પીપળાનું પવિત્ર વૃક્ષ ખૂબ જ લાભદાયી છે. પીપળાના મૂળથી લઈને તેના પાંદડા સુધી બધા જ અંગો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ આયુર્વેદમાં પણ તેને અનેક રીતે ઉપયોગ કરવા અંગે જણાવવામાં આવ્યું છે. ઔષધીય ગુણોથી ભરપૂર પીપળાનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ થાય છે. ઘણા લોકો સવારે ખાલી પેટ પણ તેનું સેવન કરે છે, તો કેટલાક લોકો તેને પીસીને ચામડીના રોગો પર લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે પીપળાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી અનેક ગંભીર રોગો મટી શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ પીપળાના પાનને ઉકાળીને પીવાથી થતા ફાયદા.
પીપળાના પાનમાંથી મળતા પોષક તત્વો:
પીપળાના પાનમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, કોપર જેવા આવશ્યક પોષક તત્વો હોય છે. તે એન્ટિડાયાબિટીક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટીઓકિસડન્ટો, પેઇનકિલર્સ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-એમ્નેસિયા પણ ધરાવે છે.
પાણીમાં ઉકાળેલા પીપળાના પાન ના ફાયદા:
કિડનીને સ્વસ્થ રાખવા માટે પીપળાના પાનને ઉકાળીને પીવા જોઈએ, તંદુરસ્ત લોકોએ અઠવાડિયામાં એકવાર અને કિડનીની તકલીફ વાળાએ દરરોજ ગરમપાણીમાં ઉકાળેલા પીપળાના પાન અને તેનું પાણી પીવું જોઈએ.
પીપળાના પાનનું પાણી હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે. તેનાથી શ્વાસના રોગ પણ દૂર રહે છે. માનસિક રોગથી પીડાતા લોકોએ તો ખાસ આનું સેવન કરવું જોઈએ સાથે સાથે તે સ્વાસ્થ્યને સુધારે છે અને મગજની કામગીરી પણ સુધારે છે. તે મેમરી પાવર વધારવામાં પણ ખૂબ ફાયદાકારક છે.
પાચનતંત્રને લગતી સમસ્યાઓ જેમ કે ગેસ, બ્લોટિંગ, ઊલટી, ઝાડા, કબજિયાત પીપળાના પાનને ઉકાળીને પીવાથી લાભ થાય છે. આર્થરાઇટિસમાં તેની છાલને પીસીને ખાવાથી ઘણો ફેર પડે છે. હૃદયને મજબૂત કરવા માટે તેનું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવા માટે તેનું સેવન કરી શકાય છે. પીપળાના પાનને ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરને ડિટોક્સ કરવા માટે પણ પીપળાના પાણી ને સવારે જાગીને પીવાથી દવા કરતા વધુ ફાયદો થાય છે.