મોટાભાગના લોકો ખાલી પેટે ફણગાવેલા ચણાનું સેવન કરવાનું પસંદ કરે છે, જેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય ગોળ સાથે ફણગાવેલા ચણાનું સેવન કર્યું છે? ફણગાવેલા ચણા અને ગોળનું એક સાથે સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અંકુરિત ચણા અને ગોળ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી ફણગાવેલા ચણા અને ગોળનું એકસાથે સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે.
ફણગાવેલા ચણામાં વિટામિન એ, બી, સી, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, આયર્ન અને પ્રોટીન જેવા તત્વો હોય છે, જ્યારે ગોળમાં પ્રોટીન, વિટામિન બી 12, કેલ્શિયમ, આયર્ન જેવા ઘણા પ્રકારના ખનિજ તત્વો હોય છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.
અંકુરિત ચણા શરીર ની માંસપેશીઓને તાકતવર બનાવે છે અને શરીર એકદમ વ્રજ સમાન બનાવે છે. પલાળેલા ચણામાં ફાઈબરની માત્રા પણ ખુબ વધારે હોય છે. તે આપણા પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. ફાઈબરના કારણે આપણું પાચનતંત્ર પણ સારું રહે છે. એનીમિયાની ફરિયાદ હોય ત્યારે ફણગાવેલા ચણા અને ગોળનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અંકુરિત ચણા અને ગોળ બંનેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.
જ્યારે કમજોરી અને થાક લાગે, ત્યારે ફણગાવેલા ચણા અને ગોળનું સેવન ખૂબ ફાયદાકારક છે. કારણ કે ફણગાવેલા ચણા અને ગોળમાં પ્રોટીન, આયરન જેવા તત્વો હોય છે, જે શરીરમાં ઉર્જા જાળવી રાખવામાં મદદગાર થાય છે. હાડકાંને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલા ચણા અને ગોળનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ફણગાવેલા ચણા અને ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જે હાડકાને લગતા રોગોનું જોખમ ઘટાડે છે.
હૃદયને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલા ચણા અને ગોળનું સેવન કરવું જોઈએ. કારણ કે ફણગાવેલા ચણા અને ગોળમાં મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. ફણગાવેલા ચણા અને ગોળનું મિશ્રણ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે પોટેશિયમ ફણગાવેલા ચણા અને ગોળમાં મળી આવે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.
ફણગાવેલા ચણા અને ગોળનું સેવન પેટ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ફણગાવેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જો તમે ફણગાવેલા ચણા અને ગોળનું સેવન કરો છો, તો તે પાચનતંત્ર (પાચનશક્તિ) ને મજબૂત બનાવે છે. તે પાચક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે.
પલાળેલા ચણા માં રહેલું ફાઈબર બાઈલ એસિડ સાથે જલ્દી થી શરીર માં ભળી જાય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ કરે છે. જો દરરોજ અડધો કપ પલાળેલા ચણા ખાવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકાય છે. પલાળેલા ચણાનું સેવન આંખની દ્રષ્ટિ વધારે છે.