Site icon Ayurvedam

વાયુ અને પિત્તના રોગો દૂર કરી ચામડીને ચમકતી બનાવવા 100% અસરકારક છે આ દાળ..

તુવેરનું વાવેતર મુખ્યત્વે ભારતમાં થાય છે. પરદેશોમાં યુરોપ, આફ્રિકા અને અમેરિકા માં તેનો પ્રચાર બહુ થયેલો જણાતો નથી. તુવેરને ઝીણપગરી કાળી ચીકણી જમીન વધારે માફક આવે છે. વરસાદની શરૂઆતમાં ચોમાસુ પાક તરીકે તેનું વાવેતર થાય છે. ખાસ કરીને તુવેરનો પાક ગુજરાત અને દક્ષિણ ભારતમાં વધારે પ્રમાણમાં થાય છે.

તુવેરના છોડ બે પ્રકારના થાય છે : પ્રતિ વર્ષ થનારા અને બે-ત્રણ વર્ષ ટકનારા. પ્રતિવર્ષ થનારા છોડ બે-અઢી હાથ ઊંચા હોય છે. જે છોડ બે-ત્રણ વર્ષ ટકે છે તે પાંચ છ હાથ ઊંચા વધે છે અને તેના છોડ પ્રતિવર્ષ થનારા છોડના કરતાં થોડા જાડા હોય છે. વડોદરા જિલ્લાના દશરથ, છાણી અને વાસદ ગ્રામવિસ્તારની જમીન તુવેરને એટલી બધી અનુકૂળ આવે છે કે ત્યાં એક વીઘામાં સાઠ-સિત્તેર મણ જેટલો તુવેરનો પાક ઊતરે છે.

 

તુવેરને ખાદ્ય પાક અને ઘાસચારા એમ બંને રીતે ઉગાડાય છે. તેને સૂકા કઠોળ, લોટ તરીકે કે લીલા દાણા સ્વરૂપે ખાઈ શકાય છે. તેમાં ઉંચા પ્રમાણમાં પ્રોટીન અને મહત્વપૂર્ણ એમિનો ઍસિડ જેવાકે મેથીઓનાઈન, લાયસાઈન, ટ્રીપ્ટોફેન હોય છે. ભારતીય ઘરોમાં તે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી દાળ છે. તુવેર ની દાળમાં વધુ માત્રામાં પ્રોટીન જોવા મળે છે. આ સિવાય આ દાળ ખૂબ જ હળવી અને સ્વાદમાં પણ સારી છે. વજન ઘટાડવા માટે તુવેર દાળ ખાવી ફાયદાકારક છે.

તુવેરમાં રાતી અને ધોળી એવી બે જાત થાય છે. વાસદ ની તુવેરની દાળ ખૂબ વખણાય છે. સુરતી તુવેરની દાળ પણ ઉત્તમ ગણાય છે. દાળ તરીકે વપરાતાં બધાં કઠોળોમાં તુવેર મોખરે છે. તુવેરનો વપરાશ વધુ પ્રમાણમાં થતો હોવાને લીધે ગુજરાતમાં “દાળ બગડી તેનો દહાડો બગડ્યો” એવી કહેવત પ્રચલિત બની છે. તુવેરની દાળનું પૂરણપોળી બને છે.

તુવેરની દાળ માત્ર ખાવાથી જ સ્વાદિષ્ટ નથી હોતી. પરંતુ વાળ અને સ્કીન માટે પણ ફાયદાકાર છે. સ્કીનના નીખર ની સાથે સાથે તેને કેટલીક અન્ય વસ્તુઓ માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. મસાલા અને આયુર્વેદમાં તુવેર દાળને ઘણી ગુણકારી માનવામાં આવે છે. આ જેટલી સ્વાસ્થ્ય માટે સારી હોય છે એટલી જ સુંદરતા માટે પણ છે. તુવેરનો કાવો ત્વચાની એલર્જી માટે લાભકારી હોય છે.

આયુર્વેદના મતાનુસાર તુવેર ની દાળ- તુવેરની દાળમા સારી રીતે ઘી મેળવીને ખાવાથી એ શરીરને માફક આવે છે. તુવેરની દાળ એ ત્રિદોષહર હોવાથી એ સૌને અનુકુળ પડે છે. તુવેરની દાળ એ તુરી, રૂક્ષ, મધુર, શીતળ, પચવામા હલકી, ઝાડા  રોકનાર, વાયુ કરનાર તમે જ પિત્ત, કફ અને લોહીના બગાડને મટાડનાર છે.

Exit mobile version