ત્રાયમણના છોડ થાય છે. ગુજરાતમાં પણ તે ઘણી જગ્યાએ જોવા મળે છે. એની દાંડી એક વેંત જેટલી થાય છે તેનું ફૂલ જંગલી કસુંબનાં ફૂલ જેવું, રંગે પીળું તથા ગોળ હોય છે. તેની પર થોડા નરમ કાંટા હોય છે. તેનાં પાન ભોંયપાથરી જેવા જમીન ઉપર પથરાઈ ગયેલાં હોય છે. પીળાં, ધોળાશ પડતાં નાનાં તથા વચમાં સળીવાળાં હોય છે. તેની જડ એક વૈત કરતાં મોટી હોય છે. તેનાં ફળ, ફૂલ તથા ડાળી બજારમાં મળે છે. તે સ્વાદે તૂરુ અને કડવું હોય છે.
ત્રાયમાણ ગુણમાં કટુ-પૌષ્ટિક છે. તે ભૂખ લગાડે છે. ખોરાક પચાવે છે. પિત્તનો સ્ત્રાવ કરી દસ્ત સાફ લાવે છે. પેટના વાયુને ઓછો કરવાનો તેમાં ગુણ રહેલો છે. પેટના ઝીણા દુ:ખાવાને તે ઓછો કરે છે.
પેશાબ સાફ લાવવા તથા પેટની ચૂંક મટાડવા માટે ત્રાયમાણનો ઉપયોગ થાય છે. એ પૌષ્ટિક પણ છે. એનાથી જીર્ણજવર, પિત્ત રોગ, ઉલટી, કફ, તરસ અને શૂળમાં ઘણી રાહત રહે છે. એનાથી લોહી છૂટે છે. યકૃત તથા પ્લીહાનાં દર્દો માટે કાળી દ્રાક્ષ ને ત્રાયમાણના ઉકાળા સાથે ત્રણ દિવસ સુધી પીવા આપવાથી પણ ઘણો ફાયદો થાય છે. આ ઉકાળો જલંદર માટે પણ વપરાય છે. છાતીના રોગો, અર્શ, ત્રિદોષ, ઊલટી જેવી વ્યાધિ મટાડવા માટે પણ તે વપરાય છે.
ત્રાયમાણના ઉકાળાનો જવના લોટ સાથે લેપ કરવાથી સોજામાં ઘણી રાહત રહે છે. ગંધ મટાડવા પણ એનો ઉપયોગ થાય છે. સોજા ઉપર તથા સાંધાના દુખાવા માટે એની પોટલી બનાવીને મૂકવામાં આવે છે. એની રાખ ઘી તથા માખણ સાથે લગાડવાથી ખરજ, કીડ વગેરેમાં રાહત થાય છે. જખમો પર પણ રૂઝ આવે છે. એનો કવાથ મંદાગ્નિ અને પેટની નબળાઈ માટે ખૂબ જ અસરકારક છે. એનાથી સુસ્તી મટે છે. રતવામાં ત્રાયમાણથી સિદ્ધ કરેલું દૂધ આપવાથી ઝાડા થઈ ગરમી ઓછી થાય છે. પિત્તજન્ય અતિસારમાં પણ એ આપી શકાય છે.
ત્રાયમાણ, કાળો વાળો, ધમાસો, કરિયાતું, કડા છાલ, પીપપાપડો અને ખતમી એ દરેક ચીજો પાંચ પાંચ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવી લેવો. આ ઉકાળો પિત્તજવરમાં મધ સાથે તેમજ કમળા તથા જલંદરમાં ઘણો ઉપયોગી નીવડે છે.
ત્રાયમણનો કવાથ મંદાગ્નિ મટાડે છે. પેટની નબળાઈ માટે તે સારી દવા છે. એ પીડાશામક છે. હરસમાં પણ એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ત્રાયમાણ, ભોરીંગણી, નગોડ, કરિયાતું, કલંભો, દેવદાર અને કચૂરો એ દરેક પાંચ પાંચ ગ્રામ લઈ તેનો કવાથ બનાવી શકાય, આ કવાથના ઉપયોગથી અપચો તથા અગ્નિ મંદતા તથા કફવાળા તાવ ઉપર આપવાથી તે રોગનો નાશ કરે છે. મધ અને પીપર સાથે મેળવીને પણ તે લઈ શકાય છે.
ત્રાયમાણ, મરી, હરડે, દલ, સંચળ, સિંધવ, દાડમ સાર, ધાણા અને મીંઢી આવળ એ દરેક ચીજો દસ દસ ગ્રામ લઈ એનું બારીક ચૂર્ણ બનાવી શકાય. તેમાં ૧૦૦ ગ્રામ દ્રાક્ષ લઈ તેની ગોળી બનાવી શકાય. આ ગોળીના ઉપયોગથી જીર્ણજવર, વિષમજ્વર તથા મળબંધ ઉપર આપવાથી તે સારી અસર કરે છે.
ત્રાયમાણ, શાહજીરું, દાડમ સાર, હરડે દળ દરેક પાંચ પાંચ ગ્રામ, દ્રાક્ષ ૭૫૦ ગ્રામ, મીંઢી આવળ ૨૫ ગ્રામ, સૂંઠ, સિંધવ, પીપર અને પીપરીમૂળ દરેક થોડા થોડા પ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવી શકાય. આના ઉપયોગથી વિષમજ્વર, બરોળ, પાંડુ, મંદ જઠરાગ્નિ વગેરે તમામ રોગોનો નાશ કરવા માટે વપરાય છે.
ત્રાયામણ, કુટકી, લાલચંદન, ખાસ, સરિવા, પટોલાપત્ર, મુલેઠી અને મહુવા ના ફૂલો લઈને તેને ઉકાળો, પછી ઠંડુ કરો અને તેને મધ સાથે મિક્સ કરીને પીવાથી કફપિત ના જવર માં લાભ થાય છે. ત્રાયામણ, પિતપાપડો, ખસ, કૂટકી, લીમડાની છાલ અને ધમાસાનો ઉકાળો મધ સાથે મેળવીને પીવાથી તાવ મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.