તુરીયા એ એક એવું શાક છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. કારણ કે તુરીયાનું શાક ઔષધીય ગુણોથી ભરપૂર છે. પરંતુ શું તમે ક્યારેય તુરીયાના જ્યુસનું સેવન કર્યું છે? તુરીયાના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જી હા, જો તમે તુરીયાના જ્યુસનું સેવન કરો છો, તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ કે તુરીયાના જ્યુસમાં ડાયેટરી ફાઈબર, વિટામિન A, વિટામિન C, મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
તુરિયાના જ્યુસથી થતા ફાયદા:
તુરિયાનું જ્યુસનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કારણ કે તુરિયામાં વિટામિન સીની સાથે સાથે એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેથી, તેનું સેવન કરીને, તમે વાયરસ અને બેક્ટેરિયાથી બચી શકો છો.
તુરિયાના જ્યુસનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તુરિયામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.
જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો, તો તમારે તુરિયાના રસનું સેવન કરવું જોઈએ. કારણ કે તુરિયામાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળે છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
તુરિયાનું જ્યુસનું સેવન લિવર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તુરિયાના રસનું સેવન કરવાથી શરીરમાં રહેલાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જે લીવરને સ્વસ્થ રાખે છે અને લીવર સંબંધી રોગોનું જોખમ પણ ઘટાડે છે. તુરિયાના જ્યુસના સેવનથી ત્વચાને પણ ઘણા ફાયદા મળે છે. કારણ કે તુરિયામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, સાથે જ તેનું સેવન કરવાથી ટોક્સિન્સ પણ દૂર થાય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે, સાથે જ તુરિયાનો રસ પીવાથી ત્વચાની સમસ્યાઓ પણ દૂર થાય છે.
તુરિયાના જ્યુસનું સેવન પણ આંખો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે વિટામિન એ તુરિયામાં જોવા મળે છે, જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. તેમજ તેના સેવનથી આંખોને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.