Site icon Ayurvedam

100% ગેરેન્ટી સાથે કાકડા અને ગળાના દુખાવા અને ચામડીના રોગ 10 મિનિટમાં ગાયબ

પ્રાચીનકાળથી ભોજનમાં અને ઘરગથ્થુ ઉપચાર રૂપે હળદરનો ઉપયોગ થતો રહ્યો છે. હળદરનો સૌથી વધારે ઉપયોગ દાળ-શાકમાં થાય છે. હળદર રેતાળ અને બેસર જમીન માં સારી થાય છે. હળદર નો છોડ કમર ભેર ઊંચો વધે છે. તે સુગંધીદાર હોય છે, તેના પાન કેળના પાન જેવા હોય છે. તે સુગંધવાળા બંને બાજુ ચીકણાં અને સફેદ ડાઘ હોય છે. તેના કંદને જમીનમાં ગાંઠો થાય છે. તે ગાંઠો અંદરથી તેજસ્વી પીળા રંગની હોય છે. આ ગાંઠોને હળદર કહે છે. હળદરને પાણીની ખૂબ જરૂર પડે છે.

હળદર એક મહત્વની ઔષધિ છે પરંતુ લોકો તેનો ઔષધિ તરીકે પૂરેપૂરો ઉપયોગ જાણતા નથી, હળદર બાળકો, યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, સગર્ભા સ્ત્રીઓ વગેરે બધી પ્રકૃતિવાળાને નિર્ભય રીતે આપી શકાય છે. તેના સેવનથી કોઈ નુકસાન થવાનો ભય રહેતો નથી.

હળદર ના આયુર્વેદિક ગુણો:

વાત, પિત્ત અને કફ એ ત્રણે દોષોની વિકૃતિ પર હળદર વપરાય છે. હળદરમાં લોહીને શુદ્ધ કરવાનો ગુણ છે એ શરીરના લોહીને શુદ્ધ કરી શરીરનો વર્ણ પણ સુધારે છે. લગ્ન વખતે પીઠી ચોડવાનો હેતુ પણ આજ છે. હળદરમાં વધુ પડતા કફને તથા આમને પચાવવાનો-બાળી નાખવાનું પણ ખાસ ગુણ છે. તેથી ઉધરસના રોગીને ગરમ દૂધમાં હળદર નાખીને પીવડાવવાનો રિવાજ છે.

શરીરમાં પેદા થતી વિકૃતિઓ નું મરણ પણ હળદર થી થાય છે. આમ, હળદર અનેક રોગોની ઘરગથ્થું રામબાણ ઔષધી છે. હળદર તીખી, કડવી, રુક્ષ, લુખી, ગરમ અને શરીરના વર્ણને સારો કરનાર છે. એ કફ, પીત, ચામડીના દોષ, પ્રમેય, લોહીવિકાર, સોજા, પાંડુરોગ,કોઢ, કૃમિ,અપચો વગેરેને મટાડનાર છે.

હળદર નું કાર્ય પાચનતંત્ર, રસ, રક્ત વગેરે બધી ધાતુઓ અને વાત, પિત્ત, કફ એ ત્રણેય દોષો પર પ્રભાવશાળી છે. તેમાંય કફ ધાતુ પર તેનો પ્રભાવ વધારે પડે છે. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ઠંડી લાગીને આવતો તાવ મટે છે. ગરમ કરેલા દૂધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સ્વરભેદ થયો હોય સાદ બેસી ગયો હોય તો તે ઊઘડે છે. હળદર અને દૂધ ગરમ કરી તેમાં સહેજ મીઠું અને ગોળ નાખીને પિવડાવવાથી બાળકોના શરદી કફ અને સસણી મટે છે. ગાયના મૂત્રમાં ચપટી હળદર નાખીને પીવડાવવાથી બાળકોની સસણી મટે છે.

ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી નાખીને પીવાથી સળેખમ, કફ અને ઉધરસમાં ફાયદો કરે છે. હળદર અને બાજરીનો લોટ મેળવીને રાત્રે તેની ફાકી લઈને ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે. હળદરનો કટકો શેકી રાત્રે સૂતી વખતે મોંમાં રાખવાથી સળેખમ, કફ અને ઉધરસમાં ફાયદો કરે છે ત્રાસ આપતી ખાંસી પણ તેનાથી ઓછી થાય છે.

હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે. હળદર અને દારૂ હળદર નો ઉકાળો મધ મેળવીને પીવાથી પ્રમેહ મટે છે. આમળાના રસમાં કે ઉકાળામાં મધ અને હળદર નાંખીને પીવાથી પેશાબ માર્ગે જતું પર બંધ થાય છે. હળદરના ગાંઠિયાને પીસી, ધીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહો માં ફાયદો કરે છે.

હળદરનું ચૂર્ણ એક તોલો અને દહીં ચાર તોલાનું થોડા દિવસ સુધી સેવન કરવાથી કમળો મટે છે પાંડુરોગ અને યકૃત વિકારમાં પણ ફાયદો કરે છે. ગાયની તાજી છાશમાં કે દસ તોલા મઠામાં અર્ધો તોલો હળદર નાખીને સવાર-સાંજ આપવાથી એક અઠવાડિયામાં કમળો મટી જાય છે. બકરીના મૂત્રમાં હળદર મેળવીને પીવાથી કબજિયાત મટે છે.

