાણી માં મેળવીને તૈયાર કરવું. આ રીતે બનાવેલા તેલનો મુખ્ય ઉપયોગ ગર્ભસ્થાનના દરેક રોગ માટે વપરાય છે. આ તેલ દેશી પદ્ધતિએ બનાવેલું પણ અકસીર અસર બતાડનારું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top