Site icon Ayurvedam

અઠવાડિયામાં એકવાર કરી લ્યો આનું સેવન, ગેરેન્ટી ડાયાબિટીસ, કબજિયાત અને પથરી જીવો ત્યાં સુધી નહિ આવે નજીક

લીલા શાકભાજીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. કારણ કે લીલા શાકભાજીમાં તમામ પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાંથી એક છે તૂરિયાં શાક ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે, સાથે જ તૂરિયાંના સેવનથી સ્વાસ્થ્યને પણ અગણિત લાભ થાય છે. કારણ કે તૂરિયાં ઔષધીય ગુણોથી ભરપૂર છે.

તૂરિયાંનું સેવન પણ સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તૂરિયાં ઠંડાં, મધુર, કફ તથા વાયુ કરનાર, પિત્તનો નાશ કરનાર અને અગ્નિને પ્રદીપ્ત કરનાર છે. એ શ્વાસ, તાવ, ઉધરસ અને કૃમિને મટાડનાર તેમ દૂર કરનાર છે. તુરીયા અથાણું બનાવી શકાય છે. તુરીયાનું શાક બનાવી શકાય છે. તુરીયા સૂપ બનાવી શકાય છે. તુરીયાના સૂકા પાનનો પાઉડર ખાઈ શકાય છે.

તુરીયાના ફાયદા:

ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે, તેથી આવી સ્થિતિમાં જો ડાયાબિટીસના દર્દીઓ તુરીયાનું સેવન કરે તો તે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તુરીયામાં એન્ટીડાયાબિટીક અસરો હોય છે, જે રકતમાં શુગરનાં સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

કેન્સર એક જીવલેણ રોગ છે, તેથી જો તમે તેનાથી કાયમ માટે દૂર રહેવા માંગતા હોય તો અઠવાડિયામાં એકવાર જરૂર તુરિયાનું સેવન કરો, કારણ કે તુરીયામાં કેન્સર વિરોધી ગુણ હોય છે, જે કેન્સરના કોષોને વધતા અટકાવવામાં મદદ કરે છે. જે કેન્સરનું જોખમ ઘટાડે છે. તુરીયાનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે તુરીયામાં કેલરીનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને ફાઈબરની માત્રા જોવા મળે છે, તેથી તુરીયાનું સેવન કરો તો તેનાથી વજન નિયંત્રણ થાય છે.

તુરીયામાં જસત ખૂબ જ હોય છે, તેથી તુરીયાના જ્યુસથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે તમારા શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી અટકાવી શકે છે સાથે સાથે ત્વચા સ્વસ્થ રહે છે. કબજિયાતની ફરિયાદ હોય ત્યારે તુરીયાનું સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તુરીયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તુરીયાનું સેવનથી કબજિયાત દૂર થાય છે.

તૂરિયાંના વેલાનાં મૂળ ગાયના દૂધમાં અથવા ઠંડા પાણીમાં ઘસી રોજ સવારમાં ત્રણ દિવસ સુધી પીવાથી પથરી મટે છે. તૂરિયાંના વેલાના મૂળને ગાયના માખણમાં અથવા એરંડિયામાં ઘસીને બે-ત્રણ વાર ચોપડવાથી ગરમીને લીધે બગલ યા જાંઘના ખાંચામાં પડતી ચાંદીઓ મટે છે.

તૂરિયાં કફ કરનારાં અને વાયડાં છે. ચોમાસામાં તે વધારે પડતાં ખવાય તો વાયુનો પ્રકોપ થતાં વાર લાગતી નથી. વળી તૂરિયાં પચવામાં ભારે અને આમ કરનારાં છે, તેથી પણ ચોમાસાની ઋતુમાં તૂરિયાંનું શાક બીમાર માણસો માટે હિતકર નથી. વર્ષાઋતુનું સસ્તું શાક–તૂરિયાં માંદા માણસ માટે હિતકારી નથી. સાજા માણસે પણ સારા પ્રમાણમાં લસણ અને તેલ નાખેલું શાક જ ખાવું હિતાવહ છે.

Exit mobile version