ગાયના મૂત્રમાં પા કે અડધો તોલો હળદર મેળવીને પીવાથી કોઢ મટે છે. ગૌમૂત્રમાં હળદરનું ચૂર્ણ તથા ગોળ મેળવીને કેટલાક દિવસ પીવાથી હાથીપગાનો રોગ મટે છે. હળદર અને જૂનો ગોળ છાશમાં મેળવીને પીવાથી પથરીમાં ફાયદો કરે છે. હળદર અને સાકર પાણીમાં મેળવીને પિવડાવવાથી મૂર્છા ઘટે છે. શીતળાનો રોગ ચાલતો હોય ત્યારે આમલીના પાન અને હળદર ઠંડા પાણીમાં વાટીને પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.

હળદરનો ગાંઠિયો શેકી તેનું ચૂર્ણ કરી કુંવારના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી ખાવાથી મસામાં ફાયદો કરે છે. ઠંડા પાણીમાં હળદરનો ગાંઠિયો ઘસી, માખણ મેળવી, તે મિશ્રણ દિવસમાં બે વાર ત્રણ દિવસ સુધી બાળકના બંને ખભા પર ગળા નીચે પીઠના હાડકા પર અને બંને કાન આગળના ગલફોરા પર ચોળવાથી બાળકોને ગળુ પડવાનો રોગ મટે છે.

હળદર અને કાથાનું બારીક ચૂર્ણ કરી શીતળાના ઝમી ગયેલા વ્રણ પર લગાવવાથી ફાયદો કરે છે. પુરુષ ના મૂત્ર થી હળદળ વાટી વાળા પર લેપ કરવાથી વાળો મટે છે. હળદર અને કળી ચૂનાનો લેપ કરવાથી મુંઢમાર નો સોજો મટે છે. હળદર, જૂની માટી તથા મીઠું એકત્ર કરી, પાણી મેળવી અગ્નિ પર મૂકી ખદ-ખદાવી, સહેવાય તેઓ ગરમાગરમ લેપ કરવાથી મુંઢમાર નો સોજો મટે છે અને પીડા ઓછી થાય છે.

હળદરને વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા રુઝાઈ જાય છે. હળદરને તેલમાં કકડાવીને તે તેલ જલ્દી ન રુઝાતા અને વારંવાર ભરાતા ઘા પર ચોપડવાથી ખૂબ જ ફાયદો કરે છે તેમજ તે જલદી રુઝાઈ જાય છે. હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક જલદી મટે છે. હળદરને સોળ ગણા પાણીમાં ઉકાળી, બેવડ સ્વચ્છ કપડાથી ગાળી શીશીમાં ભરી તેના બબ્બે ટીપાં દિવસમાં બે વાર આંખમાં નાખવાથી દુખતી આંખો તેમજ આંખના ફુલા મટે છે.

હળદર નો ગાંગડો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી. પાણીમાં ઘસી, સૂર્યાસ્ત પહેલા દિવસમાં બે વાર આંખમાં આંજવાથી ઝામર, ધોળા ફૂલા અને આંખોની રતાશ મટે છે. હળદર, ફટકડી અને આમલીના પાન એ ત્રણે સરખે ભાગે લઈ વાટી તેની પોટલી કરી ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે. હળદરની ધુમાડી નો નાસ લેવાથી શરદી અને સળેખમ તરત જ મટે છે.

હળદર ની ભૂકી દેવતા માં નાખી, તેનો ધુમાડો વીંછીના ડંખ ને આપવાથી વીંછી ઊતરે છે. હળદર ની ભૂકી નાખી તમાકુ ની માફક પીવાથી પણ વીંછી ઊતરે છે. હળદરને ઘસીને સહેજ ગરમ કરી જંતુ ના ડંખ પર લેપ કરવાથી આરામ થાય છે. હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે. એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.

આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે. દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે. ત્વચાના કોઈપણ રોગ કે ખંજવાળ હોય તો હળદરવાળું પાણી પીવાથી મટે છે. હળદરના ગાંઠિયાને ગુલાબજળમાં ઘસી તેમાં ચંદન નાખી લેપ કરવાથી કાળા ડાઘ – ચકામાં, કુંડાળાં મટે છે. લીમડાના પાનની રાખ બનાવી, હળદર નાખી મધ કે પાણી સાથે ભેળવી લેપ કરવાથી ગુમડાં જેવા મોટા, પાકેલા ખીલ પણ મટે છે.

શિયાળામાં હળદર, લીલી હળદર, કપૂર કાચલી, બદામ, ખસખસ, ચારોળી, લોધ્ર, સરસવને દૂધમાં વાટી હળવા હાથે ઘસીને ન્હાવાથી ત્વચા ફાટતી નથી સાથે જ ત્વચા સ્વસ્થ અને ચમકીલી બને છે. ચોમાસામાં ત્વચા પર ખંજવાળ, દાદર- ખરજવું થતું હોય તો હળદર, લીમડો, લીમડાની છાલ, ચણાનો કે મગનો લોટ મિકસ કરી નહાવાથી ત્વચા સ્વચ્છ, ખંજવાળરહિત બને છે. ખોડો મટતો ન હોય કે વાળ બરછટ, કડક થઈ ગયા હોય તો હળદર તથા આકડાના પાનનો રસ સરસિયામાં ઉકાળી, મલમ બનાવી વાળમાં લગાવો. આ બધી સમસ્યાઓ દૂર થશે. જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.

Exit mobile version