તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે. તુલસીનો છોડ ઘરની નકારાત્મ ઉર્જાને સકારાત્મક બનાવે છે.ઘણા લોકો તુલસીનો ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરવા માટે પણ કરે છે.
આયુર્વેદિક, પ્રોટીન, ફાઇબર, વિટામીન એ, કે કાર્બોહાઇડ્રેટસ ઓમેગા-3 ફેટી એસિડ અને ખનિજ તત્વોથી ભરપૂર આ તુલસીના બીજ ઠંડી માટે સારો ઉપાય છે.તેના સેવનથી શરીર ઘણા રોગો થી મુક્ત થાય છે. લવિંગ, તુલસીના બીજને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. હવે આ પાણી અડધુ રહી જાય એટલે તેમા સંચળ ઉમેરી તેનું સેવન કરવું જોઇએ.
દિવસમાં 2 વાર તેનું સેવન કરવાથી શરદી -ઉધરસ સહિતની સમસ્યા દૂર થાય છે. તુલસીના બીજ પુરુષોમાં થનારી શારીરિક નબળાઇ દૂર કરવામાં મદદરૂપ છે.
તેનું નિયમિત રીતે સેવન કરવાથી યૌન રોગ અને સેક્સ પાવરમાં થયેલો ઘટાડો અને નપુંસકતાની સમસ્યા પણ દૂર કરી શકાય છે. અતિશય માથાનો દુખાવો થવા પર તુલસીના બીજ અને કપૂરને પીસીને માલિશ કરવી જોઇએ. જેથી માથાનો દુખાવો તરત ગાયબ થઇ જાય છે. તે સિવાય તેના બીજના સેવનથી ટેન્શનસ અને માઇગ્રેનથી રાહત મળે છે.
ફાઇબર અને પાચક એન્જાઇમોથી ભરપૂર આ બીજનું સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેમજ સવારે આ બીજનું સેવન કરવાથી ભૂખ કંટ્રોલ થાય છે. તુલસીના બીજ અને મધને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર પીઓ. તેનાથી બ્લેડર, કિડની અને યોનિના ઇન્ફેક્શનની સમસ્યા દૂર થઇ જાય છે.
એક્સિજમાં સોરાઇસિસને દૂર કરવા માટે રોજ તુલસીના બીજને પીસીને નારિયેલ તેલમાં મિક્સ કરીને લગાવો. થોડાક સમયમાં જ આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે.રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધમાં આ બીજને બરાબર મિક્સ કરીને પીવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. જેમ કબજિયાત, એસિડીટી, પેટમાં દુખાવો, ગેસ અને એસિડ જેવી સમસ્યાઓ ઝડપથી દૂર થાય છે.
ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે.મોટાભાગે મહિલાઓને પીરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ રહે છે. એવામાં તુલસીની બીજનો ઉપયોગ ફાયદાકારક રહેશે. જો સામાન્ય તાવ છે. તો ખાંડ, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેને કાઢો પીવાથી ફાયદો થાય છે. તેની ગોળીઓ બનાવીને પણ ખાઇ શકાય છે.
શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા. જો મોંઢામાંથી દુર્ગંધ આવી રહી હોય તો તુલસીના કેટલાક પાન ચાવી જાઓ. આમ કરવાથી મોંઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઇ જશે. જો ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે.
તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે. જે ઇન્ફેક્શન થતા રોકે છે. આ ઉપરાંત તુલસીના પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા પણ ઓછી થઇ જાય છે. આ બીજ ના સેવન થી ભુખ તથા વજન નિયંત્રણ મા રહે છે. આ બીજ મા રહેલ આલ્ફા લીનોલીઈક એસીડ શરીર મા રહેલ વધૂ પ્રમાણ ની ચરબી નો નાશ કરે છે. આમ , તુલસી ના પર્ણો જ નહી પરંતુ તેના માંજર પણ શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા મા ઉપયોગી બને છે.
તુલસી ના બીજ ખાવાથી શરીર અંદરથી ડિટોક્સ થઈ જાય છે. આ બીજ લેવાથી પેટ સાફ રહે છે અને પેટની બીમારીઓ થતી નથી. પેટ સિવાય આ બીજ પણ આંતરડાઓને અંદરથી ડિટોક્સ કરે છે. શરીરને ડિટોક્સ કરવા માટે દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં થોડા તુલસી ના બીજ નાખો અને આ દૂધનું સેવન કરો. જો મોઢા માં છાલ હોઈ તો તુલસી ના બીજ લો.
આ બીજ ખાવાથી મોઢા ના અલ્સરથી રાહત મળે છે અને તે બરાબર થઈ જાય છે. ખરેખર, આ બીજમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટિ-વાયરલ ગુણધર્મો છે, જે મોં ના ચાંદાને સુધારવાનું કામ કરે છે. ત્વચા સંબંધિત રોગમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ખીલ દૂર થાય છે. અને ચહેરા પર નિખાર આવે છે. આ બીજ ખાવાથી ત્વચા સ્વસ્થ રહે છે.
તુલસી ના બીજ માં ફ્લેવેનાઈડ અને ફીનોલીક તત્વ મળી આવે છે. જે ઈમ્યુન સીસ્ટમ ને બુસ્ટ કરવામાં મદદરૂપ હોય છે. તુલસી ના બીજ માં રહેલા એન્ટી એકસીડન્ટ ઈમ્યુન સીસ્ટમ ને બુસ્ટ કરીને રોગો થી શરીર ની રક્ષા કરે છે.