ત્રિફળા એટલે કે ત્રણ મુખ્ય ત્રણ ઔષધીય ફળ ભેગા મળીને એક મહાઔષધિ બને છે. આ ત્રણ ફળોના મિશ્રણને ત્રિફળા ગણવામાં આવે છે. ત્રિફળા એટલે આમળા, હરડે અને બહેડા સરખા પ્રમાણમાં લઈ ઘીમાં શેકી અને ખાંડી અથવા દળીને બનાવેલું નું ચૂર્ણ. આ ચૂર્ણ એક ખુબ જ ફાયદાકારક ઔષધ છે. આ ઔષધનો ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગો જેવા કે પુરુષોની જનેન્દ્રીય રોગ, સ્ત્રીઓના રોગ, યોનીમાં સફેદ પાણી પડવું જેવા રોગો દૂર થાય છે. આજે અમે તમને ત્રિફળાના ફાયદાઓ વિશે જણાવીશું.
માથાનો દુખાવો થાય તો ત્રિફલા ચૂર્ણમાં, હળદર અને ગળોને મેળવીને એક મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણનું આનું સેવન કરવાથી માથાનો દુખાવો દૂર થઈ જશે. ત્રિફલા ચૂર્ણ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર ને ઘણી બીમારીઓથી લડવાની શક્તિ આપે છે. આને ખાવાથી શરદી તાવ જેવી બીમારીઓ જલ્દીથી નથી થતી. માટે જેમને શરદી કે તાવ આવે એ લોકો એ આ ચૂર્ણનો ઉપયોગ કરવો જોઇએ.
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આજકાલ ઘણા લોકોને જોવા મળે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ત્રિફળાનું સેવન કરવું જોઈએ. ત્રિફળાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર લેવલમાં થઇ જાય છે. જે લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હોય તે લોકોએ રાતના સમયે દૂધની સાથે ત્રિફળાનું સેવન કરવું જોઈએ. એક અઠવાડિયા સુધી દૂધની સાથે ત્રિફળા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર દુર થઇ જશે.
ત્રિફળા ચૂર્ણ ખાવાથી કબજિયાતની બીમારી પણ દૂર થઈ શકે છે. જે લોકો કબજિયાતથી પરેશાન છે એ લોકો ગરમ પાણી સાથે ત્રિફલાનો ઉપયોગ કરે તો પેટ સાફ થઇ જશે. ત્રિફળા ચૂર્ણ ખાવાથી લોહી શુધ્ધ થાય છે અને શરીરમાંથી ખરાબ પદાર્થ બહાર નીકળે છે. લોહી શુધ્ધ થવાથી મુહસાની સમસ્યા નથી થતી અને શરીરમાં પીલિયા અને બ્રોકાઇટીશથી શુધ્ધને રક્ષણ મળે છે
ત્રિફળા ચૂર્ણ ખાવાથી ડાયાબીટીસ નિયત્રણમાં રહે છે અને એને લગતા રોગોથી બચી શકાય છે ડાયાબીટીસના દર્દીઓ રોજ ત્રિફળાનો ચૂર્ણ પાણી સાથે લેવું જોઈએ. જેઠી લોહીમાં શુગરનું પ્રમાણ વધશે નહિ. આનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે અને એને ખાવાથી ડાયાબિટીસ કાબુમાં રહે છે.
5 ગ્રામ ત્રિફળા ચૂર્ણ અને 2 ગ્રામ જેઠીમધ લઈ સવારે અને સાંજે પીવાથી ફાયદો થાય છે. ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી સવારે ઉઠીને આ પાણીને કપડા વડે ગાળીને આંખો ધોવાથી આંજણી મટે છે. દરરોજ સવારે અને સાંજે 3-3 ગ્રામ ત્રિફળા ચૂર્ણને હળવા ગરમ પાણીમાં સેવન કરવાથી આંજણી મટે છે.
ત્રિફળા ચૂર્ણના ફાયદા ત્વચા સાથે પણ જોડાયેલા છે અને આ ચૂર્ણના પાણીથી જો ચહેરો સાફ કરવામાં આવે તો ચહેરા પર એક અનોખી ચમક આવે છે. બે ચમચી ત્રિફળાના ચૂર્ણને લઈને એને ઠંડા પાણીની અંદર મિક્સ કરી લેવું અને આ પાણીથી તમારી ત્વચાને ધોઈ લેવી. દિવસમાં બે વાર આ પાણીથી તમારી ત્વચા સાફ કરવાથી ખુબ જ લાભ થાય છે.
ત્રિફળા, અરડૂસી, ગળો, લીમડાની છાલ, કરિયાતું, કડુ વગેરે ભેળવીને વાટી લેવું. આ મિશ્રણની 20 ગ્રામ માત્રામાં લગભગ 160 મિલીલીટર પાણીમાં પકાવી લેવું. આ પાણીનો ચોથો ભાગ રહે ત્યારે તેમાં મધ ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી કમળો મટે છે. ત્રિફળા, પલાશ અને કોઠું ભેળવીને સેવન કરવાથી કમળો મટે છે. ત્રિફળા રસમાં શેરડીનો રસ ભેળવીને પીવાથી કમળો મટે છે.
1 ચમચી ત્રિફળા ચૂર્ણને રાત્રે આશરે 200 ગ્રામ પાણીમાં પલાળી દેવું, સવારે આ પાણીને ઉકાળવું. આ પાણી ઉકળતા એમાંથી અડધું વધે ત્યારે ગાળીને રાખી લેવું. પછી 2 ચમચી જેટલું મધ ભેળવીને ગરમ પાણી પીવાથી થોડા જ દિવસમાં વજન વધવા લાગે છે. દાંતમાં દુખાવો થાય તો ત્રિફળા ચૂર્ણ ઘસવાથી મટે છે. ત્રિફળા અને ગુગળ 4 થી 8 ગ્રામની માત્રામાં લઈને પાણી સાથે દરરોજ 2 વખત સેવન કરવથી દાંતના રોગ દૂર થાય છે. સાથે દાંતનો દુખાવો પણ મટે છે.
ત્રિફળા વાળ માટે શક્તિશાળી ટોનિક તરીકે કામ કરે છે, ફોલિકલ્સ અને મૂળ માટે ખૂબ ઉપયોગી છે અને વાળનો વિકાસ કરવામાં ઉપયોગી છે. ત્રિફળામાં આમળા પણ ખોપરી ઉપરની ચામડીની સામાન્ય પીએચ સંતુલનને પુન:સ્થાપિત કરે છે અને વાળને સ્વસ્થ બનાવે છે.
મોટાપાથી પરેશાન લોકો ત્રિફળા ચૂર્ણનું સેવન કરો. આ ચૂર્ણ ખાવાથી મોટાપાની સમસ્યા દૂર થઈ જશે. મોટાપાથી પરેશાન લોકો રોજ સવારે મધની સાથે ત્રિફળાનું સેવન કરો અને અને પછી ગરમ પાણી પીવું જોઈએ. એક મહિના સુધી સેવન કરવાથી મોટાપો દૂર થઈ જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.